Book Title: Papni Saja Bhare Part 15 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh View full book textPage 7
________________ ૬૧૨ પતિ – અરે! અવિનયી-અવિવેકી તું મારી સામે મનમાં આવે તેમ બોલવા માંડે છે. બાપના નામ પર ગાળ આપે છે? પતિને ખૂબ જ ગુસ્સો આવ્યો. નજીકમાં પડેલા પત્થરને ઉપાડીને પત્નીના માથા પર ફેક. પત્નીનું માથું ફૂટી ગયું, લેહી વહેવા માંડ્યું અને તે મૃત્યુ પામી. એક બાજુ જ્ઞાનની આશાતના અને બીજી બાજુ અમર્યાદિત ક્રોધમાં ગાળો આપીને કલહ વડે પાપકર્મ બાંધીને અને મરીને વરદત્ત અને ગુણમંજરી બન્યા. પતિ-પત્નીના વચમાં ઝગડાનું અને જ્ઞાનાવરણીયકર્મ બાંધવાનું કેવું ફળ મળ્યું કે બને મૂંગા બહેરા જમ્યા. સંબંધમાં સંઘર્ષ– કલહ પ્રાયઃ સંબંધોમાં થાય છે. પિતા-પુત્ર, માતા-પુત્ર, માતાપુત્રી, સાસુ-વહુ, પતિ-પત્ની, ભાઈ–ભાઈ, કાકા-ભત્રીજા, સસરા–જમાઈ વગેરે ભિન્ન-ભિન્ન સંબંધમાં જ સંઘર્ષ થાય છે. જો કે અપરિચિત અજ્ઞાન લેકોની વચ્ચે પણ ક્યારેક-ક્યારેક આવું નિમિત્ત કારણ મળવાથી ઝગડે વધી શકે છે. છતાં પણ વારંવાર સંબંધની વચ્ચે સંઘર્ષનું પ્રમાણ વધારે રહે છે. પત્ની-પુત્ર–સાસુ-વહુની વચ્ચેના સંધર્ષ તે એવું લાગે છે જાણે સમુદ્રની લહેરેની જેમ અવિરત ચાલુ જ રહે છે. કેટલાક પરિવારમાં તે આજે પણ એવું જોવા મળે છે કે લડાઈ-ઝગડા વગરને એક પણ દિવસ ખાલી નથી જતે. સંબંધની વચમાં સંઘર્ષને વાર જ નથી લાગતી. વાત થતાંની સાથે જ ઝગડો થઈ જાય છે. કેમ કે એક તરફ સંબંધની આત્મીયતા છે. સ્નેહ-પ્રેમ-રાગ-મેહ છે. તેથી ઘણું વખત મર્યાદાને પાતળે પડદો સંઘર્ષની અંદર જલદીથી ફાટી જાય છે. વારંવાર પિતા-પુત્રમાં ઝગડે તે જોવા મળે છે. આવા મનુષ્ય રસ્તામાં ચાલતા કોઈ પણ રાહદારીની સાથે લડી-ઝગડી નથી શકતા. સંબંધમાં સંઘર્ષ સહેલો રહે છે. સાહજિકતા રહે છે “રિપવિચારવજ્ઞા' ની કહેવતની જેમ છે. અર્થાત્ અત્યંત પરિચયથી અતિશય પરિચયથી અવજ્ઞા થવાની સંભાવના વધારે રહે છે. સંઘર્ષની ભાષા કલહમાં પ્રાયઃ અસભ્ય ભાષાને જ વ્યવહાર વધારે જોવા મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50