Page #1
--------------------------------------------------------------------------
________________
ાણાતિપાત
કલહ
માત
મષાવાદ
પરિવાદ
माया
અભ્યાખ્યાન
અદાદાન
માયાતૃષાવાદ
પપૂછ્ય
મિથ્યાત્વ
શક્ય
મૈથૂન
boo
લોભ રાગ
૦ પ્રવચનકાર
પૂ.આ.શ્રી સુબોધસૂરિ મ. 611 facial
પૂ. મુનિરાજ શ્રી અલૈંગવિજય મ.
પાપ ? સજા ભારે
C:
મનુષ્ય ગતિ ! જીવ
દ્વિઅર્ચત
પરિગ્રહ
द्वेष
દેવત
કાકાત.
વિચરતિ
વિ. સ. ર૦૦પ ઘાર હિંસાનું મહાપાપ તા. ૩૦-૭-૮૯
વાડે લઇ ૧૩
(૩)
રવિવાર
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રાણાતિપાત=હિંસા પાપ
વેસિરિપુ મારૂ મુલ-મા—સ સા—વિશ્વમૂબારૂં ટુર્—નિક ધનાર્', બટ્ટારસ વાવ-ટાળારૂ ||
પ.પૂ. પરમાદરણીય પરમશ્ર ધ્યેય આરાધ્યદેવ ચરમ તીર્થંપતિ શ્રમણ્ પરમાત્મા શ્રી મહાવીર સ્વામીના ચરણારવિંદમાં નમસ્કારપૂર્વક :
46
સંથારા પરિસિ” સૂત્રમાં આ ફ્લેકમાં એવા ભાવ દર્શાવવામાં આવ્યા છે કે-પ્રાણાતિપાત થી મિથ્યાત્વ શલ્ય સુધી બતાવવામાં આવેલ અઢાર પાપ સ્થાન મેાક્ષ માગની પ્રાપ્તિમાં અંતરાય કરનાર છે. આ પાપા માક્ષમા રૂપ ધર્મતત્ત્વનાં ઘાતક છે, અવરોધક છે અને તેના ફળસ્વરૂપ દુગતિમાં લઇ જનારાં છે. નરક અને તિર્યંચ ગતિરૂપ ક્રુતિનું આયુષ્ય બંધાવનારાં આ અઢાર પાપસ્થાનક છે જે સાધક મુમુક્ષુએ છેડી દેવાં જોઈએ-વાસિરાવી દેવાં જોઈએ. ધમ પ્રાપ્તિમાં પાપમુકિત જ સહાયક કારણ છે. આ અઢારેય પાપાને સમાવેશ મન વચન-કાયાની અશુભ પ્રવૃત્તિમાં થાય છે.
મન-વચન-કાયાથી થતાં અઢાર પાપ—
(૧) મન-ક્રોધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષ, રતિ અરતિ, મિથ્યાત્વશલ્ય, મૈથુન પરિગ્રહ,
(૨) વચન~મૃષાવાદ, કલહ, અભ્યાખ્યાન, વૈશુન્ય, પરપરિવાદ, માયામૃષાવાદ મિથ્યાત્વશલ્ય, ક્રોધ, માન, માયા, લેાભ, રાગ, દ્વેષ. અદત્તાદન, કલહુ રતિ-અરતિ મૈથુન,
(૩) કયા–પ્રાણાતિપાત, પરિગ્રહ આદિ.
આમ તે; અઢારે પ્રકારનાં પાપા મન-વચન અને કાયાના યાગથીજ થાય છે પણ જે જે પાપમાં જેની જેની પ્રધાનતા છે, પ્રખળતા છે તે લક્ષમાં રાખીને આ વિભાગીકરણ કરવામાં આવ્યું છે, મન વચન કાયાની અશુભ પ્રવૃત્તિના ક્ષેત્રમાં આ અઢાર પાપમાં પ્રવૃત્તિ થાય છે. એજ રીતે સારી-શુભ પ્રવૃત્તિમાં પુણ્યના માર્ગોમાં પણ પ્રવૃત્તિ થઈ શકે છે. છેવટે તેા. આ ત્રણ પાપ જ છે, પણ કર્યાં તે આત્માજ છે. આત્મા પેાતે ધારે તે આજ સાધનેાના સદુપયેગ કરી શકે છે દુરુપયોગ પણ કરી શકે છે.
૧
Page #3
--------------------------------------------------------------------------
________________
૧
૦
૧૦૨ સાપનો ભય માટે કે પાપને ભય માટે ?
એક વૃદ્ધ સજજન રસ્તા ઉપર જઈ રહ્યા હતા. તેમની પાછળથી એક યુવકે બૂમ પાડી -“શેઠજી! –શેઠજી! આપની પાઘડીમાં સાપ છે.” સાપનું નામ સાંભળતાં જ શેઠ ગભરાઈ ગયા અને પાઘડી માથા ઉપરથી ઉતારીને રસ્તા ઉપર ફેંકી દીધી. શેઠ વિચારવા લાગ્યા એમ થયું હશે કે બંટી ઉપરથી પાઘડી લઈને પહેરી તે તે સમયે એમાં સાપનું બચ્ચું રહી ગયું હશે. શેઠ બોલ્યા- “અરે ભાઈ ! તું ગમે તે હોય તને મારા લાખ લાખ વંદન. તારે આભાર તે મને બચાવી લીધે.” એમ કહીને શેઠ યુવાનને પગે પડવા લાગ્યા.
થોડાક દિવસ પછી એવો જ પ્રસંગ પડે કે શેઠ આગળ ચાલતા હતા અને પાછળ પાછળ એ જ યુવાન ચાલતું હતું. તેણે બૂમ પાડી “અરે, એ–શેઠજી ! તમારી થેલીમાં પાપ છે પાપ–અરે, રે ! આ શું શેઠજી ! થેલી ફેકી દો.” શેઠજીએ સાંભળ્યું અને સાંભળતાં જ ચી ઉઠયા. ચારીને માલ, સોનાના દાગીના થેલીમાં છુપાવીને તેના ઉપર થોડાક શાકભાજી મૂકયાં હતાં અને શેઠ જઈ રહ્યા હતા. ચતુર યુવાને ઘણુંબધું કહી નાખ્યું હતું. યુવાન જે પાસે આવ્યું કે શેઠે પગમાંથી જોડે કાઢો અને તેને મારવા દોડયા. યુવાન છે –“શેઠજી ! તે દિવસે સાપ બતાવ્યો ત્યારે મારે પગે પડવા લાગ્યા અને આજે તમને સાપથી ચ મેટું પાપ બતાવી રહ્યો છું ત્યારે મને જૂતાથી મારવા આવે છે! જરા વિચારો તે ખરે કે સાપ મેટ કે પાપ મોટું ? સાપ કરડે તો એક વાર મરવું પડે પણ પાપને કારણ તે જન્મ જન્મ મરવું પડે, રેવું પડે. શેઠજી ! વિચારી જુઓ કેણ મેટું ? સાપ–કે પાપ ?” અઢાર પા૫ સ્થાનની કમની મીમાંસા
આ અઢારેય પાપસ્થાનકોને સૂત્રરૂપે લખવામાં જે ક્રમ જાળવ્યું છે તેના ઉપર જે સારી રીતે વિચાર કરીએ તો તેમાંય રહસ્ય લાગે. સૌથી પહેલાં પ્રાણાતિપાત-હિંસાને ક્રમ રાખવામાં આવે છે. જે અઢારેય પાપોને એક જ પાપમાં સમાવેશ કરે છેાય તે તે ફકત હિંસામાં જ થઈ શકે. હિંસા પોતે જ એક એવું વ્યાપક–પાપસ્થાન છે કે તેનાં માનસિક-વાચિક અને કયિક વગેરે ભેદમાં બાકીનાં સત્તર પાપની ગંધ આવે છે. તેથી બીજા પાપમાં રહેલી માનસિક હિંસાને કારણે તે તે પાપને છેડવાની વાત કરવામાં આવી છે.
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૦૩
ઉદાહરણ તરીકે જોઈએ તેા જુહુ' ખેલવામાં, ચારી કરવામાં કે મૈથુન સેવનમાં માટી હિંસા રહેલી છે. આરભ-સમારભની હિંસાથી જ પરિગ્રહ-સંગ્રહનુ પણ નિર્માણ થાય છે. તે જ રીતે ક્રોધાદિના પરિણામ રૂપ ર્હિંસા અને કલહ-ઝગડા વગેરેનાં પરિણામમાં પણ હિંસાની સભાવના દર્શાવવામાં આવી છે તેથી તેમાં કહેવામાં આવે છે કે ßિÖસા સર્વ પાપની જનેતા છે.” એમ આગળ આગળનાં પાયામાં પાછળ પાછળનાં પાપાની સ'ભાવના રહેલી છે. ખીજામાં પહેલાંની, ત્રીજામાં પહેલાના એની, ચેાથામાં પહેલાંના ત્રણની એ રીતે ઉત્તરોઉત્તર આગળનાં પાપેામાં પાછળનાં પાપેાની સંભાવના રહેલી છે. મિથ્યાત્વી જીવ પછી કયા પાપને છેડવાના? એમ જોઈએ તે એક પછી એક વધારે ને વધારે મોટા સ્વરૂપે પાપ જોવામાં આવે છે. જો માનવ જીવનની દિનચર્માં--તેના જીવન વ્યવહાર જોઈએ તે એમ લાગે કે માણસ સવારે ઊઠે ત્યારથી સાંજે સૂવા જાય ત્યાં સુધીમાં તેા તે અઢારે પાપાથી લેપાઈ જાય છે. તેથી રાજે પાપાની ક્ષમાપના કરીને શુદ્ધ થવાનેા ભાવ રાખવા જોઈએ.
પ્રતિક્રમણમાં પાપાનો ક્ષમાપના
પ્રતિક્રમણની વિધિમાં પાપકમાંની યાદી જરૂર ખેલવામાં આવે છે અથવા જે આવશ્યક ક્રિયાએ કહેવાય છે. તેમાં (૧) સામાયિક (૨) ચાવીસ જિનેશ્વરાની સ્તવના (૩) વંદના (૪) પ્રતિક્રમણ (પ) કાચે સંગ (૬) પચ્ચક્ખાણ કરવામાં આવે છે, જે લેાકેા જૈન કહેવડાવતા હેય તેમણે પ્રતિક્રમણ સહિત છ આવસ્યક ક્રિયાઓ જરૂર કરવી જોઈએ. એવાં પ્રતિક્રમણ પણ છે. કરેલાં પાપની ક્ષમાપના કરીને પાપથી પાછા હડવાની ક્રિયા એ જ પ્રતિક્રમણ છે. અતિ-ક્રમણનું પ્રતિ-ક્રમણ ‘ક્રમ’ ધાતુ ગતિના અથ માં છે. ‘અતિ’ ઉપસર્ગ છે. મર્યાદાનું ઉલ્લંઘન કરીને ન કરવા ચેાગ્ય જે ક્રિયા થઇ હાય તેમાંથી પાછા હઠવાની ક્રિયાને પ્રતિ. ક્રમણ્ કહેવામાં આવે છે. પ્રતિક્રમણ એટલે પાપાથી પ.છા હઠવાનું. “ મેં આ પાપ કર્યુ છે” એમ જાતાં જ એ પાપમાંથી છૂટકારો મેળવવા તુરત જ એ પાપની ક્ષમાપના કરીને પછી આગળ ઉપર પાપ ન કરવાની પ્રતિજ્ઞા કરીને પાછા ફરવાને! હેતુ, પ્રતિક્રમણના મુખ્ય હેતુ છે.
..
આપે પ્રતિક્રમણ કર્યુ* પણ હશે, જોયું પણ હશે, પ્રતિક્રમણમાં ધમ-પુણ્યના વિચાર નથી. એમાં તેા પાપના વિચાર છે. ચાવીસ તીર્થં‘કર ભગવાનાની સ્તુતિ કરીને પ્રતિક્રમણના પ્રારંભ કરવામાં આવે છે.
Page #5
--------------------------------------------------------------------------
________________
૧૦૪
" सव्वरसवि देवसिअ दुच्चि तिअ दुब्भासिअ
.
એટલે કે દિવસનાં મે મનથી જે કઈ ખરાબ વિચાર કર્યાં હોય, વાણીથી જે કઈ ખરાખ માલ્યા હાઉ અને શરીરથી જે કંઈ પાપ કર્યુ હાય તે બધાના મિચ્છામિ દુક” એટલે કે ક્ષમાપના. મારાં એ બધાં પાપ મિથ્યા થાએ. આ ભાવનાથી પ્રતિક્રમણના પ્રારંભ કરવામાં આવે છે અને પછીથી આગળનાં અઢારેય પાપાને યાદ કરવામાં આવે છે. સભામાં એક વ્યક્તિ અઢારે પાપાની યાદી વાંચે છે કે એલે છે અને બધા ધ્યાનથી સાંભળે છે. આમ પાત પેાતાનાં પાપને યાદ કરીને ગુરુ સમક્ષ ક્ષમાપના કરવી એ જ પ્રતિક્રમણ છે. તેથી પ્રતિક્રમણમાં પુણ્ય કાર્ય નું સ્મરણ કરવાનુ... નથી હેતુ. પણ પાપ ત્યાગનું પ્રતિક્રમણ થાય છે.
