Book Title: Papni Saja Bhare Part 15 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh View full book textPage 3
________________ १०८ આ અભ્ય તર ભાવ પાપકર્મ દ્રવ્ય પાપને પ્રદીપ્ત કરે છે, પ્રજવલિત કરે છે. કલહથી લઈને (૧૧ થી ૧૭ સુધી) માયા મૃષાવાદ સુધીના છ વ્યવહાર પાપસ્થાનકેને ક્રોધાદિ છ ભાવ પાપોનું પીઠબળ મળે છે. તેની સહાયતાથી કલહ વગેરે પાપ પ્રજવલિત થાય છે. કલહ વગેરે પાપ વ્યવહારમાં નિમિત્તરૂપે ઉત્પન્ન થાય છે. પરંતુ તેની પાછળ બળતણનું કામ આ ક્રોધાદિ કરે છે. તેથી વ્યવહાર પા૫રથાનકેનું સંચાલન ભાવ પાપસ્થાનકોના હાથમાં છે. અહીં સુધી શકયતા છે કે દ્રવ્ય અને ભાવ અને પાપસ્થાનકના મિશ્રણથી અને તેઓની મદદથી વ્યવહાર પાપસ્થાનક ઉભા રહે છે. અને ટકે છે, દા. ત. જેવી રીતે દ્રવ્ય પાપસ્થાનકમાંથી બીજુ મૃષાવાદ લઈએ અને ભાવ પાપસ્થાનકમાંથી આઠમું “માયા” લઈએ. આ બન્નેના મળવાથી (મિશ્રણથી) સત્તરમું માયામૃષાવાદનું પાપસ્થાનક ઊભું થાય છે. એવી રીતે કલહ, અભ્યાખ્યાન, પિશુન્ય, રતિ- અરતિ, પર-પરિવાદ, માયા-મૃષાવાદ આ બધામાં ક્રોધાદિ અત્યન્તર પાપથાનક મિશ્રિત છે, મળેલા છે. અભ્યન્તર ભાવ પાપની માત્રા વ્યવહાર પાપમાં છે, આથી કલહ વગેરે બળવાન બને છે. જેવી રીતે ગાડીમાંથી પેટેલ ખલાસ થઈ જાય તે ગાડીનું ચાલવું શકય નથી તેવી રીતે ક્રોધાદિ વગર કલહ વગેરે થવો શકય જ નથી. કલહમાં કષાયોની કારણુતા – કલહને અર્થ છે ઝગડો. આ કલહમાં મૂળભૂત કારણ કષાયે છે. બધા કષાયે સાથે મળીને અથવા સ્વતંત્ર રૂપે કલહમાં ચોક્કસ રીતે નિમિત્ત કારણ બને છે. કયારેક કલહમાં ક્રોધ વધારે ભાગ ભજવે છે તે કયારેક-કયારેક માન, માયા અથવા લેભ, અથવા રાગ-દ્વેષ પણ કલહમાં નિમિત્ત કારણ બની શકે છે. માની વ્યકિત અપમાનિત થાય છે ત્યારે પણ કલહ ઉત્પતિની શકયતા છે. માયાવી તે આમ પણ કલહશીલ હોય છે અને લેભી માણસને તે ઝગડો કરવામાં વાર જ નથી લાગતી. આમ રાગ-દ્વેષ પણ કલહને મૂળ આધાર છે. સંભવ છે કે તમારા મનમાં એ પ્રશ્ન ઉભો થાય કે જ્યારે ક્રોધમાન-માયા-લભ-રાગ-દ્વેષને સ્વતંત્ર રૂપે જુદા-જુદા પાપસ્થાનક રૂપે ગણાવ્યા છે તે પછી કલહને જુદું સ્વતંત્ર પાપસ્થાનક ગણાવવાની શું આવશ્યકતા હતી? સાચી વાત છે. તમારે પ્રશ્ન સાચે છે. પરંતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 50