Book Title: Papni Saja Bhare Part 15
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 30
________________ ૬૩૫ નારદ વૃત્તિમાં કલહ નારદજીનું નામ બધા સારી રીતે જાણે છે અને હિંદુ ધર્મમાં ચોવીશ અવતારમાં નારદજીને પણ અવતાર માનવામાં આવ્યું છે. પરંતુ નારદજીનું કાય જ એ છે કે એકની વાત બીજાને કહેવાની. અને બીજાની વાત પાછી એક જણને કહેવાની ! અહીંની વાત ત્યાં અને ત્યાંની વાત અહીં કરીને એકબીજાને લડાવવાના-ઝઘડાવવાના. એ નારદજીની કલા હતી. તેથી નારદી વૃત્તિ-નારદના નામથી જ પ્રચ. લિત થઈ ગઈ છે. શ્રી કલ્પસૂત્રમાં દસ અડેરાના પ્રસંગનું વર્ણન કરતાં પાંચમું અચ્છે (આશ્ચર્યકારી ઘટના)–શ્રી કૃષ્ણનું અપરકકામાં ગમન થયું એ બતાવ્યું છે. એના વર્ણનમાં લખે છે કે–મહાભારતનો સમય હતો. પાંડેના ઘેર એક દિવસ નારદજી આવ્યા. ત્યારે પાંડવોની પત્ની દ્રૌપદીએ અસંયતી જાણીને તેનું યથોચિત પૂજન–સકાર ન કર્યું. કોધી અષિ નારદને આ અપમાન જેવું લાગ્યું. મનમાં ગુસ્સે થયા અને વિચાર્યું કે હવે હું પણ દ્રૌપદીને આની મજા ચખાડીશ. નારદજીએ આ ચેજનાને સફળ કરવા માટે દ્રૌપદીનું એક અત્યંત કામોત્તેજક મોહ પમાડે તેવું ચિત્ર બનાવ્યું અને ઘાતકી ખંડના ભરત ક્ષેત્રમાં રહેલા અપરકંકા નામની નગરીના અત્યંત મહાકામી રાજા પક્વોત્તરને તે ચિત્ર બતાવ્યું અને દ્રૌપદીના અદભૂત રૂપ-સૌંદર્યની પ્રશંસા કરીને રાજાને કામસુક કર્યા. રાજા પક્વોત્તરે દેવની સહાયતાથી દ્રૌપદીનું અપહરણ કરાવ્યું અને પિતાના રાજ્યમાં રાખી. આ ઘટનાથી પાંડવ અને શ્રીકૃષ્ણજી વગેરે ચિંતાગ્રસ્ત થઈ ગયા. ક્યાંય પણ દ્રૌપદીને પત્તો જ લાગતું , તે બધા શેાધી–શેાધીને થાકી ગયા હતા. એટલામાં ઋષિ નારદ પણ ત્યાં પહોંચ્યા અને કહ્યું કે દ્રૌપદીનું અપહરણ પક્વોત્તર રાજાએ કર્યું છે અને તે ઘાતકીખંડના ભરતક્ષેત્રની અપરકંકા નગરીમાં રહે છે. આ સમાચાર સાંભળીને શ્રીકૃષ્ણજી વગેરે યુદ્ધને માટે તૈયાર થઈ નીકળી પડયા. દૈવી સહાયથી બે લાખ યોજન વિસ્તારવાળા લવણ સમુદ્રને પાર કરીને રાજા પક્વોત્તર સાથે ભયંકર યુદ્ધ કર્યું. પરંતુ પ્રબળ શક્તિશાળી પટ્વોત્તર રાજાએ પાંડને પરાસ્ત કર્યા. અંતે શ્રીકૃષ્ણએ નરસિંહનું રૂપ લઈને શત્રુ રાજાને હરાવી દીધે. દ્રૌપદીના વચનની રક્ષાના હેતુથી તેને જીવિત છેડી દીધા. શ્રી– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50