Book Title: Papni Saja Bhare Part 15
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 11
________________ ૬૧૬ પ્રિય સન્માનને ઈચ્છક અને કેને અપમાન તિરસ્કાર કરતે જ ચાલતે, હોય છે. આ ઊલ્ટી ગંગા કેવી રીતે ચાલશે? તમે કેઈને નમસ્કાર કરશે તે સારું પરંતુ જો તમે જ તિરસ્કાર કરશે તે તમને કોણ નમસ્કાર કરશે? તેથી મનુષ્ય એવું ઈચ્છે કે જેવી અપેક્ષા અમે બીજા પાસેથી રાખીએ છીએ તેનું આચરણ-પાલન આપણે પોતે જ કરીએ તે જ બીજા પાસેથી આપણે અપેક્ષા રાખી શકીએ. ટૂંકમાં તમને જે ગમતું નથી તેવું આચરણ બીજા પ્રત્યે ન કરવું. आत्मनः प्रतिकूलानि परेषां, न समाचरेत् । આ નિયમ મુજબ તમે વિચાર કરજે કે અમારી ભાષા કેવી હોવી જોઈએ? એક વાત નિશ્ચિત છે કે કલહને ૯૦ ટકા આધાર ભાષા પર જ છે. વચન પ્રયોગ પર જ છે. કલહને જન્મ ભાષાના શબ્દોમાંથી થાય છે. તમે કેવા શબ્દોને પ્રવેશ કરે છે? તમારે બેલવાને આશય અને હેતુ શું છે? તેના પર કલહનો આધાર રહે છે જે તમારા શો ખરાબ હશે, હેતુ ખરાબ હશે તે સમજી લેવું કે બાજી બગડવાની સંભાવના વધારે છે. જે તમારી ભાષામાં વ્યંગ છે, કટાક્ષ છે તે પણ સામેવાળો સમજી જશે અને સંઘર્ષ શરૂ થશે. લાઈટરના દબાવવાથી જ ગેસ આગ પકડી લે છે અને જવાળાઓ પ્રગટવા લાગે છે. આગ લાગવામાં તે ડી વાર પણ લાગે છે. પરંતુ શબ્દોના સંઘર્ષ (ટકરાવા) થી કલહ થવામાં વાર નથી લાગતી. હૃદયદ્રાવક શબ્દ પ્રયોગ બાજી બગાડી નાંખે છે. તમે જુઓ-મહાભારતના મહાયુદ્ધના મૂળમાં નાનું જ કારણ ભાષાના પ્રાગનું હતું. “આંધળાના છોકરાઓ આંધળા જ હોય છે. આવા શબ્દએ કેઈના દિલમાં આગ લગાડી દીધી અને બાજી બગડી ગઈ. આગની જવાળાઓ આસમાને પહોંચવા લાગી. મહાભારતના યુદ્ધનું નિર્માણ થયું અને કરોડો લેકની જાનહાનિ થઈ ગઈ કલહ જ યુદ્ધનું રૂપ ધારણ કરે છે – જ્યારે કયાંય પણ આગ લાગે છે, જો કે તે ઘણા ભયંકર વિકરાળ સ્વરૂપમાં દેખાય છે, પરંતુ આ મેટા વિકરાળ સ્વરૂપનું પણ મૂળ આધાર તો એક નાની ચિનગારી જ છે. એક તણખલું પણ મોટી ભયાનક આગ લગાડી શકે છે. તેવી રીતે બે શબ્દોની વાત પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50