________________
૧૩૬ તેને જવું જ પડે. તે પ્રશ્ન થાય છે કે જીવ કયાં જાય છે ? આ જન્મમાં કરેલાં તેનાં કર્મો અનુસારની ગતિ-જાતિમાં બીજા શરીરમાં તેને જવાનું થાય છે, ત્યાં નવું શરીર બનાવીને તે રહે છે, અને ત્યાં અગાઉ જે આયુષ્ય કર્મ બાંધ્યું હોય તે પ્રમાણે તેટલા સમય સુધી જીવ એ શરીરમાં રહે છે. મૃત્યુ અને હિંસાઃ
આમ દસ પ્રાણોને સંપૂર્ણ વિગ અથવા જીવ અને શરીરને વિચોગ એ મૃત્યુ કહેવાય છે. આજ મૃત્યુ જ્યારે કઈ કારણ વિના થાય છે ત્યારે તે સ્વભાવિક મૃત્યુ કહેવાય છે. પરંતુ જ્યારે મૃત્યુ કોઈ બીજાને કારણે, કેઈના નિપજાવવાથી થાય છે ત્યારે તે હિંસા કહેવાય છે. આપણે મરવું અને મારવું એ બન્ને શબ્દનો તફાવત સારી રીતે જાણીએ છીએ. એમને એમ મેત થઈ જાય એ સહજ મૃત્યુ છે પણ જાણે સમજીને જીવન ટુંકાવી નાંખીને, તને આમંત્રણ આપવામાં આવે તેને આત્મહત્યા કહેવામાં આવે છે.
જે આજ મૃત્યુ બીજા કેઈ દ્વારા કે બીજાના મારવાથી થાય તે તે તે હિંસા છે, વધે છે. એ પ્રાણાતિપાતનું મહાપાપ છે. દ્રઢ પ્રહારીએ એક સાથે ચાર હત્યા કરી –
મર કહેતા પણે દુઃખ હવે રે, મારે કિમ નવિ હોય હિંસા ભગિની અતિ બૂરી રે, વૈશ્વાનરની જેય રે !
શ્રીમાન્ મહોપાધ્યાય યશોવિજયજી અઢાર પાપસ્થાનોની સજઝાય લખતાં કહે છે કે અરે! મર, મરીજા-તું હવે મરી જવાનો એવા શબ્દ પણ માણસ સાંભળી શકતું નથી અને તેને દુઃખ થાય છે તે પછી મારવાની ક્રિયાથી, વધથી તેને કેટલું દુઃખ થાય ? હિંસા કેટલી ખરાબ વસ્તુ છે ! એ કોધની ભયંકર જવાળા જેવી છે સળગતી આગ સમાન છે.
એકજ પ્રહારથી એક ઘાથી કેઈના પણ બે ટુકડા કરી નાંખનારે દઢ પ્રહારી હતું. તેને ઘા કયારેય ખાલી નહિ જડે. એવો નિર્દય અને ફૂર હિંસક દ્રઢ પ્રહારી એક દિવસ પોતાના સાથી રે સાથે એક બ્રાહ્મણને ત્યાં ચોરી કરવા ગયો. ઘરમાં ચોરવા જેવું કંઈ હતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org