दुच्चिट्ठिअ मिच्छामि दुक्कडं "
C
પાપ ત્યાગ ધર્મ છેઃ
((
ધર્મ'નુ' સ્વરૂપ વિધેયાત્મક અને નિષેધાત્મક એ પ્રકારનુ છે. જેમાંક ઈ કરવા ચેગ્ય છે, કંઈ કરવાપણું રહે છે તે વિધેયાત્મક ધમ` છે. જેનામાં પરમાત્માની આજ્ઞા છે, જેમકે પરમાત્માની આજ્ઞા છે. આ કરેા તેમ કરેા. તેથી કહેવાય છે. બાળા ધમો’– પરમાત્માની આજ્ઞામાં ધમ છે. આજ્ઞા બે પ્રકારે હાય છે. આમ કરવાનુ અને આમ નહિ કરવાનું. જે કરવા ચેાગ્ય નથી તે ન કરવું તે પણ ધર્મ છે. આમ સર્વજ્ઞ ભગવંતની આજ્ઞા અને પ્રકારે છે વિધેયાત્મક અને નિષેધાત્મક અધમના પ્રકારે :
“ ડિસિદ્ધાળું જરને, જિવાબમારને કિામનું । असणे अ तहा, विवरीय परुवणाए अ || "
જેના નિષેધ કરવામાં આવ્યે છે તે કરવું તે અધમ છે. જે કરવા જેવુ' છે તે ન કરવું, શ્રદ્ધા ન રાખવી, વિપરીતનુ` પ્રતિપાદન કરવુંએટલે કે વસ્તુનુ' જે સ્વરૂપ છે તેનાથી અવળી વાત ખતાવવી. આમ ચાર પ્રકારે અધમનું સેવન થાય છે. પાપ લાગે છે. આજ્ઞા ભંગ થાય છે. નિષેધાત્મક ધર્મીના સ્વરૂપમાં આ અઢાર પાપ સ્થાનાના સેવન કે આચરણ ન કરવાની આજ્ઞા છે. પાપને ત્યાગ એ સૌથી પહેલું કરવા જેવું છે. પાપના ત્યાગ કરવા એજ ધર્મોની ભૂમિકા છે. ધમને
Page #6
--------------------------------------------------------------------------
________________
૧૦૫
અનુરૂપ પાત્રતા નિર્માણ કરવાની તૈયારી છે. આ અઢારેય પાપના નિષેધરૂપ ધર્મનું સ્વરૂપ જોઈએ. અઢાર પપ સ્થાનક
પાપ ત્યાગરૂપ ધર્મ (૧) પ્રાણાતિપાત-હિંસા
(૧) અહિંસા-દયા (ર) મૃષાવાદ–અસત્ય
(૨) સત્ય (૩) અદત્તાદાન–ચોરી
(૩) અસ્તેય–દત્તાદાન (૪) મૈથુન–અબ્રહ્મ
(૪) બ્રહ્મચર્ય (૫) પરિગ્રસ્તુ-મૂરછ
(૫) અપરિગ્રહ-દાન-મમત્વ ત્યાગ (૬) ક્રાધ
(૬) ક્ષમા ધર્મ (૭) માન-અભિમાન
(૭) નમ્રતા, વિનય (૮) માયા–છળ-કપટ
(૮) ઋજુતા, સરળતા (૯) લાભ-તૃષ્ણા
(૯) સંતેષ, તૃપ્તિ (૧૦) રાગ-સ્નેહ
(૧૦) વિરાગ, વૈરાગ્ય (૧૧) દ્વેષ–તિરસ્કાર
(૧૧) સભાવ, મૈત્રી (૧૨) કલહ, ઝગડો
(૧૨) સમતા, શાંતિ (૧૩) અભ્યાખ્યાન
(૧૩) ગુણાનુરાગ (૧૪) પશુન્ય-ચાડી-ચુગલી (૧૪) ગુણાનુવાદ (૧૫) રતિ–અરતિ, હર્ષક (૧૫) સમત્વભાવ, તટસ્થભાવ (૧૬) પરિપરિવાદ, નિંદા (૧૬) પરપ્રશંસા, સ્વનિંદા (૧૭) માયા-મૃષાવાદ
(૧૭) નિષ્કપટતા (૧૮) મિથ્યાત્વ શલ્ય (અશ્રદ્ધા) (૧૮) સમ્યક્ત્વ, સમ્યગ શ્રદ્ધા
આ રીતે ધર્મ કરતા પહેલાં, અધર્મ ન આચરવાની, પાપ ન કરવાની પ્રતિજ્ઞા બહુ જરૂરી છે. આજકાલ લોક ધર્મનાં કાર્યો તો થાય છે પણ પાપને ત્યાગ થતું નથી–જીવન પાપથી ભરેલું છે. પાપ કરતાં કરતાં પણ આપ ધર્મ કરતા જાવ એમ તેણે કહ્યું? દર્શન-પૂજા–જાપ વગેરે કરતા જાવ અને હિંસા-જૂઠ-ચોરી પણ કરતા જાવ એમ કેણે શિખવાડયું?
પ્રશ્ન – તો શું દર્શન-પૂજા- જાપ વગેરે ન કરવાં ?
અરે ભાઈ! શું શું ન કરવું તેની ચર્ચા તે હમણુ કરી છે. કરવા ગ્ય કાર્યો તો અવશ્ય કરવાં જોઈએ. દશન-પૂજા વગેરે અવશ્ય કરવાનાં છે. પરંતુ સાથે સાથે જે અકૃત્ય છે તેને ત્યાગ પણ
Page #7
--------------------------------------------------------------------------
________________
૧૦૬
કરવે! જોઈએ. પાપ નાનું પણ હશે છતાંય તમારા માટા ધર્મ ઉપર કલંક લગાડશે. આપના પુણ્યકાર્ય ની પણ નિંદા થશે, તેથી પાપ ત્યાગની પ્રથમ આવશ્યકતા છે,
કાના ડર છે ?
આપણને કોના ભય છે? પાપના કે પાપ કરતાં કોઈ જોઈ જાય તેના ? ખરેખર તેા આપણને પાપ જાહેર થઈ જાય તેને જ મોટો ભય હાય છે. એક શક્તિશાળી અળવાન માણસ પણ પેાતાનું નાનુ પણ પાપ કેાઈ જોઈ નય. તેનાથી ડરે છે. તેને ભીતિ રહે છે કે કયાંક મારી પેાલ ખુલ્લી ન થઈ જાય. આ રીતે મેટ પણ નાનાથી ડરે છે.
અર્થાત્ એક વાત નકકી થઈ ગઈ કે આપ પાપથી ડરતા નથી, આપ પાપ ભીરુ નથી. પાપ કરતાં કાઈ નેઈ જાય, જાણી જાય તેના આપને ભય છે. માને કે કેઈ જોનાર ન હેાય તે તમે પાપ કરી નાખેા ને? જો કાઈ શ્વેતુ ન હોય તે માણસ પાકીટ તફડાવી પણ લે છે, ચારી કરી નાખે છે, હિંસા અને દુરાચાર પણ કરે છે, પાપ અધારામાં એકાન્તમાં થાય છે ઃ
સામાન્ય રીતે પાપ અંધારામાં કાઇ દેખતું ન હેાય એવા સજો..માં થાય છે. કેટલીયવાર અધકાર થતાં કે એકાન્ત મળતાં જ પાપના ખરામ વિચાર આવવા લાગે છે. એમ કેમ થાય છે? કારણ કે આપણે અંધારામાં પાપ કરવાની ટેવ પાડી છે. અંધારુ... પાપ કરવામાં સહાયક છે. રાતમાં કે એકાંતમાં, હિંસા, ખૂન, લૂટફાટ વગેરે ખરાબ કાર્ય થાય છે, અસામાજિક તત્ત્વા એવા સમયના લાભ લઈને જ લૂંટફાટ, અળાત્કાર, વ્યભિચાર આદિ કરી લે છે. આવાં તત્ત્વે કઇ પણ પાપ વ્યવહાર કરતા પહેલાં એ ખાત્રી કરી લે છે કે કોઈ જોતુ તે નથી ને ? નહિ તેા પછી એકાંત મળે કે અંધારુ થાય તેની તે રાહ જુએ છે. પાપની સજા ભારે
આપ જરા ગભીરતાથી વિચારો કે કેઈ દેખે કે ન દેખે તેનાથી શુ ફરક પડવાના છે ? છેવટે કમ` સત્તાના ઘરમાં કંઈ અંધારુ' નથી. 'તે પાપની સજા તા ભારે છે, પાપ કેાઈ દેખે કે ન દેખે તેનાથી પાપની સજામાં વધારો કે ઘટાડા થતા નથી. પાપ એ પાપ જ રહે છે.
Page #8
--------------------------------------------------------------------------
________________
૧૦૭
પાપ કર્મો છે અને આંધેલુ કમ' અવશ્ય ભાગવવુ' પડે છે. ભલેને કરાડી વર્ષોં વીતી જાય પણ કરેલાં કર્માંની સજા તેા ભેગવવી જ પડે છે. એમાં કેાઈ વિકલ્પ નથી, કેાઈ છૂટકારા નથી. ભગવાન મહાવીરના, સત્યાવીસ ભવની પરંપરા જોઇએ. મરીચિના ત્રીજા ભવમાં જે નીચ ગેાત્ર કમ અંધાયુ' હતું તેની સજા તરીકે ભગવાનને ૧૪ ભવ સુધી યાચક કુળમાં જન્મ લેવા પડા અને છતાંય તે ખલાસ ન થયું તેથી અ ંતિમ ૨૭મા ભવમાં દેવાનંદાની કુખમાં જવુ પડયું. માકી રહેતુ. કમ ભગવાને ત્યાં ૮૨ દિવસ સુધી ભાગવ્યું.
એ જ રીતે ૧૮મા ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં શય્યાપાલકના કાનમાં ધગ ધગતુ શીશું ટાળ્યુ હતુ. અને એવાં જે અનેક પાપા કર્યા હતાં તેના પરિણામે ૧૯મા ભવમાં તેને સાતમી નરકે જવું પડ્યું. છતાંય કરેલા પાપની સજા પુરી ભેગવાઈ ન હતી તેથી ૨૭મા ભવમાં મહાવીરના કાનમાં ખીલા ઠેકાયા. વિચારા કે ભગવાન મહાવીર જેવાની
આ દશા થઈ તે આપણી શું દશા થશે ? ભલેને ગમે એટલાં વર્ષો વીતી જાય, ગમે એટલા ભવ થઈ જાય તા પણ બાંધેલા નિકાચીત પાપ કનુ ફળ તેા અવશ્ય ભાગવવુ જ પડે તેથી તે ભગવાને તેમના ઉપદેશમાં સર્વ પ્રથમ પાપના ત્યાગ કરવાનું કહ્યું. દુઃખથી બચવુ હાય તેા પાપથી અચવું પડશે.
ધમ ચાગ્ય પાત્રતા :
સસારમાં ચાચતા-પાત્રતા બધે જ ોવામાં આવે છે. જીવનભર મહેનત કરીને ભેગી કરેલી ૫ કે ૧૦ લાખની મૂડી છે।રાને સાંપવાની હાય તે શું ખાપ તેની ચૈાન્યતા કે પાત્રતાના વિચાર નહિ કરે ? તમારી ક:ન દેવિશાળ કરવાનું ય તે તમે સામાવાળા યુવડની પાત્રતા નથી જેતા ? સસારમાં—લેક વ્યવહારમાં બધે જ ચાગ્યતા-પાત્રતા જોવામાં આવ છે. અરે, ખેડૂત પારામાંનું ખીજ વાવતા પહેલાં જમીનની ચકાસણી કરે છે. તા જરા વિચાર કરો કે આટલા મહાન સર્વાંગ વીતરાગ પરમાત્માના ધને માટે પાત્રતા કે ચેાગ્યતા ન જોવી પડે? આપ તમારા અ ંતર માને પૂધ્ધ જુએ કે આવા વીતરાગ પ્રભુની પૂજા ભક્તિ કરવા માટે મારી પત્રતા છે ? હું આ ધર્મ માટે લાયક છું કે નાલાયક ?
જ્ઞાની મહાત્માએએ પાત્રતાના માપ દંડ મતાવતાં કહ્યું છેકે જે આત્મા પાપ ભીરુ છે, ભવ ભીરુ છે, પાપથી ડરનારા છે, સસાર વૃદ્ધિને
Page #9
--------------------------------------------------------------------------
________________
૧૦૮
જેને ભય છે તે આત્મા ધમ માટે યાગ્ય પાત્ર છે. તેથી આપણે પ્રથમ પાપભીરુ અને ભવભીરુ મનવાનુ છે. પાપથી ડરા પાપ જોઇ જનારથી નહિ. પાપ ખરાબ છે, પાપને જોનારા ખરાબ નથી. સ'ભવ છે પાપને જોનારા ભલે માણસ પણ હાય અને તે આપણને પાપથી બચવાની વાત સમજાવે અને પાપથી બચાવે પણ ખરા. છેવટે પાપભીરુ આત્માના જ સંસારથી છૂટકારો થવાને સભવ છે. પુણ્ય-પાપની ચતુભ‘ગી
પુણ્ય-પાપના ચાર ભેદ પડે છે. કોઈ પુણ્યના ઉદયમાં નવા પાપ કરે છે તે કોઈ પ.પના ઉદયમાં નવું પુણ્ય ઉપાર્જિત કરે છે એમ આ રીતે ચાર પ્રકારે ચતુર્ભાગી બને છે. (૧) પુણ્યાનું ખંધી પુણ્ય. (૨) પાપાનુ બધી પુણ્ય. (૩) પુણ્યાનુ અધી પાપ (૪) પાપાનુ બધી પાપ. (૧) પુણ્યાનુબંધી પુણ્ય :
ગયા જન્મના શુમ પુણ્યના આધારે આજે સુખ સપત્તિ વગેરે હાય અને આ જન્મે મતિ-બુદ્ધિ-ભાવના પણ સારી હાય, જેથી જીવ ધમ ભાવનાનુસાર દાન, પુણ્ય અને દેવગુરુ ધર્મની આરાધના દ્વારા નવા પુણ્યનું પશુ ઉપાર્જન કરતા હોય. જેમકે ગયા જન્મના ગેાવાહના પુત્ર સુપાત્રે દાન કરીને મુનિ મહાત્માને ખીર વ્હારાવીને બીજા જન્મમાં શાલીભદ્ર બન્યા અને અમા ધન સ ંપત્તિના માલિક થયે અને શાલીભદ્રના ભવમાં પણ બહુ દાન વગેરે કરીને નવું પુણ્ય ઉપાન કર્યુ. આમ પુણ્યના ઉદય નવા પુણ્યનું ઉપાર્જન કરાવે તે પુણ્યાનુ ખંધી પુણ્ય.
(ર) પાપાનુંબંધી પુણ્યઃ—
જે પુણ્યના ઉદય પછી નવાં પાપ કર્માંના અંધ પડે તે પાપાનું અંધી પુણ્ય કહેવાય. ગત જન્માની ધર્મ આરાધનાથી પુણ્ય સાર અધાયું હોય અને તેના પરિણામે સારી ધન સપત્તિ મળી હાય પણ તે હિંસા, જુઠ, ચારી, શિકાર વેશ્યાગમન જેવાં પાપકમાંમાં ખર્ચાતી હાય અને નવાં પાપ ખશ્ચાતાં હૈાય તે તેને પાપાનુ બંધી પુણ્ય કહેવાય. મમ્મણ શેઠે પૂર્વ જન્મમાં સાધુને લાડુ વ્હેારાવીને પુણ્ય ખાંધ્યું અને તેના ફલસ્વરૂપમાં અઢળક ધન સપત્તિ ખીજા જન્મમાં પ્રાપ્ત કરી પણ સુનિ મહારાજ પાસેથી લાડુ પાછા લેવાની પ્રવૃત્તિ અને ચેષ્ટાને પરિણામે તેની વૃત્તિ કૃપણ બની ગઈ અને એ રીતે પાપનું પણ ઉપાર્જન કર્યું".
Page #10
--------------------------------------------------------------------------
________________
૧૦૯
13:
期
g444g引爆国14-4 ad
199
wei
..
