Book Title: Papni Saja Bhare Part 15
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 16
________________ ૬૨૧ કરે છે. તેમાં પણ ક્રોધ-માનમાં તે ઝઘડા વારંવાર થાય છે. આ સ્વભાવ અહીંથી બીજી ગતિમાં જતાં સાથે આવે છે. કદાચ જીવ તિર્યંચ ગતિમાં પશુ-પક્ષીમાં જાય છે તે ત્યાં પણ સાથે આવે છે. ઢષીઓ તે બહારના લોકો સાથે લડે–ઝઘડે છે. પરંતુ કલહશીલ મનુષ્ય તે પિતાના સગા --સંબંધી-સ્નેહી-મિત્ર–પોતાની વ્યક્તિઓ વગેરે સાથે લડશે-ઝઘડશે. - કલહશીલના માટે કેઈપણ વ્યક્તિ, કેઈ પણ સંબંધ બાકાત નથી. આ સ્વભાવ, આજ સંસ્કાર જે પશુ-પક્ષીના જન્મમાં સાથે આવશે તો ત્યાં તે ઘણું વધારે પ્રમાણમાં કલહ છે. તમે જાણે છે કે કબૂતર શાંતિનો દૂત છે. વાત સાચી છે. પરંતુ તમે કયારેક પણ ધ્યાનથી જોયું હશે કે કબુતર પણ પરસ્પર ઝઘડે છે. એક બીજાની ચાંચ ઘાયલ કરી દે છે ઘણી મોટી પાળી કે છત હોય તે પણ તે તેમાં એકલા બેસવાનું પસંદ કરે છે. બીજા કોઈના અસ્તિત્વને તે સહી શકતા નથી. ઘણી વખત ચકલી પણ બીજી ચકલી જોડે ઝઘડે છે. ઘણી વખત તે ચકલી દર્પણમાં પિતાના પ્રતિબિંબને પણ અન્ય ચકલી સમજીને તેની જોડે ઝઘડે છે માંખીઓ પણ પરસ્પર ઝઘડે છે. તે જ રીતે જંગલમાં પશુ ઝઘડે છે. સાંઢ, બળદ, ગાય, ઘેટા-બકરા બધા પોત પોતાના જાતિ ભાઈ જોડે ઝઘડે છે. ઘેડા, ગધેડા પણ લડે છે વન કેસરી સિંહ, વાઘ ચિત્તા પણ એકબીજા જોડે ઝઘડતા જોવા મળે છે. તથા બીજા છેડે પણ લડાઈ કરતાં જોવા મળે છે. ગમે તે બળીયું હોય પણ જીવની મને વૃત્તિ તો કાર્યશીલ રહે છે. ચારે ગતિમાં કલહ છે સંસારમાં ચાર ગતિ છે–દેવ-મનુષ્ય-નરક-તિર્યંચ આ ચારે ગતિ સંસારમાં ગણવામાં આવી છે. દેવગતિ પણ સંસારચક્રમાં જ આવે છે. ચારે બાજુ કલહ છે તેથી સંસાર છે. અને સંસારમાં બધા છે તેથી સર્વત્ર કલહ છે. તિર્યંચ ગતિમાં જ્યાં જોઈએ ત્યાં મસ્યગલાગલ ન્યાય છે મોટી માછલી નાની માછલીને ખાઈ જાય છે. બળવાન પશુ વન કેશરી–સિંહ વગેરે ઓછા બળવાળા પશુ હરણ, ગાય, ભેંસને મારીને ખાઈ જાય છે. તેવું પક્ષીઓમાં પણ છે. મેટા–મોટા બાજ વગેરે પક્ષીઓ નાના-નાના પક્ષીઓને મારીને ખાઈ જાય છે. ઘણીવાર આપણે જોયું છે કે કઈ સ્ત્રી એક રોટલીને ટુકડે હાથમાં લઈને ઊભી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50