________________
૧૧૪
છે. અશ્રદ્ધાના રૂપે એમાં મિથ્યાત્વ તો રહેલું જ હોય છે. જ્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી મિથ્યાત્વના પાપને આશ્રવ માર્ગ તો ખુલે જ હોય છે. તેથી રાગ-દ્વેષ ને મુખ્ય ભાવ કર્મ કહ્યાં છે. તેઓ તે કમના મુખ્ય બીજ છે.
જેમાં બહારના નિમિત્તાની પ્રબળતા અને પ્રધાનતા હોય છે તે બાહ્ય પાપ છે. એમાં હિંસા, જૂઠ, ચેરી, પરિગ્રહ વગેરેમાં દ્રવ્ય, ધન, પૈસા, જમીન વગેરે અનેક વસ્તુઓની પ્રધાનતા રહે છે. મૈથુન આ સંબંધી પાપ છે. કલહ, પશુન્ય પર પરિવાર એ બધા પાપ દ્રવ્યાદિની વિશેષતાથી થાય છે માટે તે દ્રવ્ય પાપ કે બાહા પાપ છે. નિંદા, આરોપ, ચાડી-ચુગલી વગેરે માટે બહારના નિમિત્ત ચેતન કે અચેતન દ્રવ્ય કારણભૂત છે. પહેલે પ્રાણાતિપાત પાપનું સ્વરૂપ
આટલી પૂર્વભૂમિકાથી હવે આપને પાપ તત્વની સમજણ પડી ગઈ હશે. હવે આપણે આ અઢારેય પાપને વિસ્તારથી વિચાર કરીએ. ૧૮ પાપ સ્થાનોમાં જેને સૌથી પહેલાં ક્રમ છે. તે છે “પ્રાણાતિપાત”-પ્રાણાતિ– પાત શબ્દની વ્યુત્પત્તિ જોઈએ. પ્રાણાતિપાત=પ્રાણાતિપાત “અતિ” ઉપસર્ગ સાથે પાત એટલે તોડવું–પાડવું ભળે એટલે અતિપાત શબ્દ બને. ને પાડવાનું ? પ્રાણને તોડવાને–પાડવાને એટલે પ્રાણાતિપાત. હવે પ્રશ્ન થાય કે પ્રાણ શું છે? કેટલા છે એમ તો પ્રાણ શબ્દથી કેઈ અજાણ નથી. સૌ કોઈ પ્રાણ શબ્દ સમજે છે. સામાન્ય રીતે શ્વાસોશ્વાસને અને આ ચને પ્રાણ તરીકે ઓળખવામાં આવે છે. તે શું આ જ પ્રાણ છે કે બીજા કઈ છે? આવા પ્રાણનો વ્યાઘાત કે વિનાશ કરે તે પ્રાણાતિપાત છે. આપણી ચાલુ ભાષામાં તેને હિંસા કરવી, વધ કરે, કે મારવું એમ કહેવામાં આવે છે. આગમાં પણ તેના વિવિધ નામો જણાવવામાં આવ્યા છે. જેમ કે હિંસા, ઘાત, વિરાધના, સંરંભ, સમારંભ, આરંભ વગેરે પ્રશ્ન વ્યાકરણમાં તો તેના સમાનાર્થક લગભગ ૩૦ નામ આપવામાં આવ્યા છે. પ્રાણેની હિંસા, વધ કરે, મારવું વિરાધના, કરવી વગેરેને પ્રાણાતિપાત કહે છે.
આ હિંસાને પ્રાણાતિપાત નામનું પહેલું પાપ ગણવામાં આવે છે. કેની હિંસા-જીવ હિંસા. જીવ વિરાધના. આ પાપની સામેની વાત છે. જીવદયા, જીવ રક્ષા આ પુણ્ય ધર્મ છે. એગ્ય રીતે કહેવાય છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org