人、对立的。
-
---
mem
त्रिीमदेव भवन
四世同时
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૧૦
(૩) પુણ્યાનુબંધી પાપ
ગત જન્મના પાપ કર્મોના ઉદયને લીધે આજે દુઃખી છે પણ યથાશક્તિ ડું પણ દાન વગેરે ધર્મ ક્રિયા કરીને નવા પુણ્યનું ઉપાર્જન કરવું તે ત્રીજો ભેદ છે. જેમકે રોહિણીયા ચેર. એર હોવા છતાંય દીક્ષા લઈને હંમેશને માટે સુખી થાય છે. કાલસીરિક કસાઈને પુત્ર, સુભાષ પાપોદયથી કસાઈના ઘરે જમ્ય હતે પણ હિંસાને ત્યાગ કરીને પુણ્યનું ઉપાર્જન કર્યું. (૪) પાપાનું બંધપાપ
ગયા જન્મના પાપને લીધે બિચાર ઝુંપડપટ્ટીમાં જન્મ્યા હેય, દુઃખમાં હોય અને એવી સ્થિતિમાં જ વળી નવાં ને નવાં પાપ કરતે જ રહે. આ વળી ચેાથો ભેદ છે. જેમકે કાલસૌરિક કસાઈ. પૂર્વનાં પાપકર્મોથી કસાઈને ભવ પામે અને વળી હિંસા કરીને નવાં નવાં પાપ બાંધતા જ રહ્યો. પાપ અને દુઃખની પરંપરા
પુનઃ પાઉં પુનઃ ર, પુનઃ ૬ ૨ પુન: વા ! पुनरेव जननं-पुमरेव मरण, पुनरेव जननी जठरे शयनं ॥
ફરીથી જન્મ, ફરી થી મરણ ફરીથી માતાના ગર્ભમાં ઊંધે માથે મળ-મૂત્રની કેટડીમાં ૯ મહીના લટકવાનું. પછી ફરી જન્મ. વળી પાપ, પાછું એ જ દુઃખ અને જના-મરડ ૨ કી રાજ કરવાનું જેમ કવા ઉપર રેટ ચાલતો જ રહે છે. પાણીની ડેલી ઉપર આવી, ખાલી થઈ નીચે ગઈ ફરીથી ભરાઈને ઉપર આવી. એ જ રીતે બીજમાંથી છોડ, તેમાંથી ઝાડ, વળી પાછું એમાંથી બીજ અને ઝાડ. ઈડામાંથી મરઘી અને મરઘીમાંથી ઇંડું. આમ અનાદિકાળથી કમ ચાલતે જ આવે છે. એમ પાપ અને દુ:ખને કેમ પણ ચાલ્યા જ કરે છે. જીવ
૫ ૫–દુર્ગતિ–પાપ –
દુઃખ – પાપ
દુ:ખ
પા૫
દુર્ગતિ
મરણ
—– જન્મ
—
પાપ
–
દુ:ખ
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૧૧
પાપ કરે છે. તેના ફલસ્વરૂપે દુઃખી થાય છે, વળી પાછુ પાપ કરે છે.. એ જ રીતે જન્મ અને મરણનું પણ ચક્કર ચાલ્યા કરે છે. કરેલાં પાપથી દુર્ગંતિ મળે છે અને એ દ્રુતિમાં દુઃખ ભેગવવું પડે છે અને એ દુઃખમાંથી વળી પાછાં પાપ કર્મો થાય છે. ગત જન્માના પાપ કર્મોને લીધે કોઈ માસ ઝૂંપડપટ્ટીમાં જન્મ્યા અને ત્યાં ચારીને
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૧૨
ધંધે, શરાબને ધંધે વગેરે કરતે રહે છે. એ જ રીતે પાપના ફળ રૂપે કેઈ કસાઈને ઘરે જમ્યો. હવે શું કરવાનો? ઘણું ખરું બાપના એ જ ધંધામાં તે લાગી જવાને. પછી એ જ પાપ, એ જ નરક, એ જ દુગતિ અને દુઃખ એમ અનાદિ-અનન્ત ચક્રમાં જીવ ફસાયેલો રહે છે. કયારે એમાંથી છૂટશે તે કહી શકાય નહિ. ઘાંચીની ઘાણીના અળદની જેમ ફર્યા જ કરવાને. બસ એમ દિશા શૂન્ય ગતિમાં જીવ ભટક્યા જ કરવાને. કેઈએ યોગ્ય કહ્યું છે.
પુન : પાપ પુનઃ દુર ઃ પુના દુાં પુનઃ પં पुन : नरके प्रयाण, पुनश्च गर्भ शयनम् ।। "
કર્મમાં પુણ્ય અને પાપની પ્રકૃતિઓ
૮ કર્મ
'૪ ધાતીકમ
૪ અઘાતી કર્મ
૪ ઘાતક
|
૧
+ –
અંતરાય પ =૪૫ +
જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય
+ ૯ + – –* ૫ પ્રકૃતિ બધી પાપની પ્રકૃતિ છે
૪ અઘાતી કર્મ | ૫ | ૬ | ૭
નામ ગોત્ર વેદનીય
| ૮ આયુષ્ય
.
૧.
કે " , બીક
પાપની પ્રકૃતિ છે. ૩૪ + ૧ + ૧ + ૧ = ૩૭ પુણ્યની પ્રકૃતિ ફંડ + ૧ + ૧ + ૩ = ૪૨
૪૫ ૭ = ૮૨ કુલ પાપની પ્રકૃતિઓ.
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૧૩
પુણ્ય પ્રકૃતિ
કુલ પ્રકૃતિ ૧૦૩
૨
પાપ પ્રકૃતિ
૩૪
هم
આધાતિ કર્મ ૧ – નામ કમ – ૨ – ગોત્ર કર્મ – ૩ – વેદનીય કર્મ – ૪ – આયુષ્ય કમ –
૩૭ ૧
– –
به
| | | |
سه
૩
-
૪૨
૩૭.
કર્મ આઠ પ્રકારના છે. એમાં ચાર ઘાતી કર્મ છે અને ચાર અઘાતી ક છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય મેહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મો છે. એમાં જ્ઞાનાવરણીયમાં પ, દશનાવરણીયમાં ૯, મેહની– ચમાં ૨૬ અને અંતરાયમાં પ એમ બધી ૪૫ પ્રકૃતિઓ છે. જ્યારે નામ, ગોત્ર, વેદનીય અને આયુષ્ય એ ચાર અઘાતી કર્મો છે. એમાં નામ કર્મની ૧૦૩, ગોત્ર કર્મની ૨, વેદનીયની ૨ અને આયુષ્યની ૪ એમ પ્રકૃતિઓ છે. એમાંચ અઘાતી કર્મોમાં નામ કર્મની ૩૪, ગોત્ર કર્મની ૧, વેદનીયની ૧. અને આયુષ્યની ૧, એમ ક૬ પાપ કર્મની પ્રકૃતિઓ છે અને બાકીની ૪૨ પુણ્ય કર્મની પ્રકૃતિઓ છે. આમ જે આઠેય કર્મની વાત કરીએ તો એકંદરે ઘાતીની ૪૫ અને અઘાતીની ૩૬ એમ કરીને ૮૨ પાપની પ્રકૃતિઓ છે. જ્યારે અઘાતી માં ૪૨ પ્રકૃતિ પુણ્યની છે. ઘાતી કર્મની જે ૪૫ પ્રકૃતિ છે. તે તો બધી જ પાપની છે. એમાં કંઈ ભેદ પડતું નથી, જ્યારે અઘાતી કર્મોમાં પાપ અને પુણ્ય પ્રકૃતિને ભેદ પડે છે. જે જીવે સારાં કર્મ કર્યા હોય તો તેના ફળ. સ્વરૂપ તેને ૪૨ પ્રકારે સારું સુખ મળે છે. ૧૮ પાપમાં દ્રવ્ય અને ભાવ પાપ:
જે અઢાર પ્રકારના પાપ બતાવ્યાં છે તેમાં કેટલાંક પાપ તો એવાં છે કે જેને બાદી નિમિત્તોની આવશ્યકતા રહે છે. પરિણામે તે દ્રવ્ય પાપ કે બાહ્ય પાપ કહેવાય છે. કેટલાંક પાપ એવા છે કે જેને માટે બાહ્ય નિમિત્ત ન પણ હોય છતાંય તે સંભવી શકે. એમને અંતરાત્મા સાથે સીધો સંબંધ છે. એમને ભાવ પાપ કે અત્યંતર પાપ કહેવામાં આવે છે. દ્રવ્ય વિના કે નિમિત્ત વિના એ પાપની સંભાવના છે.' આત્માના કષાયાત્મક અધ્યવસાયે જ કે ધ, માન, રાગ કે દ્વેષવાળા હોય .
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૧૪
છે. અશ્રદ્ધાના રૂપે એમાં મિથ્યાત્વ તો રહેલું જ હોય છે. જ્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી મિથ્યાત્વના પાપને આશ્રવ માર્ગ તો ખુલે જ હોય છે. તેથી રાગ-દ્વેષ ને મુખ્ય ભાવ કર્મ કહ્યાં છે. તેઓ તે કમના મુખ્ય બીજ છે.
જેમાં બહારના નિમિત્તાની પ્રબળતા અને પ્રધાનતા હોય છે તે બાહ્ય પાપ છે. એમાં હિંસા, જૂઠ, ચેરી, પરિગ્રહ વગેરેમાં દ્રવ્ય, ધન, પૈસા, જમીન વગેરે અનેક વસ્તુઓની પ્રધાનતા રહે છે. મૈથુન આ સંબંધી પાપ છે. કલહ, પશુન્ય પર પરિવાર એ બધા પાપ દ્રવ્યાદિની વિશેષતાથી થાય છે માટે તે દ્રવ્ય પાપ કે બાહા પાપ છે. નિંદા, આરોપ, ચાડી-ચુગલી વગેરે માટે બહારના નિમિત્ત ચેતન કે અચેતન દ્રવ્ય કારણભૂત છે. પહેલે પ્રાણાતિપાત પાપનું સ્વરૂપ
આટલી પૂર્વભૂમિકાથી હવે આપને પાપ તત્વની સમજણ પડી ગઈ હશે. હવે આપણે આ અઢારેય પાપને વિસ્તારથી વિચાર કરીએ. ૧૮ પાપ સ્થાનોમાં જેને સૌથી પહેલાં ક્રમ છે. તે છે “પ્રાણાતિપાત”-પ્રાણાતિ– પાત શબ્દની વ્યુત્પત્તિ જોઈએ. પ્રાણાતિપાત=પ્રાણાતિપાત “અતિ” ઉપસર્ગ સાથે પાત એટલે તોડવું–પાડવું ભળે એટલે અતિપાત શબ્દ બને. ને પાડવાનું ? પ્રાણને તોડવાને–પાડવાને એટલે પ્રાણાતિપાત. હવે પ્રશ્ન થાય કે પ્રાણ શું છે? કેટલા છે એમ તો પ્રાણ શબ્દથી કેઈ અજાણ નથી. સૌ કોઈ પ્રાણ શબ્દ સમજે છે. સામાન્ય રીતે શ્વાસોશ્વાસને અને આ ચને પ્રાણ તરીકે ઓળખવામાં આવે છે. તે શું આ જ પ્રાણ છે કે બીજા કઈ છે? આવા પ્રાણનો વ્યાઘાત કે વિનાશ કરે તે પ્રાણાતિપાત છે. આપણી ચાલુ ભાષામાં તેને હિંસા કરવી, વધ કરે, કે મારવું એમ કહેવામાં આવે છે. આગમાં પણ તેના વિવિધ નામો જણાવવામાં આવ્યા છે. જેમ કે હિંસા, ઘાત, વિરાધના, સંરંભ, સમારંભ, આરંભ વગેરે પ્રશ્ન વ્યાકરણમાં તો તેના સમાનાર્થક લગભગ ૩૦ નામ આપવામાં આવ્યા છે. પ્રાણેની હિંસા, વધ કરે, મારવું વિરાધના, કરવી વગેરેને પ્રાણાતિપાત કહે છે.
આ હિંસાને પ્રાણાતિપાત નામનું પહેલું પાપ ગણવામાં આવે છે. કેની હિંસા-જીવ હિંસા. જીવ વિરાધના. આ પાપની સામેની વાત છે. જીવદયા, જીવ રક્ષા આ પુણ્ય ધર્મ છે. એગ્ય રીતે કહેવાય છે કે
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૧૫
દયા ધર્મનું મૂળ છે. હિંસા જ બધાં પાપની જનેતા છે. તે જીવ દયા કે જીવ રક્ષા પ્રથમ ધર્મ છે. પહેલા દયા કે પહેલા જ્ઞાન ?
દયા કેની કરવાની છે? જીવોની, તે પછી દયા ધર્મ શું છે એ સમજીએ તે પહેલાં જીવેના વિષયમાં જાણકારી મેળવીએ! જીવ કોને કહે છે? જીવ કેટલા પ્રકારના છે? કયા ક્યા જીવો કઈ ગતિમાં છે? કઈ કઈ જાતિમાં છે? કઈ મેનિના કયા જીવે છે? આ જાણવાની પહેલાં જરૂર છે. જેની ખબર જ નથી તેની રક્ષા કેવી રીતે કરશે ? એની દયા કેવી રીતે રાખશે ? જે પશુ પક્ષીમાં જીવ છે એમ જ ન માનવામાં આવે તે પછી એની દયા કેવી રીતે રખાય? એની રક્ષા કેવી રીતે થાય ? તેથી દશવૈકાલિક આગમમાં કહેવામાં આવ્યું છે કે ના તો ત્યાં પ્રથમ જ્ઞાન અને પછી દયા જેની દયા કરવી હોય તેના વિષે જાણવું જરૂરી છે.
જે ધમ સંપ્રદામાં કે દશનામાં પશુ પક્ષીમાં જીવ છે એમ જ ન બતાવવામાં આવ્યું હોય તો તે દર્શને પછી જીવની રક્ષાની વાત જ કેવી રીતે કરવાના ? દાખલા તરીકે મુસલમાનમાં બકરી ઈદ ના પર્વદિને મોટા પાયા ઉપર ઘર ઘરમાં બકરાંની કતલ કરવામાં આવે છે. શું આવી આજ્ઞા કુરાને શરીફમાં છે કે પયંગર સાહેબે બકરીએની કતલ કરવાની વાત કરી છે? છતાંય આજ સુધી બકરીઓની કતલ કરવાની પ્રથા ચાલી રહી છે. ખ્રિસ્તી ધર્મમાં માનવ ધર્મને ખૂબ મહત્તવ આપવામાં આવ્યું છે પણ પાછી એવી માન્યતાનું એમાં પ્રતિ. પાદન થાય છે કે પશુ પક્ષી એને મનુષ્યને માટે ઉત્પન્ન કરવામાં આવ્યા છે. પ્રાણીઓમાં જાણે જીવ હેતે જ નથી. તેથી એ ધર્મમાં માંસ વગેરે ખાવાને નિષેધ નથી. બાઈબલમાં તે સ્પષ્ટ જણાવાયું છે. તું કયારેય કોઈને મારીશ નહિ” છતાંય જોઈએ તો કેટલાય મોટા પ્રમાણમાં એ સંપ્રદાયના અનુયાયીઓ હિંસા આચરે છે.
આ બાજુ હિંદુ ધર્મની માન્યતા જોઈએ. જગત ઈશ્વરે બનાવ્યું ન છે એવી માન્યતાવાળે આ ધર્મ છે. એક સ્થળે જણાવે છે –
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૧૬
“જ્ઞાર્થ શિવ સૃષ્ટા સ્વયમેવ સ્વમ્ભવા ! '
ચણોઠી મૂળે સર્વ તસ્મા વાડા: ** બ્રહ્માજીએ યજ્ઞના માટે પશુઓનું સર્જન કર્યું છે. યજ્ઞ સારાય વિશ્વના કલ્યાણ માટે છે તેથી યજ્ઞમાં થનારી હિંસા, હિંસા નથી લેતી. વિચાર કરે કે જ્યારે એમ જ માનવામાં આવ્યું કે બ્રહ્માજીએ બધાં પ્રાણુઓનું નિર્માણ યજ્ઞ માટે જ કર્યું છે-તે પછી એમાં ગાય-બળદ ઘેડાને મારવામાં આવે તે તેને મારવામાં પાપ જ ન ગણાય કે હિંસા ન ગણાય.
