________________
૧૩૯
અને પ્રાયશ્ચિત પણ ચાલતું રહે. એક વાર–બે વાર-અરે? દસવાર એમ પ્રાયશ્ચિત થયા જ કરે અને પાપ પણ ચાલ્યા જ કરે. હવે સર્વથા પાપ નથી કરવું એ તીવ્ર ભાવ તો કયારેય નથી આવતો. આમ પાપ અને પ્રાયશ્ચિતનું ચક્ર ચાલ્યા જ કરે છે. એ જ રીતે પાપ અને પ્રતિક્રમણનું છે. માણસ નથી પાપના વિષયમાં ગંભીરતાથી વિચાર કરતો કે નથી પ્રતિકમણના વિષયમાં અને ક્રિયા કમબદ્ધ ચાલ્યા જ કરે છે. આ સ્થિતિમાં પ્રતિકમણ નિરસકિયા બની જાય છે. જડ કિયા બની જાય છે. કિયા પછી કેવળ ક્રિયા જ રહી જાય છે. એમાંથી સક્રિયતા તૂટી જાય છે. પ્રાયશ્ચિતમાં કે પ્રતિક્રમણમાં પાપ ફરીથી ન કરવાને દ્રઢ ભાવ હવે જોઈએ. ફરીથી પાપ ન કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. આ પ્રકારને ભાવ જ ક્રિયાને જીવંત સાધના બનાવે છે, સરસ પ્રક્રિયા બનાવે છે. કુલ પરંપરાગત પાપેને ત્યાગ –
કેટલીક વખત જે કુળમાં જન્મ થયે હોય તે કુળના ધંધા વેપાર પરંપરાગત ચાલે છે અને બાપ-દાદાના ધંધામાં છોકરાઓ-પૌત્રે વગેરે જોડાય છે. જે ધંધાએ પાપના હોય તે પુત્ર અને પૌત્રોએ એમાં જોડાવું ન જોઈએ. કષ્ટ વેઠીને છોકરાઓએ ધંધામાંથી નીકળી જવું જોઈએ. અને બને તે આખાય પરિવારને આવા પાપપ્રાધાન્ય ધંધામાંથી બચાવી લેવું જોઈએ.
કાલસૌ કરિક નામને એક કસાઈ રાજા શ્રેણિકના જમાનામાં હતે. તે રેજના ૫૦૦ પાડા મારવાને બંધ કરતા હતા અને સાથે સાથે જ ભગવાનની દેશના પણ સાંભળવા જતો હતે. છતાંય તે મિથ્યાત્વી અને અભવી જીવ ઉપર તેની કંઈ અસર થતી નહિ. એક વખત મહારાજા શ્રેણીકે તેને પાણી વગરના કૂવામાં ઉતાર્યો કે જેથી એક દિવસ માટે પણ તે ૫૦૦ પાડાની હત્યાને પાપથી બચી જાય. કૂવામાં પડવા છતાંય તેણે છેવટે માટીમાં હાથની રેખાઓ દોરીને પણ પાડા બનાવ્યા અને પછી તલવારથી વધ કરતે હેય તેમ હાથથી તેમને કાપતે ગયે. આમ શારીરિક રીતે હિંસા ન કરી શકે ત્યારે તેણે માનસિક રીતે પણ પાડાઓને વધ કર્યો. તેથી પાપ મૂળ તો વૃત્તિમાંથી ખસવું જોઈએ. વૃત્તિમાંથી પાપ ખસે તે પછી પ્રવૃત્તિમાંથી પણ તે હટી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org