Book Title: Papni Saja Bhare Part 15
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 24
________________ ૬૨૯ કલેશના કારણે જ સંસાર છે– તમને પૂછવામાં આવે કે સાધુ મહારાજ સંસારમાં છે કે સંયમમાં ? તેને જવાબ ના છેકરે પણ સહેલાઈથી આપી શકે છે. તે પણ કહે છે કે સાધુ મહારાજ સંસારમાં ચેડા છે? ના, ના, તે તે ત્યાગી–તપસ્વી-સંયમી છે. પરંતુ એવભૂત નયની દ્રષ્ટિથી ઉપાધ્યાયજી યશવિજયજી વાચક વાસુપૂજ્ય સ્વામી ભગવાનના એક સ્તવનમાં લખે. કલેશે વાસિત મન સંસાર, કલેશ રહિત મન હેય ભવપાર, જો, વિશુદ્ધ મન ઘર તમે આયા, તો પ્રભુ અમે નવ નિધિ રિદ્ધિ પાયા.. જેનું મન કલેશ-કષાય-કલહથી વાસિત છે તે સમજી લેવું કેતે સાધુ હોવા છતાં પણ સંસારી જ છે. સંસારમાં જ છે. ભલે બહા-. રથી સાધુ વેષ ધારણ કર્યો પણ હોય તે પણ ફાયદો શું ? કલેશ-. કલહની વૃત્તિ કષાય વધારે છે અને કષ–સંસાર, અને આય–લાભ અર્થાત્ જેનાથી સંસારને લાભ થાય, સંસાર વધે તે કષાય કહેવાય. છે. તેથી જેનું મન કલેશ-કલહમાં ભમે છે તે સંસારમાં ગણાય છે. અને સાચા અર્થમાં જે કલેશ રહિત મનવાળા બની ગયા હોઈએ તે. તેને ભવપાર કહ્યું છે જે કલેશ-કષાય-કલહથી બચી શકે છે તે. સંસારની વૃદ્ધિથી બચી જાય છે એમ સમજવું. તેને બેડો ભવરૂપી. સમુદ્રથી પાર ઊતરી જાય છે. આથી કહ્યું કે – હે પ્રભુ! આવા અત્યંત શુદ્ધ મનમાં અર્થાત્ કલેશ-કષાય-કલહ રહિત મનમાં હે પ્રભુ! આપ આવે તે સમજીએ કે નવ નિધિ-રિદ્ધિ બધુ હુ પામ્યો છું. તેથી મન શુદ્ધિને માટે અને ચિત્તની શાંતિ માટે પણ કલહથી બચવું અનિવાર્ય છે. કલહથી સુખ-શાંતિ નાશ પામે છે – દંત કલહ ઈમ જેને થાય, તે દંપત્તીને સુખ કુણ થાય? સાચું જ કહ્યું છે કે જે દંપત્તિના જીવનમાં કલહ હંમેશને થઈ ગયે છે ત્યાં સુખ-શાંતિ ક્યાંથી રહેશે? દંપત્તિ-અર્થાત્ પતિ–પનીની વાત અહીંયા એટલા માટે લેવાઈ છે કે–પતિ-પનીમાં જ અધિક પ્રેમ હોય છે. પ્રેમને સારો સંબંધ હોવાથી દંપત્તિનું ઉદાહરણ અહીં લીધું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50