औषध्यः पशवो वृक्षा स्तिर्यञ्चः पक्षिणस्तथा । यज्ञार्थ' निधन प्राप्ताः प्राप्नुवन्त्युच्छिति पुनः ॥ જે વનસ્પતિ આદિ ઔષધિઓ, બકરાં આદિ પશુઓ, તિર્ય તથા કપિલ વગેરે ચકલીઓ, પક્ષીઓ, વૃક્ષે વગેરેને નાશ જ્યારે યજ્ઞ માટે કરવામાં આવે છે ત્યારે તેઓ મરીને ફરીથી દેવ-ગાંવધ થાય છે એમ ઉચ્ચ યોનિઓમાં જન્મ લે છે. વળી તેઓ એમ પણ કહે છે કે યજ્ઞ યાગાદિ કર્મો માટે પશુ હિંસા કરાવનાર વેદના તાત્ત્વિક અર્થન જાણનાર બ્રાહ્મણે પિતાને તેમજ પશુઓને ઉત્તમ ગતિમાં સ્વર્ગ કે મેક્ષમાં લઈ જાય છે. વિચારો, આ તે હિંદુસ્તાનના હિંદુ ધર્મની વાત છે કે જેમાં શૈવ, વૈશ્નવ, રામાનુજ આદિ સંપ્રદાય આવી જાય છે. જે આ ધર્મોમાં પશુઓને મારવાની વાત હોય અને એમાં હિંસા કે પાપ માનવામાં ન આવતું હોય તે પછી હિંસાથી બચવાની તો વાત જ કયાં રહી ? જે બ્રાહ્મણે ગાયને પવિત્ર માને છે, એનામાં તેત્રીસ કરોડ દેને વાસ છે. એમ માનીને તેના મૂત્રને પણ પવિત્ર માને છે અને ગાયની પૂજા કરે છે. તે જ ગાયને, યજ્ઞ-યાગમાં મારવાને તેમને વધે. નથી. આ બાબતમાં મનું સ્પષ્ટ જણાવે છે કે :
एष्वर्थेषु पशुन् हिंसन् वेद तत्वार्थ विद्विजः । સામા પશ્ચર, મચપુરમાં , તિમ્ ! '
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૧૭
યજ્ઞ-યાગાદિ માટે પશુઓની અલિ આપતા વેદના તાત્ત્વિક અર્થાના જ્ઞાતા બ્રાહ્મણ પેાતાને અને અલિ અપાયેલ પશુઓને ઉત્તમ ગતિ સ્વર્ગ -મૈાક્ષમાં લઈ જાય છે.
વિચાર ! આ તા હિન્દુસ્તાનના હિન્દુ ધર્માંની શાખામાં શૈવવૈષ્ણવ- રામાનુજ આદિ ગણવામાં આવે છે, તેની એવી માન્યતા છે કે વેદ વેદાન્તમાં એવું લખેલ છે અને યજ્ઞ-ચેાગ જે વી ધર્મની ક્રિયાકાન્ડમાં ધર્મીના નામ પર આટલા પશુઓને મારવા-કાપવાની વાત છે તેમાં હિંસા–પાપ–દોષ જેવુ... કશું જ માનતા નથી. પછી તેા હંસાથી ખચવાની વાત જ કયાં રહી ! તે જ બ્રાહ્નણ જે ગાયને પવિત્ર માને છે. તે ગાયમાં તેત્રીસ કરાડ દેવતાઓને નિવાસ માની ગેામૂત્ર ને પણ પવિત્ર માની ગાયને માતા સમજી પૂજા પણ કરે છે. તે જ ગાયની યજ્ઞ-યાગાદિ ધાર્મિક ક્રિયા-કાન્ડમાં હિંસા પણ કરે છે. મનુ પણ આ વિષયમાં સ્પષ્ટ આજ્ઞા દે છે કે
मधुपके च यज्ञे च पितृदैवत कर्मणि । अत्रैव पशवो हिंस्या नान्यत्रैत्यब्रवीन्मनुः ॥
યજ્ઞીય અનુષ્ઠાન મધુપ માં ગાય મારી શકાય છે, ચૈતિષ્ટમયયજ્ઞમાં પશુ વધ કરી શકાય છે, તેમજ માતા-પિતા પાછળની ઉત્તર ક્રિયામાં તેમ જ ધૈવત કાંમાં મહાયજ્ઞ વગેરે અનુષ્ઠાનામાં પશુહિંસા કરવાની છૂટ છે. અન્યત્ર નહિ.
વિચાર કરે કે એક બાજુ ાઈ પણ જીવને ન મારશે! એમ કહેનાર વેદ જ જો પશુ હિંસાની વાત કરે તેા તે કેવી રીતે તક' સંગત રહે ? સ્મૃતિ અને વેદ વેદાન્ત જેવાં ધમ ગ્રંથા જ જો હિંસાના ઉપદેશ આપે અને કહે કે પશુવધરૂપ હિંસામાં પાપ નથી તે। પછી અધમ ગ્રન્થ કાને કહેવા ? પછી તે સ’સારમાં હિંસા કે પાપ જેવી કઈ વસ્તુ જ ન રહી. એના તેા એ અથ થાય કે તેા પછી કેઈપણુ ગમે તેને મારી શકે.
આ રીતે ઈસ્લામ, ખ્રિસ્તી, હિ'દુ વગેરે ધર્મામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપમાં હિંસાનું સમ`ન થાય છે અને તેમના આચાર વ્યવહારમાં હિંસા નજરે પડે છે. તેથી દશવૈકાલિક આગમમાં એમ કહેવામાં આવ્યુ છે.
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૧૮
पठम नाण तओ दया एवं चिठुइ सव्व संजए । अन्नाणी किं काही ? किं वा नाहीइ छेअ पावर्ग ? ॥ પહેલાં જ્ઞાન અને પછી દયા એજ યોગ્ય છે, કારણકે અજ્ઞાની, જીવોના વિષયમાં જાતે જ ન હોય તો પછી તે જીવદયા શું પાળવાને ? જેની રક્ષા કેવી રીતે કરવાને ? તેથી રક્ષા કરવી છે, દયા કરવી છે તે વિષે પહેલાં જ્ઞાન હોવું અત્યંત જરૂરી છે. જીવશાસ–સમસ્ત જીવેની ગણના :
જ બે પ્રકારના છે. મુક્ત અને સંસારી, મુકત છ અકર્મ, અશરીરી, અત્યન્ત સુખી અને અક્ષય સ્થિતિવાળા હોય છે. જ્યારે સંસારી જીવો કર્મયુકત સુખ દુઃખી શરીરવાળા અને જન્મ-મરણ ગ્રસ્ત હોય છે.
સંસારી જેમાં ત્રસ અને સ્થાવર (એકેન્દ્રિય) એમ બે ભાગ પડવામાં આવે છે. સ્થાવરમાં વળી પાછા પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય એમ ભાગ પડે છે.
પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય એમાં સૂક્ષ્મ અને બાદર એમ બબ્બે વિભાગ પડે છે જ્યારે વનસ્પતિકાયમાં પ્રત્યેક અને સાધારણ એમ બે ભેદ પડે છે. વળી પ્રત્યેકમાં બાદર અને સાધારણમાં સક્ષમ અને બાઇર એમ બે પેટા વિભાગો પડે છે.
બીજી બાજુ ત્રસકાય જેમાં વિલેન્દ્રિય અને પંચેન્દ્રિય એમ બે ભેદ છે. એમાં વિકસેન્દ્રિયમાં બેઈન્દ્રિય ત્રણઈન્દ્રિય, અને ચાર ઇન્દ્રિયવાળા જ હોય છે. એ ત્રણેયમાં પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ કરીને છ ભેદો પડે છે.
પંચેન્દ્રિયમાં દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારક એમ ચાર ભેદ છે. તિયચમાં જલચર, સ્થલચર અને ખેચર એમ ભાગ પડે છે સ્થલચરમાં વળી ચતુષ્પદ ઉરપરિસર્ષ અને ભુજપરિસપ એમ ભાંગા થાય છે. એમાં વળી ૧૦ ગર્ભજ પર્યાપતા અને ૧૦ સમૂર્છાિમ અપર્યાપ્તા એમ ૨૦ ભાંગી પડે છે.
દેવમાં મુખ્ય ચાર ભાગ પડે છે ભુવનપતિ ૨૫, વ્યંતર ૨૬ તિષ ૧૦ અને વૈમાનિક, વૈમાનિકમાં કલપન્ન અને કલ્પાતીત
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૧૯
એમએ જાત છે. એમ વળી કલ્પાપન્નમાં ૧૨ દેવલેાકના, લેાકાંતિક અને ૩ ફિલ્મીષિક છે, જ્યારે કપાતીતમાં ૯ ગ્રેવેચક અને ૫ અનુત્તર છે. એ રીતે જોઈએ તા ભુવનપતિમાં બે જાતીએ છે. એમાં ૧૦ અસુરકુમારાઢિ અને ૧૫ પરમાધામી, વ્યંતરની ૨૬ જાતામાં ૮ વ્યંતર, ૮ વાણવ્યંતર, ૧૦ તિય કાભ ક છે.
જ્યારે જ્યાતિષ દેવામાં પચર જાતીના છે અને ૫ અચર જાતી છે. આમ એક દર ૯૯ પર્યાપ્તા અને ૯૯ અપર્યાપ્તા એમ ગણતાં કુલ ૧૯૮ પ્રકારની દેવ ગતિ થાય છે.
મનુષ્ય
મનુષ્યમાં ૧૫ કમાઁ ભૂમિજ છે, ૩૦ અકમ ભૂમિજ છે અને ૫૬ અતદ્વિપજ છે. એમ એકદરે ૧૦૧ પ્રકાર ગભ જ પર્યાપ્તા ના થાય. એ રીતે ૧૦૧ પ્રકાર ગજ અપર્યાપ્તા ના થાય અને ૧૦૧ સમૂચ્છિ ́મના થાય. એમ એકદરે ૩૦૩ પ્રકારના મનુષ્યા થયા.
નરક ગતિ
નરક પૃથ્વીએ સાત છે, તેના નામ અનુક્રમે (૧) રત્નપ્રભા. (૨) શકરાપ્રસા. (૩) વાલુકાપ્રભા. (૪) ૫કપ્રભા. (૫) ધૂમપ્રભા. (૬) તમઃપ્રભા (૭) મહતમઃપ્રભા. આ સાતેય નરક પૃથ્વીઓમાં ઉત્પન્ન થનાર નારકી જીવા કુલ ૧૪ પ્રકારના છે. છ પર્યાપ્તા + ૭ અપર્યાપ્તા = ૧૪ ભેદ.
આપણે ચાર ગતિ જોઈ ગયા. એમાં દેવગતિના ૧૯૮ ભેદ છે. મનુષ્ય ગતિના ૩૦૩ ભેદ્ય છે. ૪૮ ભેદ્ય તિય ચ ગતિના છે અને નરક ગતિના ૧૪ ભેદ છે. આમ સમસ્ત જીવાના કુલ ૫૬૩ ભેદ પડે છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૨૦
જીવ વિજ્ઞાન સમરત છવાની ગણતરી અકમી અશરીરી અના સુખી અક્ષય સ્થિતિ મુક્ત
સંસારી
સકમી સુખી-દુઃખી
સશરીરી જન્મ-મરણ
ત્રસ
સ્થાવર (એકેન્દ્રિય)
પૃથ્વીકાય સૂ. - બાદર
અપૂકાય સૂ. “ બા,
તેઉકાય સૂ. - બા.
વાયુકાય વનસ્પતિકાય ચૂ.. બા. |
૧૧ સ્થાવર પર્યાપ્તા 1 ૧૧ સ્થાવર
૨૨ ભેદ |
પ્રત્યેક -સાધારણ
સૂટબા.
કુલ | બાદર
વિકલેન્દ્રિય
સકલેન્દ્રિય (પંચેનિદ્રય)
બેઈન્દ્રિય
તેઈન્દ્રિય
ચઉરિન્દ્રય ૩ પર્યાપ્તા + ૩ અપર્યાપ્તા = ૬
મનુષ્ય
તિર્યંચ
નોરેક
સ્થલચર
જલચર ગર્ભજ–સં.
ખેચર
ગ, સં.
ચતુપદ
ઉરપરિસ
ભુજપરિસર્પ
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૨૧
ગ. સં. ગ. સં"
ગ. સં. ૧૦ ગર્ભજ-પર્યાપ્યા + ૧૦ સંમૂર્ણિમ અપર્યાપ્તા = ૨૦
- દેવ
ભવનપતિ-૨૫
વ્યંતર–૨૬
જ્યોતિષ–૧૦
વીમાનિક–૩૮
૧૦ અસુરકુમારાદિ
૧૫ પરમાધામી
કોપન
કલ્પાતીત
૧૨ દેવલોક
૯ લોકાંતિક
|
| ૩ કિલ્ટીષિક ' ૯ વેયક ૫ અનુત્તર
વ્યંતર–૨૬
જયોતિષ–૧૦
૮ cતર ૮ વાણવ્યંતર ૧૦ તિર્યંગ જંભક ૫–ચર પ–અચર
૧૦ ૧૦ + ૧૫ + ૮ + ૮ + ૧૦ + ૫ + ૫ + ૧૨ + ૯ + ૩ + ૯ + ૫ =૯૯ ૯૯ પર્યાપ્તા + ૯૯ અપર્યાપ્તા = ૧૯૮ પ્રકાર દેવગતિના
મનુષ્ય
૫૬ અંતંદ્ધિ પેજ
૧૫ કર્મભૂમિ જ ૩૦ અકર્મભૂમિજ ૧૫ + ૩૦ + ૫૬ = ૧૦૧ ગર્ભજ પર્યાપ્તા
૧૦૧ ગર્ભ જ અપર્યાપ્તા ૧૦૧ સંમૂર્છાિ મ ૩૦ કુલ મનુષ્યના પ્રકાર
WWW.jainelibrary.org
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૨૨
૭ નરક ગતિ T | |
| | | રત્નપ્રભા શર્કરા પ્રભા વાલુકાપ્રભા પંકજભા ધૂમપ્રભા તમપ્રભા તમસ્તમપ્રભા
આ સાત નરકભૂમિમાં ઉત્પન્ન થયેલા ૭ નારક પર્યાપ્તા + ૭ નારક અપર્યાપ્તા = ૧૪ નરક ગતિના ભેદ
મનુષ્યતિત - દેવગતિ–૧૯૮ પ્રકારના દેવ
૩૦૩ ભેTLE તિર્યંચગતિir ૨૨+૬+૨=૪૮ નિરકગતિ-નરકના ૧૪ ભેદ ૩૦૩+૧૯૮+૪૮+૧૩=પ૬૩ સર્વજીના કુલ ભેદ
સમસ્ત ૧૪ રાજકમાં અનંત બ્રહ્માંડમાં જેટલા પણ જીવ છે એમની ગણના આ રીતે ટુંકાણમાં ચાર્ટ સાથે બતાવવામાં આવી છે. આમ સંસારમાં પ૬૩ પ્રકારને જીવો છે તેનાથી એક પણ વધારે નથી. આ બધા પ્રકારના જ પિત પિતાના કર્મ અનુસાર ચારેય ગતિમાં પરિભ્રમણ કર્યા કરે છે. જન્મવું-મરવું એક ગતિમાંથી બીજી ગતિમાં જવું એમ કમ અનુસાર ચાલ્યા કરે છે. કયે જીવ કઈ ગતિમાં જઈ શકે છે તેને ખ્યાલ નીચેના ચિત્ર ઉપરથી આવશે.
