Book Title: Papni Saja Bhare Part 15
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 47
________________ ૬૫૨ સંબંધ નેહાદિને તેડનાર છે. બગાડનાર છે. બે મિત્રો પણ લડતાઝગડતા હોય તે કાળાન્તરે તે પણ એક-બીજાના શત્રુ બની જાય છે. એવી જ સ્થિતિ બે ભાઈ તથા બહેનમાં પણ બને છે. અને માતાપુત્રી, પિતા-પુત્ર, તથા ગુરૂ-શિષ્ય આદિમાં પણ થાય છે, કરહકજીયો ધનને નાશ કરનાર છે. એક પિતાના બંને પુત્રો અહીં મૃત્યુ પછી ધન માલ મિલ્કતની વહેંચણીના નિમિત્તે કેટે ગયા, વર્ષો સુધી કોર્ટમાં ઝગડતા રહ્યા. પરંતુ એને અન્ન ન આવ્યો, મૂડી હાથમાં તે ન આવી પણ તેના કરતા ડબલ પિસા કેર્ટોના કેસો પાછળ ખર્ચાઈ ગયા, પાયમાલ બની ગયા. અને ખાવા-પીવાના પણ વાંધા પડી ગયા. છતાં પણ લડવાનું ન છોડયું. લડતા-લડતા લડવામાં જ ખુવાર થઈ ગયા. ભૂતકાળમાં ચોથા આરામાં બે ભાઈઓના, અથવા રાજા-રાજાના યુદ્ધોમાં પણ ન્યાય નીતિમત્તાનું પાલન થતું હતું યુદ્ધ શું છે? નાના કલહનું મેટું વિશાળ સ્વરૂપ છે. એવા યુદ્ધમાં બે રાજાઓના આંતરિક ખટરાગ, કે સંઘર્ષના નિમિત્તો ફાટી નિકળેલા યુદ્ધોમાં હજારો-લાખની પ્રજા તથા લશ્કર પાયમાલ થઈ જાય છે, ઘણી મોટી મુંવારી વહેરવી પડે છે, પ્રાચીન ઈતિહાસના યુદ્ધોનું વર્ણન સાંભળતા ચક્કર આવી જાય એમ છે. અને વિનાશ લીલાનું તાંડવ નૃત્ય સાંભળતા મહાપ્રલય યાદ આવી જાય છે. ઘણી નગરીઓની નગરીઓ, રાજ્યોના રાજ્યનું આજ અસ્તિત્વ પણ નથી રહ્યું, વિચાર કરો કેટલા ભયંકર યુદ્ધો સર્જાયા હશે ? દેશ અને રાષ્ટ્રના નક્ષાઓ જ બદલાઈ ગયા છે. આ ધરતીએ કેટલું લોહી પીધું હશે? એને વિચાર કરે! આ બધું કલહનું વિકરાળ સ્વરૂપ છે. હકીકતમાં કલહ એ અવિવેક-અવિનયનું પરિણામ છે. જે વિનય વિવેકનું પુરેપુરું પાલન કરાયું હોત તે કલહ ભભકવાનું કારણ જ ન રહેત. પરન્તુ ક્રોધ–ક્રોધ સામે–સામે ટકરાય છે, માન-માન સામે સામે અથડાય છે અને જોત જોતામાં કલહ-કંકાસ વધી જાય છે. જેમ બે પત્થર અથડાય છે અને અગ્નિના તણખલા ઝરે છે અને તેમાંથી વિકરાળ આગ પણ ભભૂકી ઊઠે છે. એવી જ રીતે અથડાયેલા કોધાદિ કષાયોને શબ્દોના તણખલાથી ભયંકર કલહ પ્રગટ થઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50