Book Title: Papni Saja Bhare Part 15
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 12
________________ ૬૧૭ ભયંકર યુદ્ધનું વાતાવરણ ઊભું કરી દે છે. અતિહાસિક સેંકડો યુદ્ધોનું મૂળ તપાસવા જઈએ તે પ્રાયઃ તેમાં પણ સામાન્ય નાની વાત જ જોવા મળે છે. ભારત અને બાહુબલિ અને એક જ પિતાના પુત્ર હતા છતાં કેટલું લડયા? કેટલા વર્ષો સુધી લડ્યા? કેટલું ભયંકર યુદ્ધ ચાલ્યું? ૧૨ વર્ષના યુદ્ધમાં કેટલા મર્યા? મગધના સમ્રાટ શ્રેણિક સાથેના યુદ્ધમાં પણ કેટલાને નાશ થયે? અને યવનેના રાજ્યકાળના યુદ્ધમાં કેટલે નાશ થયે? યુદ્ધ તે નાશ કરવાનું જ કામ કરે છે. તેવી રીતે આખી દુનિયામાં જ્યાં જ્યાં પણ યુદ્ધો જોઈએ ત્યાં કે નાશ થયે છે? કેટલે વિનાશ થયે છે? પછી તે યુદ્ધ હિટલરનું હોય અથવા સીઝરનું હોય, અથવા લેનિન-મુસોલિન, ચર્ચિલનું હોય અથવા કેઈનું પણ હેય. વિયેટનામ અને વિયતકેગનું યુદ્ધ ૧૨ વર્ષ ચાલ્યું. આજે પણ ઈરાન-ઈરાકનું યુદ્ધ ચાલી રહ્યું છે. કેટલા વર્ષો વીત્યા? છતાં પણ ચાલી જ રહ્યું છે. વારંવાર આપણને એ અનુભવ થાય છે કે બે શબ્દો કે બે વાક્યોની વાત કલહનું કારણ બની જાય છે અથવા જમીન પણ કારણ બને છે. ગુજરાતીમાં કહેવત છે કે-“જર-જમીનને જેરૂ, એ કજીયાના છે.” ગુજરાતીમાં કલહને “કજિ' કહે છે. કજીયાના મુખ્ય ત્રણ કારણે બતાવ્યા છે. જર–અર્થાત ઝવેરાત, ઘરેણાં દાગિના વગેરે અને જમીન તથા જેરૂ એટલે પત્ની એ ત્રણે કલહના કારણ છે. આમ તો પરિસ્થિતિનું અવલોકન કરીએ તો ઝગડે શા માટે થાય છે? કઈ વાતોને લઈને થાય છે? અને વાતની પાછળ કઈ વસ્તુ કારણભૂત છે? વારંવાર ભાઈ-ભાઈને વચમાં થતા ઝગડા અને પિતા-પુત્ર, માતા-પુત્ર વગેરેની વચ્ચે થતા ઝગડાનું મુખ્ય નિમિત્ત કારણ ધનસંપત્તિ, પૈસા, જમીન અને પત્નિ બને છે. પ્રાયઃ આના માટે જ ઝગડા થતા હોય છે. પિતાના મૃત્યુ પછી તેમની સંપત્તિને ભાગ પાડવામાં ત્રણ–ચાર ભાઈઓ વચ્ચે ઝગડા થઈ જતા હોય છે. ન્યાય તે એ છે કે બધા ભાઈઓ સમાન હકવાળા છે, સમાન ભાગી. દાર છે તેથી એકસરખે ભાગ પાડીને વહેંચી લેવો જોઈએ. પરંતુ માયા. -લેવિશ તેઓ કંઈક જુદું જ કહેવાને ઈચ્છતા હોય છે. લોભવશ તે એવું કહે છે કે હું જ બધું લઈને દાબી દઉં, ખાઈ લઉં, બીજાને ન આપું. બસ! અહીંથી જ કલહના બીજ વવાય જાય છે. હવે વર્ષો સુધી તેઓ લડતા-ઝગડતા જ રહે છે. એકના મનમાં દબાવવાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50