૨. મનુષ્યનું ચાર્ગે ગતિમાં ૩. તિર્થન્ગનું ચાટૅગતિમાં ગમન
ગમન ૧.ચારગતિ મનુષ્ય દેવ
નજીવન
તિર્થન્મ નરક
- ૪ દેવનું બે ગતિમાં
ગમન
પ.નરકનું બે ગતિમાં ગમન.
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૨૩ ગતિમાં પરિભ્રમણ --
આમ મનુષ્ય, તિર્યંચ, દેવ અને નરક એમ ચારેય ગતિમાં જીવ ભટકયા કરે છે. દેવની ગતિમાંથી જીવ સીધે નરક ગતિમાં નથી જતો. એમ નરક ગતિને જીવ પણ સીધે દેવ ગતિમાં નથી જતો. આ બન્ને ગતિમાં જતા પહેલાં જીવે, વચ્ચે મનુષ્ય કે તિર્યંચ ગતિમાં જવું પડે છે. આ બધું કરાવનાર કેઈ નિયન્તા નથી. જીવ સવયં પોતે જ પિતાનાં પુણ્ય કે પાપ કર્મો અનુસાર સદુગતિમાં-દુર્ગતિમાં જાય છે. દેવ અને મનુષ્યની બે ગતિએ સગતિ છે જ્યારે તિર્યંચ અને નરક એ બે દુર્ગતિઓ છે. સ્વર્ગવાસ કે નરકવાસ :
આમ તે સંસારમાં–લેકવ્યવહારમાં કોઈના મૃત્યુ પછી “સ્વર્ગવાસ” કે “દિવંગત” શબ્દ લખવામાં આવે છે. તો શું કોઈ દુર્ગતિમાં જતું જ નથી? જ્યારે આપણે તે રેજ પશુ, પક્ષી વગેરે યોનીઓમાં અસંખ્ય જીવ જોઈ એ છીએ. તો એ બધા કયાંથી આવ્યા? ખૂબી તે જુઓ કે માતા-પિતા કે કઈ સ્વજનના મૃત્યુ પછી લોકાચારમાં લખવામાં આવે છે કે તેમને સ્વર્ગવ સ થયે અને લોકાચારમાં જ આરુઢ લોકે સામો પ્રત્યુત્તર આપે છે એમાં લખે છે “બહુ ખોટું થયું? આપના પિતાને સ્વર્ગવાસ થયે. સ્વર્ગવાસ તે સારી ગતિ છે. પછી આ કેવી રીતે લખાય? આપણુ લખવાથી જીવને ગતિ મળતી નથી કે નક્કી થતી નથી. જીવ પિત્તે કરેલાં પુણ્ય પાપ, શુભ અને અશુભ કર્મો અનુસાર પોતાની ગતિ પ્રાપ્ત કરે છે.
AJ
મા
आंख नाका - 9 चमडी
15
M.C.
*
*
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૨૪ ૬ પર્યાપ્તઓ –
आहार शरीरिंदिय पज्जति, आणपाण भासमणे । चउ पंच पंच छप्पिय इंग विगला सन्नीऽसन्नीणं ॥
જીવ માત્ર સંસારમાં પોતાનાં કર્મ અનુસાર ગતિ પ્રાપ્ત કરે છે અને યથા તથા ગતિમાં તેનું ઉત્પત્તિસ્થાન નકકી થાય છે. ત્યાં જઈને જીવ તે ગતિ અનુસાર જીવન જીવવા માટે પિતાને જરૂરી ઘડતર કરી લે છે. સંસારી જીવ તે શરીરી છે. શરીર વગર તો જીવ રહી શકતો નથી. તેથી શરીર બનાવવા માટે જીવ જેવો યોનિમાં ઉત્પન્ન થાય છે કે તુરત જ તે નિ અનુસાર આ ડાર ગ્રડણ કરીને પિતાનું શરીર બનાવે છે. જીવને સંસારમાં રહેવા માટે જ પર્યાપ્ત વરતુઓ છે. તેને પર્યાપ્તિએ કહેવામાં આવે છે. શાસ્ત્રમાં આવી છે પર્યાતિઓ ગણાવવામાં આવી છે. (૧) આહાર (૨) શરીર (૩) ઈદ્રિય (૪) શ્વાસેવાસ (૫) ભાષા. (૬) મન બધાં જ પત પિતાની ગતિ અનુસાર થોડા-વત્તા પ્રમાણમાં પર્યાપ્તિઓ બનાવી લે છે.
મન—
ભાષા --
વસ ---—
ઈન્દ્રિય
શરીર
એકેન્દ્રિયને-૪
વિકલેન્દ્રિયને– અને અસંશિને–પ
સંજ્ઞિ પંચેન્દ્રિયને–૬
આહીર –
આમ જીવ સૌથી પહેલાં ઉત્પત્તિસ્થાન-માતાની નિમાં આહાર ગ્રહણ કરે છે આહારના માધ્યમથી તે પુદ્ગલેને પિન્ડ બનાવીને
દારિક શરીરની રચના કરે છે. શરૂઆતમાં તે જીવ ગર્ભમાં માંસના એક લોચા જેવો જ હોય છે પછી ધીમે ધીમે એને વિકાસ થાય છે અને શરીર તેમજ ઇન્દ્રિયનું નિર્માણ કરે છે. જીવ પોતાના કર્મ અનુસાર જેટલી ઈન્દ્રિયવાળ થવાનું હોય એટલી ઇન્દ્રિયનું નિર્માણ કરી લે છે
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૨૫
પછી તે એક હોય, બે હય, ત્રણ હોય, ચાર હોય કે પાંચ હોય. ‘ઈન્દ્રિયેા બનાવ્યા પછી જીવ શ્વાસોચ્છવાસ ગ્રહણ કરે છે. શ્વાસરવાસ પણ વર્ગ છે. પાંચમાં ક્રમે તે ભાષા વગણના પુદ્ગલેને ગ્રહણ કરીને ભાષાની પર્યાપ્તિ પૂર્ણ કરે છે જેથી તે સુખ દુઃખ વ્યકત કરવા માટે યોગ્ય વ્યવહાર કરી શકે. છેલ્લે મનેવગણાના પુદ્ગલેને ગ્રહણ કરી ને તે મનની પર્યાપ્ત પૂર્ણ કરે છે. જેથી તે વિચારી શકે, આમ જીવ માત્રુ ઉત્પત્તિ સ્થાનમાં એાછા વત્તા અંશે આવી ૬ પથતિઓ જાતે જ નિર્માણ કરી લે છે અને તેના દ્વારા જીવને જીવવામાં સહાયતા મળે છે. આ વ્યવસ્થામાં જે તે જીવની જેટલી ઈન્દ્રિય હોય એટલી પર્યાપ્તિ નિર્માણ કરે છે. સંગ્નિ પંચેન્દ્રિય દેવ, મનુષ્ય, નારક અને તિર્યંચના જી ૬ પર્યાતિઓ બનાવી લે છે અને ત્યારે જ તે જીવન જીવી શકે છે. દસમાણ
पणि दि अतिबलूसा, साऊ दस पाण, चउ छ सग अट्ठ । इग दुति चउरिंदीण, असन्नि सन्नीण नव दस य ॥
પ્રાણ દસ પ્રકારના છે. એમાં પાંચ ઇન્દ્રિયાના પાંચ, મન-વચન અને કાયાને એકેક જેને “બલ” કહેવામાં આવે છે. બાકીના શ્વાસેવાસ
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૨૬ અને આયુષ્ય એમ દસ પ્રાણ નવતત્વની સાતમી (૭) ગાથામાં કહ્યા છે.
-
#
Its
છે
As
:
I
!
જેના સંયે.ગથી જીવન જીવવા માટે યોગ્ય અવધા મળે છે અને જેના વિગથી મરણાવસ્થા પ્રાપ્ત થાય છે તેને પ્રાણ” કહે છે. સંસારમાં વ્યવહારથી કઈ પણ શરીરવાળે જીવ પ્રાણ વિના જીવન જીવી શકતો નથી વણ–ગંધ-રસ–પશ—શબ્દ એ ૨૩ વિષયની અનુભૂતિ માટે પાંચ ઈદ્રિની અપેક્ષા રહે છે. વિચારવા માટે મબળની, વાણીના વ્યવહાર માટે વચનબેલની અને પ્રવૃત્તિ માટે, ક્રિયા માટે કાયબલની આવશ્યકતા રહે છે. જીવવા માટે શ્વાસોચ્છવાસની અને જીવને નિશ્ચિત કાળ માટે શરીરમાં રહેવા માટે આયુષ્યની જરૂર છે. આમ જીવન ચગ્ય ૧૦ પ્રાણ છે.
જે કે બધાને દસેય પ્રાણ હોય એ અવશ્યક નથી. કેઈન ઓછા પણ હોય. (૧) એકેન્દ્રિય-પૃથ્વી-અપુઉવાયુ-અને વનસ્પતિકાયના જીવને
ચાર જ પ્રાણ જરૂરી છે, (૨) બે ઇન્દ્રિયવાળા અળસીયા, કૃમિ આદિ ને ૬ પ્રાણ જરૂરી છે.
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૨૭
(૩) ત્રણ ઈન્દ્રિયવાળા-કીડી, મકેાડા, માંકડ. ઈયળ, ધનેળા, જૂ આદિ જીવાને (૭) સાત જ પ્રાણ જરૂરી છે.
(૪) ચઉરિન્દ્રિય જીવા જેવા કે માખી, મચ્છર, ભમરા આદિને આઠ (૮) જ પ્રાણ જરૂરી છે.
(૫) અમનસ્ક અસ'ના પૉંચેન્દ્રિયવેને ૯ પ્રાણ જરૂરી છે. (૬) સન્નિ-સમનસ્ક-૫ ચેન્દ્રિય જીવ-દેવ-મનુષ્ય-નારકી—તિ 'ચ પશુપક્ષી આદિ જીવાને ૧૦ પ્રાણ જરૂરી હાય છે.
આ પ્રમાણે શરીર, (કાયા) શ્વાસેા વાસ, ઈન્દ્રિય અને આયુષ્ય આ ચાર પ્રાણ તે દરેક જીવમાત્રને અનિવાય' રૂપથી હૈય જ છે. પેાત પેાતાના કર્મ અનુસાર ઈન્દ્રિય, ખલ, એછા-વત્તા પ્રમાણમાં મળે છે. આમ આ પ્રાણે! જીવાને સંસારમાં જીવવા માટે ઉપયોગી છે. આ જ પ્રાણાના આધારે જીવ સંસારમાં જીવે છે. પ્રાણધારી પ્રાણી :
બાળા: ચાસ્તિ સ પ્રાળોઃ’
જેને પ્રાણ હોય છે તે પ્રાણી કહેવાય છે. પ્રાણીના અર્થ કેવળ પશુ-પક્ષી નહિ. એમાં બધ! જીવે! સમાવી શકાય છે. દેવ-મનુષ્યાદિ જીવાને પણ પ્રાણુ હાય છે તેથી એ રીતે તે પ્રાણી તા છે જ. ઈન્દ્રિયની દૃષ્ટિએ સસારમાં જીવાને પાંચ વિભાગમાં વહેચવામાં આવ્યા છે. આપણે રાજ ઈરિયાવહીયા સૂત્ર ખેલતી વખતે તેના ઉલ્લેખ કરીએ છીએ.
નિતિયા, વરિયા, તેાિ, વર્ગા; ચા । પ્રાણી (પ્રાણધારી જીવો)
એકેન્દ્રિય એઈન્દ્રિય તૈઈન્દ્રિય ચહરિપ્રિય પંચેન્દ્રિય પૃથ્વી, પાણી અળસીયા,શ'ખાદિ કીડી, મર્કાડા માખી દેવ-મનુષ્ય આદિ. વગેરે મચ્છરાદિ આદિ.. અગ્નિ-વાયુ-વનસ્પતિ-કૃમિ− કેડ-કેાડી જૂ -ઈયળ, ધનેડા, માંકડ, મચ્છર, ભમરા, નારક-પશુ-પક્ષીમાં ગાય-ઘેાડા બકરી, પાપટ, મેના કબુતર, કાગડા આદિ.
આમ સંસારમાં સમસ્ત પ્રાણીઓના સમાવેશ ઈન્દ્રિયાની અપેક્ષાએ પાંચ વિભાગમાં કરવામાં આવ્યે છે. સંસારમાં છઠ્ઠી ઈન્દ્રિયવાળે કોઈ જીવ જ નથી. મનને છઠ્ઠી ઈન્દ્રિય ન કહૈવાય. તે તે અતિન્દ્રિય
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૨૮ છે. સંજ્ઞી પંચેન્દ્રિયોને અવશ્ય મન હોય છે પણ અસંઝિને મન નથી હતું. એ રીતે મનવાળા ને સમાવેશ પંચેન્દ્રિયના વિભાગમાં કરવામાં આવે છે. બીજી બાજુ જોઈએ તે કેઈપણ જીવને એક ઈન્દ્રિયથી ઓછી ઈન્દ્રિય હોતી નથી. આમ સંસારના સકળ જ એકથી માંડીને પાંચ ઈન્દ્રિયવાળા ભાગમાં સમાઈ જાય છે. પ્રાણુ, પ્રાણી અને પ્રાણાતિપાત ઃ
“પઢ ના તો ચા” ને સિદધાત આગમન છે. તે અનુસાર પહેલાં જીવોના રવરૂપ વિષેનું વિવેચન આટલા વિસ્તારથી કર્યું. ત્યાર પછી તેની દયા કરવાનો વિચાર કરી શકાય, બધા જીની રક્ષા કરવી, તેમના પ્રત્યે દયા રાખવી તે ધર્મ છે. તેમની હિંસા કરવી, વધ કરે, તેમના પ્રાણને પ્રાપ્ત કરે વગેરે અધર્મ છે, પાપ છે. દયા પાળવાને અર્થ જ એ છે કે પ્રાણધારીઓનાં પ્રાણની રક્ષા કરવી. બીજી બાજુ તેમના પ્રાણ ટકે તે રીતે આ હાર–પાણી આપવા તથા અન્ય પ્રકારે તેમની સેવા કરવી તે દયા ધર્મ છે. પ્રાણીઓના પ્રાણને નાશ થાય–પ્રાણાતિપાતની ક્રિયા અને હિંસા કહે છે અને તે અધર્મ છે, મહા પાપ છે. પ્રાણાતિપાત પ્રાણની વિરાધના દસ પ્રકારે થાય છે. પ્રતિક્રમણ સૂત્રમાં ઈરિયાવહીમાં તે બતાવવા માં આવ્યું છે. પ્રાણુતિપાતની ૧૦ પ્રકારની ક્રિયાઓ : (૧) મા (fમદત્તા)ઃ લાત વગેરે મારીને ઘાત કરવા (૨) વત્તિયા (વર્તિા ) ધૂળથી ઢાંકી દેવું. (૩) જેસિયા (પિત્ત) જમીન સાથે ઘસવામાં આવે (૪) સંઘારૂચા (સંપાતિ ) પરસ્પર શરીરનું ઘર્ષણ થવું. (૫) સંઘડ્ડિયા (સંક્રિયાઃ ) સ્પર્શથી દુખ પહોંચાડવું. (૬) વરિયાવિયા (પિતા) પરિતાપ કે સંતાપ આપો. (૭) ક્રિસ્ટાચા (ઝામિત્તા ) ખેદ કે વિષાદ ઉપજાવ. (૮) કવિયા (નવરાવિતા)ભય પમાડીને ડરાવીને અતિશય પરેશાન કરવું. (૯) કાળો કાન સરામિયા (સ્થાનાનું સ્થાન મંત્રામિતા ) એક
સ્થળેથી બીજા સ્થળે મૂકવું. (૧૦) કવિયો રવિચા (વિરત ચાપિતાઃ) જીવ અને
શરીરને વિયાગ કરાવ.
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૨૯૯
આમ આવશ્યક સૂત્રના ચોથા અધ્યયનના ઈરિયાવહીયા સૂત્રમાં ૧૦ પ્રકારની હિંસા આવવા-જવામાં થવાની સંભાવના દર્શાવવામાં આવી છે. એકેન્દ્રિયથી પચેદિય સુધીના છામાં વધારે કે ઓછા પ્રાણની સંખ્યા છે. તેમના તે પ્રાણેને વિયેગ, નાશ કે છેદ, અભિહયા વગેરે દસ પ્રકારની ક્રિયાઓથી થવાને સંભવ છે. વળી આ દસે પ્રકારને મન, વચન અને કાયાના યોગેથી થતા ભેદને વિચાર કરીએ તે. હિંસાના પ્રકારની સંખ્યામાં વળી વધારે થઈ જાય, જેમ કે
(૧) માનસિક અભિઘાત આદિથી હિંસા ૧૦ પ્રકારે (૨) વાચિક અભિઘાતાદિથી હિંસા ૧૦ પ્રકારે
(૩) કાયિક અભિઘાતાદિથી હિંસા ૧૦ પ્રકારે ગમના ગમનની ક્રિયામાં હિંસા :
ગમના ગમન એટલે જવું અને આવવું. આ ગામના ગમનની ક્રિયા રસ્તા ઉપર જતાં આવતાં થાય છે. એને ઈયપથિકિ ક્રિયા પણ કહે છે. ‘ઈર્યા એટલે જવું અને “ઈર્યાપથ એટલે જવા આવવાને માર્ગ તેના ઉપર જતાં આવતાં ભિન્ન ભિન્ન પ્રકારના જીની આગળ ઉપર જણાવ્યું તેમ દસે પ્રકારે હિંસા થાય છે. વિરાધના થાય છે. એમાં એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના સઘળા જીની પ્રાણાતિપાતની ક્રિયાથી દસ પ્રકારે વિરાધના થઈ શકે છે અને એને દોષ લાગે છે. છતાંય મુખ્ય સ્થૂળ રૂપે કયા કયા જીની પ્રાણાતિપાતની ક્રિયાના દોષ લાગે છે, એ નીચેની ગાથામાં બતાવવામાં આવ્યું છે. Tછમ વી-મળે, ચામળે, વોરા, ઉત્તિર ! पणग, दा मट्टी मक्कडा संताणा संकमणे ।।
એટલે કે જતાં આવતાં મારાથી ત્રસકાયના પ્રાણીઓનું અતિકમણ થયું હેય, લીલી વનસ્પતિના પ્રાણ ઉપર આક્રમણ થયું હોય કે ઝાકળનું પાણી, સેવાળ, કાચું પાણી, માટી, કીડીઓનાં દર, કડીયા નાં જાળાં વગેરેનું જેમાં પ્રાણ છે એવા ત્રસ સ્થાવર આદિ પ્રાણીઓનું અતિક્રમણ થયું હોય કે વિશેષરુપથી આક્રમણ થયું હોય અને એવા જેને નાશ થયે હોય એ ભાવને ઈર્યાપથિક ક્રિયામાં ઈરિયાવહી સૂત્રથી પ્રગટ કરવામાં આવે છે.
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૩૦
ખીજ કે વનસ્પતિમાં પણ એકેન્દ્રિય જીવ છે. તેના પણ ચાર પ્રાણ હાય છે. એજ રીતે ઝાકળનુ પાણી જે ઘાસ ઉપર મેાતીના દાણાની જેમ ચમકતુ હાય છે તેને પણ્ ચાર પ્રાણ છે કા૨ણ કે તે પણ એકેન્દ્રિય છે. લેાકેા તહેવારના દિવસે કે મેળામાં લીલા ઘાસ ઉપર રમે છે, દોડે છે તેનાથી વનસ્પતિના જીવની તેમજ તેના ઉપર રહેલા ઝકળના બિંદુના અસૂકાય જીવાની અતિક્રમણ દ્વારા હિંસા થાય છે.
એ રીતે માગ માં કીડીએનાં દર હેાય છે. એમાંથી કીડીએ જતી આવતી હૈાય છે. એના ઉપર પગ પડવાથી તેમના પ્રાણાની (હુ'સા થાય છે.
વનન એ રીતે લીલ કે ફૂગ હોય છે એ પણ વનસ્પતિના જ પ્રકાર છે. એમાં પણ ચાર પ્રાણા હેય છે અને તેની વિરાધનાથી પણ હિંસા થાય છે રન-મટ્ટૉ માટી કે ધૂળમાં પાણી મળતાં જે કીચડ થાય છે તેમાં પણ જીવાની હિંસા થાય છે ‘દગ’ શબ્દ પાણીના અંમાં વપરાય છે મા સ તાળા કરેાળિયા જાળાં બાંધીને રહે છે, તેમાંથી પસાર થતાં કે તે હડફેટમાં આવતાં એમાંના કોળીયા વગેરેના પ્રાણાના ઘાત થાય છે. જે મે નવા વિરચિા આવા જીવનધારી જીવેાની મેં વિરાધના કરી હોય એટલે કે તેમને દુઃખ કે ત્રાસ પહેાંચાડયા હાય અથવા તે મારા જવા આવવાના કારણે તેમના પ્રાણાનું છેદન-ભેદન થયું હાય તે પણ વિરાધના કહેવાય છે.
જીવાની દયા કરવી રક્ષા કરવી એ આરાધના છે. અને તેમની હિંસા, વધ, છેદન-ભેદન કે તેમના પ્રાણેનુ અતિક્રમણ તે વિરોધના કહેવાય છે.
આમ આવતા જતાં માર્ગોમાં મુખ્યત્વે જે જે જવાની વિરાધના થવાના સ ́ભવ છે એ બધા પ્રકારના જીવાની અહીં ગણત્રી કરવામાં આવી પછી એ જીવાની વિરાધના કઈ રીતે થાય છે એના અભિહયા આદિ દસ પ્રકારની ક્રિયા બતાવવામાં આવી. અંતમાં ક્ષમાપના કરવામાં આ.વી. જે જીવાને આ દસેય પ્રકારથી કાઈ પણ પ્રકારેદુઃખ પહેાંચાડયું. હાય, પીડા કરી હોય, તેની ક્ષમાપના, “ મિચ્છામિ દુક્કડં ” શબ્દથી કરવામાં આવી. મારું એ દુષ્કૃત, વિરાધના કે પાપ મિથ્યા થાવ, વિકુલ થાવ, નિરથ ક થાય એવા ભાવ એમાં રહેલે છે. આટલુ ઈરિયાવહી સૂત્ર થયુ. ગમનાગમનમાં થયેલી જીવાની
Page #32
--------------------------------------------------------------------------
________________
૧૩૧
વિરાધનાની ક્ષમાપના કર્યા પછી ફરીથી આગળની વિશેષ શુદ્ધિ માટે “તસ્સ ઉત્તરી” સૂત્ર બોલીને આગાર સૂત્ર “અનર્થ બેલીને લેગ– મ્સને કાઉસગ્ગ કરવામાં આવે છે. કાઉસગ્ગ આત્મ વિશુદ્ધિ માટે પાપ જોવા માટે પ્રાયશ્ચિત રૂપ છે. પછી ફરીથી પ્રગટ લેગસ સૂત્ર દ્વારા ૨૪ જિનેશ્વરોની સ્તુતિ કરવામાં આવે છે. આટલી ઈરિયાવહીની વિધિ કહેવામાં આવે છે અને કરવામાં આવે છે. આ વિધિ ન કરનાર સાધુ વિરાધક ભાવમાં મરીને બીજા જન્મમાં કૌશિક ગાત્ર વાળો તાપસ બન્યો અને ત્યાંથી મરીને ચંડકૌશિક નામને સાપ બન્યો. આમ એક ભવને આરાધક, જીવરક્ષક સાધુ, મરીને બીજા ભવમાં જીવ ઘાતક ભયંકર દષ્ટિ વિષવાળે સર્પ બન્યો. બીજી બાજુ આજ ઈરિયાવહીના આરાધક અઈમુત્તા મુનિ ક્ષમાયાચના કરીને કેવળ જ્ઞાન મેળવી ગયા. ઇરિયાવહી કરતાં કેવળ જ્ઞાન :
આઈમુત્તા મુનિ આઠ કે નવ વર્ષની નાની વયમાં ગૌતમ સ્વામીની સાથે ગેચરી નિમિત્તે ઘર બતાવવા ગયા અને ત્યાંથી ભગવાનના સમવસરણ સુધી પહોંચી ગયા. ભગવાનની દેશના સાંભળીને દીક્ષા લઈ લીધી. ચારિત્ર અંગીકાર કરીને સાધુ બન્યા. એકવાર થંડિલથી પાછા વળતા હતા ત્યાં તેમણે કેટલાંક બાળકને પાણીના ખાબોચીયામાં કાગળની હોડીઓ તરાવતા જોયા. બાલ સહજ સ્વભાવથી તેમને પણ મન થઈ ગયું અને એમણે પણ પિતાનાં લાકડાના પાત્રો તરપણી વગેરેને પાણુંમાં મૂકયાં અને તરાવવા લાગ્યા. બીજા બાળકની હોડીઓ તો હવાની લહેરોમાં ડૂબવા લાગી પણ લાકડાની તપણી આગળ વધવા લાગી તે જોઈને તેમને મઝા આવી અને આનંદ થયો.
ત્યાંથી પસાર થઈ રહેલા અન્ય સ્થવિર સાધુઓએ આ જોયું અને વીર પ્રભુને જણાવ્યું.
બાલમુનિને આવતાની સાથે ભગવાને કહ્યું, “વત્સ! જીવ વિરાધનાથી બચવા માટે ઈરિયાવાહિને વિધિ કરી લે.” બાલમુનિએ કિયાને પ્રારંભ કર્યો અને સૂત્ર બોલતાં “પણુગ–દગ-મટ્ટી–”એ શબ્દ આવતાં તેમને ભાન થયું કે અરે! મેં શું કર્યું? હું તે સાધુ થયો છું, દીક્ષા લીધી છે. આ દગ” કાચું પાણી અને નીચે માટી એના ઉપર તરપર્ણની નાવ તરાવી. અરેરે! મેં જીવોની વિરાધના કરી. જીવ હિંસાને ભાગીદાર થયો. બસ આટલી જાગૃતિ આવતાની સાથે એ સરળ આત્માએ પોતે
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૩૨ કરેલાં પાપોની તીવ્ર આલોચનાને પ્રારંભ કર્યો અને ક્ષેપક શ્રેણી મંડાઈ ગઈ. બસ આ શબ્દ ઉપર તે તેમને કેવળજ્ઞાન થઈ ગયું. ધન્ય છે એ મહાત્માને કે આટલી નાની વયમાં તેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લીધું. ઈરિયાવહીયાનું આમ આટલું બધું મહત્વ છે. પાપ નિવૃત્તિની નાની પણ ક્રિયા કેટલું મોટું ફળ આપી શકે છે ! હિંસાનું લક્ષણ અને વ્યાખ્યા :
- હિંસા શું છે? હિંસા કેમ થાય છે? કોઈ પણ જીવ હિંસા કયારે અને કેવી રીતે કરે છે તે જણાવતાં ઉમાસ્વાતિ ભગવંત તરવાધિગમ સૂત્રમાં લખે છે. “પ્રમત્ત ચાન બાદ પળ હિંસા !” અર્થાત્ પ્રમાદને કારણે કોઈના પ્રાણેને નાશ કરે એ હિંસા છે. પ્રમાદભાવ એ આશ્રવમાગ છે. કર્મોના આગમનનું એ નિમિત્ત છે અને કર્મ બંધનું કારણ છે. મદ વિષય કષાય, નિંદ્રા અને વિકથા એ પાંચ પ્રકારના પ્રમાદ કહેવામાં આવે છે. વિષય કષાયાદિ પ્રમાદેને લીધે જીવ જે પ્રાણી વધ કરે છે તે હિંસા કહેવાય છે. ક્રોધ, માન માયા લોભાદિ કષાયેને સેંકડોવાર હિંસામાં પરિણમતા જોવામાં આવે છે. ક્રોધાદિ ભાવે માં તીવ્ર આતરૌદ્ર ધ્યાનમાં મારા ઉપર વાત આવી જાય છે અને પરિણામે જીવ મારામારી કરે છે. અહીં જીવરક્ષાના પરિણામે નો અભાવ જ પ્રમાદ કહેવાય છે. અથવા તે આત્મા પિતાના મૂળભૂત ગુણેના સ્વસ્વરૂપના ચિંતનમાં સ્થિર ન રહેતાં રાગ-દ્વેષાદિ કષાયની વિકૃતિ અનુસાર કર્મોને આધીન થઈને અન્ય જીવોને ત્રાસ દુઃખ-પીડા વગેરે પહોંચાડે છે અને એ પ્રવૃત્તિ પણ હિંસા કહેવાય છે.
જેનામાં પ્રાણ વ્યપરોપણની ક્રિયા થાય છે તેને હિંસા કહેવામાં આવે છે. આરોપણનો ઉો શબ્દ છે વ્યપરોપણ. અર્થાત્ જેનું આપણ થનું છે. જે સ્થાપિત થયેલું છે તેને હરાવવું. જેનામાં પ્રાણનું આરોપણ થયું છે તેને દૂર કરવું કે તેને નાશ કરે એ હિંસા છે. “પ્રાળ વિાન ચાર” – અર્થાત્ પ્રાણીઓને પ્રાણથી વિયોગ કરવાની પ્રવૃત્તિને હિંસા કહેવામાં આવે છે. એ જ ભાવ બીજી રીતે પણ વ્યક્ત થાય છે. “સુણાધન ચારે હિંસા” એટલે કે પ્રાણીને દુઃખ આપનારાં સાધનની પ્રવૃત્તિ-યિા ઉપગ તે પણ હિંસા
Page #34
--------------------------------------------------------------------------
________________
૧૩૩
છે. ત્રણેય લક્ષણામાં વાત તેા એકની એક છે. સંસ્કૃત વ્યાકરણ અનુસાર િિત્ત ધાતુથી હિંસા શબ્દની રચના થાય છે. હિંસા એટલે હનન કરવુ, વધ કરવેશ, મારવું. પ્રાણાના વિયાગ-હિ‘સા :~
આપણે જોઇ ગયા કે પ્રાણીઓને ૪,૬,૭,૮,૯ અને દસ પ્રાણે હાય છે. એમાંથી એક-એ-કે ત્રણ પ્રાણા કે બધા પ્રાણાના વિયેાગ થાય તે પણ હિંસા તે ખરી જ. ચાલતાં ચાલતાં પગ નીચે મકેડે કચડાયા અને ધ્યાન પડતાં તુરત જ પગ લઈ લીધેા અને મકાડે ચાલવા લાગ્યા પણ કચડાવાથી તેનું નાક માં છુંદાઈ ગયુ. હાય. આંખને ઝપટ વાગતાં તેની પાંખ તૂટી ગઈ હાય, આંખ ફૂટી ગઈ હાય, એમ એ પ્રાણાના વિયેગ થયા. એમાં હિંસા થઈ ચૂકી. આમ કાયાના છેદન-ભેદનમાં કે કઈ પણ પ્રાણના વિયેાગમાં હિંસા રહેલી છે. ઇન્દ્રિયાથી સુખ પણ દુઃખ પણ –
ઇન્દ્રિયા સુખનું કારણ અને દુઃખનું પણ કારણ છે. પાંચ પ્રકારની ઇન્દ્રિયે! સુખમાં સહાયક છે અને તે જ દુઃખમાં પણ કારણરૂપ છે. આપણે પાંચેય ઇન્દ્રિયાની સહાયથી ૨૩ પ્રકારના વિષયમાં સુખ ભોગવી શકીએ છીએ. એ જ ઇન્દ્રિયાને જ્યારે પ્રતિકૂળ વિષયના સ ંચાગ થાય છે, ત્યારે દુઃખ લાગે છે, મુલાયમ શ થયે સુખ લાગ્યું પણ કઠોર સ્પ થયે! દુઃખ લાગ્યું, મીઠા સ્વાદ આવ્યે મઝા આવી, કડવા સ્વાદ આવ્યે મેાં બગડી ગયું . અત્તર ચંદનની સુંગધ સારી લાગી. મળ-મૂત્ર-ગંદકીની દુર્ગંધ ખરાબ લાગી. એકજ પ્રકારની ઈન્દ્રિય સુખ અને દુઃખ બંનેને અનુભવ કરે છે. એજ રીતે કાનને ઈન્દ્રિયથી પ્રિય શબ્દ સભળાય અને અપ્રિય વાણી પણ સભળાય. આમ ઇન્દ્રિયેા જેટલી સુખમાં સહા– ચક છે એટલી જ દુઃખમાં પણ સહાયક છે. ઈન્દ્રિયા પ્રાણ છે. સુખ અને દુઃખના અનુભવે જે તે ઇન્દ્રિયથી જ થાય છે. તેથી ઇન્દ્રિયાનું છેદન લેઇન ન થાય તેના ઘાત ન થાય, તેના પ્રાણનો નાશ ન થાય તેના ખ્યાલ રાખવા જોઈએ.
રાજા કુમારપાલે કીડીને અચાવી;–
એક વખત રાજા કુમારપાળના શરીર ઉપર ધારદાર ૐ'ખવાળી એક લાલકીડી ચોંટી ગઈ. સાથળ ઉપર ચીપકીને તેના ડંખ રાજાની ચામડીમાં ઘૂસાડીને લેાહી ચાટવા લાગી. રાજાએ વિચાયુ કે છેવટે
3
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૩૪
આટલી નાની કીડી કેટલું લેાહી પીશે? પણ કીડીને તે મઝા આવી ગઈ. ચસચસાઈને લેહીને સ્વાદ લેતી ગઈ. છેવટે રાજાની વેદના વધી ગઈ. આવી સ્થિતિમાં આપણે શું કરીએ? ઝટ દઈને કીડીને ઉખાડી ફેંકી દઈએ પણ પકડતી વખતે તેના શરીરના ટુકડા પણ થઈ જાય અને એના પ્રાણને ઘાત થાય. રાજા કુમારપાળ જીવદયા પ્રતિપાલક પરમહંત હતા, તેમણે ચપ્પ લઈને, જ્યાં કીડી ચેટી હતી તે ચામડીને ભાગ ઉખાડીને જુદો મૂકી દીધું. જેથી કીડી ઈછે ત્યાં સુધી એને ઉપર રહી શકે અને પછી જઈ શકે. રાજાએ વિચાર્યું મારા આટલા મેટા શરીરમાંથી માંસને એક નાને શું લેશે અને ચામડીને ના કટકે નીકળી પડશે. તે શું થઈ જવાનું? પણ છેવટે કડી તે બચી જશે અને તેને આહાર પણ મળી રહેશે. આમ કીડીના પ્રાણની રાજા કુમાર પાળે રક્ષા કરી. વિચારે જીવ રક્ષા માટે તેમના ભાવ કેટલા ઊંચા હશે. ! જીવરક્ષા માટેની દયા ભાવના –
શાસ્ત્રમાં રાજા મેઘરથની વાત આવે છે. કબુતર જેવા નાના પ્રાણી ને બચાવવા માટે સામે ગજવામાં તેમણે પોતાના શરીરમાંથી માંસના ટુકડા કાઢીને મૂકી દીધા. પણ કબુતરનું પલ્લું નીચું જ નમતું રહ્યું. છેવટે રાજાએ બાજ પક્ષીને કહ્યું. “હવે હું આખા જ સામે પલ્લામાં બેસી જાઉં છું. હવે તું કબુતરને છેડી દે અને મારું ભક્ષણ કરી લે.” બાજ તે માયાવી દેવ હતું. દેવ, રાજા, મેઘરથની જીવદયાના ઊંચા ભાવથી મુગ્ધ થઈ ગયા અને તેણે પ્રગટ થઈને રાજાની પ્રશંસા કરી. આજ મેઘરથ રાજા આગળ ઉપર આપણા ૧૬ મા તીર્થંકર શાંતિનાથ ભગવાન બન્યા. વિચારો કે તલવારથી પિતાની સાથળમાંથી માંસના કટકા કાપતા જવા એ શું સામાન્ય વાત હતી? કેટલી પ્રાણી દયા?
એ પણ દાખલે છે કે મુનિ મહારાજને વહેરવામાં કડવી તુંબડી મળી તેમને વિચાર આવ્યો કે જે તેને પરઠી દઈશ તે પણ કીડીઓ તેનું ભક્ષણ કરવા આવશે અને મરી જશે. કીડીઓ તરફની અપાર કરુણાની ભાવનાથી તેમણે તે શાક ખાઈ લીધું અને કીડીઓના પ્રાણ બચાવી લીધા. શાસ્ત્રોમાં જીવ દયાના આવા અનેક પ્રસંગે આવે છે.
Page #36
--------------------------------------------------------------------------
________________
૧૩૫
મૃત્યુની વ્યાખ્યા શું છે ? –
આપણે વ્યવહારમાં કહીએ છીએ કે માણસ મરી ગયેા. મરી ગયે એટલે શુ ? મૃત્યુ શું ચીજ છે?' વિજ્ઞાનમાં આ માખતે ઘણુ ચિ ંતન થયું છે. શું હૃદય બંધ પડી જાય તેને મૃત્યુ કહેવું? મગજ કામ કરતું બંધ થઈ જાય તેને મૃત્યુ કહેવુ' ? ઘણીવાર હૃદય બંધ થઈ ગયા પછી તેને માલીશ કરીને જાગૃત કરવામાં આવે છે. લોકો કહે છે કે જીવ આણ્યે. ઘણીવાર માં ઉપર એકિસજન પ્રાણવાયુને માસ્ક મૂકવામાં આવે છે અને માણસને શ્વાસ ચાલે છે.
જો એકિસજન આપવાથી કે હૃદયને મસાજ કરવાથી મરણ રોકી શકાતું હત તે તે! આજે જગતમાં કોઈ મરતું જ ન હત. હાસ્પિટલમાં અંત સુધી દરદીના નાકમાં પ્રાણવાયુની નળી ખેાસેલી હાય અને હૃદય ઉપર મસાજ ચાલુ હાય તે પણ દદી મરી જાય છે. તા છેવટે મરવાના અથ શું? મરવું એટલે ફક્ત પ્રાણવાયુ ખતમ થવા એ નથી, કે હૃદયનું બંધ થવુ' એ નથી. ઈરિયાવહીમાં અને તરવાથમાં હિંસાના લક્ષણના સૂત્રમાં સ્પષ્ટ વ્યાખ્યા આપવામાં આપી છે.
4 ત્રિયાગ વવનાવિચા'
એટલે કે પ્રાણુનુ વ્યપરાપણુ, જીવિતના વિચાગ પ્રાણૈાના નાશ. અર્થાત જીવ અને શરીરના વિયાગ એજ મૃત્યુ છે. તેને માટે આપણે “જીવ ગયા”, “વર્ગ ગમન” થયું એવા શબ્દો વાપરીએ છીએ. જ્યારે જીવ શરીર બેડીને જાય ત્યારે મૃત્યુ નિશ્ચિત ગણાય છે. પછી ભલે ને હૃદય ઉપર ગમે એટલ’ મસાજ કરે કે એકિસજન આપે. કઈ ફરક પડતા નથી. પ્રશ્ન થાય છે કે જીવ શરીર છેડીને કયાં ગયા ? તેના શાસ્ત્રીય ઉત્તર છે કે જીવનું આયુષ્ય કમ સમાપ્ત થઈ ગયું. આયુષ્ય પણ દસમા પ્રાણ છે અને તે આયુષ્ય કર્મ અનુસાર વર્તે છે. આ આયુષ્ય કર્મ ગત જન્મમાં માંધવામાં આવેલુ ાય છે. એની કાળ, અવિધિ પૂર્ણ થયા પછી જીવ એક સમય પશુ અહીં રાકઈ શકતે નથી. ઘણીવાર કોઈ ઉપક્રમ કે નિમિત્તને કારણે આઘાત પ્રત્યાઘાતથી જીવનદારી તૂટી જતાં તેજ સમયે, આયુષ્યકમ ના દલિકા એકઠા થઈને ખતમ થઈ જાય છે અને જીવને જવાનુ અનિવાય થઈ પડે છે. આયુષ્ય પ્રાણ સમાપ્ત થયા પછી કોઈ પણ જીવ શરીરમાં રહી શકે નહિ !
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૩૬ તેને જવું જ પડે. તે પ્રશ્ન થાય છે કે જીવ કયાં જાય છે ? આ જન્મમાં કરેલાં તેનાં કર્મો અનુસારની ગતિ-જાતિમાં બીજા શરીરમાં તેને જવાનું થાય છે, ત્યાં નવું શરીર બનાવીને તે રહે છે, અને ત્યાં અગાઉ જે આયુષ્ય કર્મ બાંધ્યું હોય તે પ્રમાણે તેટલા સમય સુધી જીવ એ શરીરમાં રહે છે. મૃત્યુ અને હિંસાઃ
આમ દસ પ્રાણોને સંપૂર્ણ વિગ અથવા જીવ અને શરીરને વિચોગ એ મૃત્યુ કહેવાય છે. આજ મૃત્યુ જ્યારે કઈ કારણ વિના થાય છે ત્યારે તે સ્વભાવિક મૃત્યુ કહેવાય છે. પરંતુ જ્યારે મૃત્યુ કોઈ બીજાને કારણે, કેઈના નિપજાવવાથી થાય છે ત્યારે તે હિંસા કહેવાય છે. આપણે મરવું અને મારવું એ બન્ને શબ્દનો તફાવત સારી રીતે જાણીએ છીએ. એમને એમ મેત થઈ જાય એ સહજ મૃત્યુ છે પણ જાણે સમજીને જીવન ટુંકાવી નાંખીને, તને આમંત્રણ આપવામાં આવે તેને આત્મહત્યા કહેવામાં આવે છે.
જે આજ મૃત્યુ બીજા કેઈ દ્વારા કે બીજાના મારવાથી થાય તે તે તે હિંસા છે, વધે છે. એ પ્રાણાતિપાતનું મહાપાપ છે. દ્રઢ પ્રહારીએ એક સાથે ચાર હત્યા કરી –
મર કહેતા પણે દુઃખ હવે રે, મારે કિમ નવિ હોય હિંસા ભગિની અતિ બૂરી રે, વૈશ્વાનરની જેય રે !
શ્રીમાન્ મહોપાધ્યાય યશોવિજયજી અઢાર પાપસ્થાનોની સજઝાય લખતાં કહે છે કે અરે! મર, મરીજા-તું હવે મરી જવાનો એવા શબ્દ પણ માણસ સાંભળી શકતું નથી અને તેને દુઃખ થાય છે તે પછી મારવાની ક્રિયાથી, વધથી તેને કેટલું દુઃખ થાય ? હિંસા કેટલી ખરાબ વસ્તુ છે ! એ કોધની ભયંકર જવાળા જેવી છે સળગતી આગ સમાન છે.
એકજ પ્રહારથી એક ઘાથી કેઈના પણ બે ટુકડા કરી નાંખનારે દઢ પ્રહારી હતું. તેને ઘા કયારેય ખાલી નહિ જડે. એવો નિર્દય અને ફૂર હિંસક દ્રઢ પ્રહારી એક દિવસ પોતાના સાથી રે સાથે એક બ્રાહ્મણને ત્યાં ચોરી કરવા ગયો. ઘરમાં ચોરવા જેવું કંઈ હતું
Page #38
--------------------------------------------------------------------------
________________
૧૩૭
નહિ; પણ બાળકો માટે માંડ માંડ માંગી ભીખીને સામગ્રી લાવીને ખીર બનાવી હતી. ચરોએ ખીર જોઈ અને ઉપાડી. તે જોઈને બાળકો આકંદ કરી ઉઠયાં અને રેતાં કકળતાં બાપને બોલાવી લાવ્યાં. બાપ બાળકને રડતાં જોઈને લાકડી લઈને ચરોને મારવા દોડ અને ચારેને પીટવા લાગ્યું. દઢપ્રહારીએ જોયું કે પિતાના માણસને બ્રાહ્મણ મારે છે એટલે તેણે તલવારને ઘા કરવા હાથ ઉગામે. એટલામાં ઘરની ગાય વચ્ચે દોડી આવી. દ્રઢપ્રહારીએ તલવારના એક ઝાટકે તેની ગરદન કાપી નાખી. દ્રઢપ્રહારીએ બીજે ઘા બ્રાહ્મણ ઉપર કર્યો અને ઝાડ ઉપરથી ફળ નીચે પડે તેમ બ્રાહ્મણનું મસ્તક ધડ ઉપરથી નીચે પડી ગયું. આ ધમસાણ અને ચીસે સાંભળીને અંદરથી બ્રાહાણી દોડી આવી અને આકંદ કરતાં બેલી–“અરે! પાપી તે આ શું કર્યું” એટલામાં તો ક્રૂર દ્રઢપ્રહારીએ ગર્ભસ્થ બ્રાહ્મણીના પેટ ઉપર ઘા કર્યો. બ્રાહ્મણી તો કપાઈ ગઈ પણ ગર્ભનું બાળક પણ કપાઈ ગયું અને તેના ટુકડા જમીન ઉપર પડયા. લેહીનું જાણે તળાવ ભરાઈ ગયું અને માસૂમ ગર્ભને તરફડતે જોઈને દ્રઢપ્રહારીનું હૃદય પણ કવી ગયું. બીજી બાજુ બે બાળકે કરુણ
સ્વરમાં કકળ કરી રહ્યાં હતાં. બાળકની ચીસે, તરફડતે ગર્ભ લેહીના ખાબોચીયામાં પડેલા બ્રાહ્મણ-બ્રાહ્મણ બધાને જોઈને દ્રઢપ્રહારી જે ફૂર માણસ પણ પીગળી ગયે. વિચારવા લાગ્યું. અરે રે ! હું કે પાપી છું. કહેવાય છે કે બ્રહ્મહત્યાથી માણસ નરકે જાય છે જ્યારે મેં તે બ્રહ્મ હત્યા, ગૌહત્યા અને બાળ હત્યા અને સ્ત્રી હત્યા એમ ચાર ચાર હત્યા કરી છે તે મારી શું ગતિ થશે ? અરે રે. હવે હું કયાં જાઉં ? હવે મને દુગતિમાંથી કેણ બચાવશે ? હાય, કોને શરણે જાઉં ? આમ વિચારતો તે ગામ બહાર આવ્યું. ત્યાં એક સાધુ મહાત્માને જોતાં તેમના પગમાં પડે અને કહેવા લાગે “ભગવાન, તમેજ હવે મારા જેવા પાપી માટે શરણ છે મને તમે બચાવે ! સાધુ મહાત્મા બોલ્યા હું તને કેવી રીતે બચાવું ? ધર્મનું શરણ જ આત્માને અધોગતિમાં જતાં રેકી શકે છે. તું ચારિત્ર ધર્મને સ્વીકાર કરી લે, તીવ્ર તપની આરાધના કર. દ્રઢપ્રહારીએ પોતાનાં પાપ મુનિ સમક્ષ પ્રગટ કર્યા. પિતાની તલવાર-કપડાં આદિ ફેંકી દીધાં અને દીક્ષા લીધી. સાધુ બનતાં તેણે મુનિને કહ્યું “મહારાજ ! મને એવું પચ્ચકખાણ આપે કે
Page #39
--------------------------------------------------------------------------
________________
૧૩૮
જ્યાં સુધી મને મારાં કરેલાં પાપ યાદ આવે ત્યાં સુધી હું ચારે પ્રકારનાં આહાર-પાને ત્યાગ કરું. પાણી પણ મેંમાં ન મૂકું.”
આમ મુનિ દ્રઢપ્રહારી ભીષ્મ પ્રતિજ્ઞા કરીને ગોચરી માટે કુશસ્થળ ગામમાં જતા તેમને જોતાં લેક ડંડા મારતા, પત્થર ફેંકતા, ગાળે ભાંડતાં કે આજ એ હત્યારે છે. મારે એને, એનાં પાતર તેડી નાંખે. આમ રોજ તેમને સંતાપવામાં આવતા હતા. મુનિ પિતાનાં પાપની યાદ થતાં ઉપવાસનાં પચ્ચકખાણ કરીને તપની વૃદ્ધિ કરતા હતા. આમ છ મહીના વીતી ગયા. રામ તીવ્ર પશ્ચાતાપ કરતા મુનિ બધા ઉપસર્ગોની વચ્ચે સમતામાં રહેતા અને તપના અગ્નિમાં પોતાનાં કર્મો બાળવા લાગ્યા. કહેવાય છે –
દઢ પ્રહારીએ હત્યા કરી, કર્યા કર્મ અઘોર,
તે પણ તપના પ્રભાવથી કાવ્યાં કર્મ કર આમ જે કર્મ શૂરા હતા, તે ધર્મ શૂરા બની ગયા. બધી શકિત પાપ કમ ખપાવવામાં કામે લાગી ગઈ. આમ છ મહીના વીતી ગયા. મુનિ પિતાના આત્માને સમજાવતા, તારો પોતાને પ્રહાર કેટલો ભયંકર હતા. એક જ પ્રહારમાં તે લે કે તકાળ મૃત્યુ પામતા, ગામલોકોના પ્રહારના તે મારા દઢપ્રહાર સામે હિસાબ જ શે ? આમ આત્માને ખૂબ સમજાવીને ધ્યાનના તીવ્ર અગ્નિમાં સમતાપૂર્વક બધાં પાપકર્મો ખપાવતા. પશ્ચાતાપમાં તેમણે પિતાનાં કર્મો ખપાવી દીધાં અને છેવટે ચાર ઘનઘાતી કર્મોને પણ ખપાવી તેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. તેઓ સર્વજ્ઞ-કેવળી વીતરાગી બની ગયા. અંતમાં મેક્ષે ગયા. ઘેર હિંસાના મહાપાપથી બચીને આત્માને મુકત કરીને શાશ્વત સુખના ધામમાં તેઓ પહોંચી ગયા. પાપ અને પ્રાયશ્ચિતનું અજબ ચક્ર -
પાપ કરીને પ્રાયશ્ચિત કરવું અને પ્રાયશ્ચિત કરીને પાપ કરવું-- એવું અજબનું ચક આપણા જીવનમાં ચાલ્યા કરે છે. સંસારમાં પાપ કરનારા કેટલા ? એમાંથી વળી પશ્ચાતાપ કરનારા કેટલા? એ બહુ જ થોડા હશે. વળી એમાંથીય પશ્ચાતાપ કર્યા પછી ફરીથી પાપ ન કરવાવાળા કેટલા ? ઘણીવાર તો એવું જોવામાં આવે છે કે પા૫પણ ચાલતું રહે
Page #40
--------------------------------------------------------------------------
________________
૧૩૯
અને પ્રાયશ્ચિત પણ ચાલતું રહે. એક વાર–બે વાર-અરે? દસવાર એમ પ્રાયશ્ચિત થયા જ કરે અને પાપ પણ ચાલ્યા જ કરે. હવે સર્વથા પાપ નથી કરવું એ તીવ્ર ભાવ તો કયારેય નથી આવતો. આમ પાપ અને પ્રાયશ્ચિતનું ચક્ર ચાલ્યા જ કરે છે. એ જ રીતે પાપ અને પ્રતિક્રમણનું છે. માણસ નથી પાપના વિષયમાં ગંભીરતાથી વિચાર કરતો કે નથી પ્રતિકમણના વિષયમાં અને ક્રિયા કમબદ્ધ ચાલ્યા જ કરે છે. આ સ્થિતિમાં પ્રતિકમણ નિરસકિયા બની જાય છે. જડ કિયા બની જાય છે. કિયા પછી કેવળ ક્રિયા જ રહી જાય છે. એમાંથી સક્રિયતા તૂટી જાય છે. પ્રાયશ્ચિતમાં કે પ્રતિક્રમણમાં પાપ ફરીથી ન કરવાને દ્રઢ ભાવ હવે જોઈએ. ફરીથી પાપ ન કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. આ પ્રકારને ભાવ જ ક્રિયાને જીવંત સાધના બનાવે છે, સરસ પ્રક્રિયા બનાવે છે. કુલ પરંપરાગત પાપેને ત્યાગ –
કેટલીક વખત જે કુળમાં જન્મ થયે હોય તે કુળના ધંધા વેપાર પરંપરાગત ચાલે છે અને બાપ-દાદાના ધંધામાં છોકરાઓ-પૌત્રે વગેરે જોડાય છે. જે ધંધાએ પાપના હોય તે પુત્ર અને પૌત્રોએ એમાં જોડાવું ન જોઈએ. કષ્ટ વેઠીને છોકરાઓએ ધંધામાંથી નીકળી જવું જોઈએ. અને બને તે આખાય પરિવારને આવા પાપપ્રાધાન્ય ધંધામાંથી બચાવી લેવું જોઈએ.
કાલસૌ કરિક નામને એક કસાઈ રાજા શ્રેણિકના જમાનામાં હતે. તે રેજના ૫૦૦ પાડા મારવાને બંધ કરતા હતા અને સાથે સાથે જ ભગવાનની દેશના પણ સાંભળવા જતો હતે. છતાંય તે મિથ્યાત્વી અને અભવી જીવ ઉપર તેની કંઈ અસર થતી નહિ. એક વખત મહારાજા શ્રેણીકે તેને પાણી વગરના કૂવામાં ઉતાર્યો કે જેથી એક દિવસ માટે પણ તે ૫૦૦ પાડાની હત્યાને પાપથી બચી જાય. કૂવામાં પડવા છતાંય તેણે છેવટે માટીમાં હાથની રેખાઓ દોરીને પણ પાડા બનાવ્યા અને પછી તલવારથી વધ કરતે હેય તેમ હાથથી તેમને કાપતે ગયે. આમ શારીરિક રીતે હિંસા ન કરી શકે ત્યારે તેણે માનસિક રીતે પણ પાડાઓને વધ કર્યો. તેથી પાપ મૂળ તો વૃત્તિમાંથી ખસવું જોઈએ. વૃત્તિમાંથી પાપ ખસે તે પછી પ્રવૃત્તિમાંથી પણ તે હટી
Page #41
--------------------------------------------------------------------------
________________
૧૪૦
કાલસૌકરિકને એક પુત્ર હતા. તે પણ પિતા સાથે ભગવાનના સમવસરણમાં જતો હતો એ પુત્રનું નામ સુલષકુમાર હતું. તે આઠ દસ વર્ષને થયે ત્યારે પિતાએ વિચાર્યું કે હવે હું તેને ધંધાની તાલીમ આપું. તેણે પુત્રને નાનું ચપ્પ આપીને માંસના નાના નાના કટકા કરવાનું કહ્યું.
આમ તે સ્વભાવિક હોય છે. પુત્ર, પિતાના, ધંધામાં જોડાઈ જાય. પણ સુલષકુમાર ભગવાનને ઉપદેશ સાંભળતું હતું. તેણે પિતાને કહ્યું કે હું આવું પાપ નહિ કરું. આવી હિંસા કરીને તેના ફળ રૂપે નરકમાં જવું અને દુઃખી થવું એ ગ્ય નથી. મેં ભગવાનને ઉપદેશ સાંભળે છે હું આવા મહાપાપના ધંધામાં જોડાઈશ નહિ. આ સાંભળીને કાલસૌરિકને ભારે આઘાત લાગ્યો કે શું મારે જ દીકરે મારા ધંધાને પાપને ધંધે કહે છે અને તેમાં જોડાશે નહિ? પિતાએ કહ્યું – “બેટા! આ આપણા બાપ-દાદાનો ધંધે છે અને આપણા કુટુંબમાં કેઈએ તેને પાપ કહ્યું નથી અને માન્યું નથી. તેનું તને પાપ નહિ લાગે. સુલષ બેલ્યો, “પિતાજી! મેં ભગવાન મહાવીરને ઉપદેશ સાંભળે છે. આ તે મહાપાપને ધંધે છે અને દુઃખદાયી નરકમાં લઈ જનારે છે. નરકમાં લાખો કરોડ વર્ષો સુધી આ પાપની ભારે સા ભેગવવી પડશે.” પિતાએ કહ્યું – “ભગવાનની વાત તો સાંભળવા માટે જ હોય છે. ત્યાં સૌ જાય છે એટલે આપણે ત્યાં જઈને વચ્ચે બેસીએ એટલે કંઈ આપણે કુલાચાર છેડી દેવાય? કુલની પરંપરાનો ત્યાગ કરવો એ જ આ મહાપાપ છે. પુત્ર સુલષ બે – “પિતાજી! જે હું આ પાપ કર્યું અને તેની સજા રૂપે ભયંકર દુઃખ ભેગવું તો તેમાંથી મને કેણ બચાવશે? ત્યારે મારું શું થશે ?” પરંતુ પિતા તે મહાહિંસક વૃત્તિવાળે હતા, અભવી મિથ્યાત્વી જીવ હતો તે આ વાત કેવી રીતે સમજે?
પુત્ર સુલષ કસાઈના ઘરમાં જન્મ્યા હતા પણ પ્રભુની દેશના સાંભળીને પાપને સારી રીતે જાણતો હતો. તેણે હિંસાના કુલાચારની પરંપરાનો ત્યાગ કર્યો, અને સ્વયં નરકમાં જવાથી બચી ગયે. જ્યારે તેનો પિતા સાતમી નરકે ગયે.
આપણે બધા જી પણ હિંસાના ઘોર પાપથી બચીએ એવી શુભ ભાવના સાથે અહીં અત્યારે અટકીએ.
Page #42
--------------------------------------------------------------------------
________________ પર શ્રી ધર્મનાથસ્વામિને નમઃ | પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયસુબોધસૂરીશ્વરજી મ. સા. તથા પ. પૂ. મુનિરાજ શ્રી અરવિજયજી મહારાજ ( રાષ્ટ્રભાષા રન-વર્ધા, સાહિત્યરત્ન-પ્રયાગ, ન્યાય દર્શનાચાર્ય –મુંબઈ ) આદિ મુનિ મંડળના વિ.સં. ૨૦૪પના જૈન નગરશ્રી સંઘમાં ચાતુર્માસદરમ્યાન શ્રી ધમનાથ પો. હે. જેનનગર .મૂ. જૈન સંઘ-અમદાવાદ - તરફથી યોજાયેલ 16 રવિવારીય - * ચાતુર્માસિક રવિવારીય ધાર્મિક શિક્ષણ શિબિર * ની અંતર્ગત ચાલતી પ. પૂ. મુનિરાજ શ્રી અરવિજયજી મહારાજના @ “પાપળી, સજા, ભારે” @ - વિષયક રવિવારીચ સચિત્ર જાહેર પ્રવચન શ્રેણિ –ની પ્રસ્તુત ત્રીજી પુસ્તિકા પ. પૂ. સાધવીજી શ્રી હેમલતા શ્રીજી મહારાજની શપ્રેરણાથી (તેમના સંસારી ભાઈ) શેઠ શ્રી ભોગીલાલ સાકરચંદ શાહ ભાવનગરવાલા આદિ પરિવારના ઉદાર સૌજન્યથી પ્રસ્તુત પુસ્તિકા છપાવી પ્રસિદ્ધ કરવામાં આવી છે. મુદ્રક : સાગર પ્રિન્ટસ