________________
૧૪૦
કાલસૌકરિકને એક પુત્ર હતા. તે પણ પિતા સાથે ભગવાનના સમવસરણમાં જતો હતો એ પુત્રનું નામ સુલષકુમાર હતું. તે આઠ દસ વર્ષને થયે ત્યારે પિતાએ વિચાર્યું કે હવે હું તેને ધંધાની તાલીમ આપું. તેણે પુત્રને નાનું ચપ્પ આપીને માંસના નાના નાના કટકા કરવાનું કહ્યું.
આમ તે સ્વભાવિક હોય છે. પુત્ર, પિતાના, ધંધામાં જોડાઈ જાય. પણ સુલષકુમાર ભગવાનને ઉપદેશ સાંભળતું હતું. તેણે પિતાને કહ્યું કે હું આવું પાપ નહિ કરું. આવી હિંસા કરીને તેના ફળ રૂપે નરકમાં જવું અને દુઃખી થવું એ ગ્ય નથી. મેં ભગવાનને ઉપદેશ સાંભળે છે હું આવા મહાપાપના ધંધામાં જોડાઈશ નહિ. આ સાંભળીને કાલસૌરિકને ભારે આઘાત લાગ્યો કે શું મારે જ દીકરે મારા ધંધાને પાપને ધંધે કહે છે અને તેમાં જોડાશે નહિ? પિતાએ કહ્યું – “બેટા! આ આપણા બાપ-દાદાનો ધંધે છે અને આપણા કુટુંબમાં કેઈએ તેને પાપ કહ્યું નથી અને માન્યું નથી. તેનું તને પાપ નહિ લાગે. સુલષ બેલ્યો, “પિતાજી! મેં ભગવાન મહાવીરને ઉપદેશ સાંભળે છે. આ તે મહાપાપને ધંધે છે અને દુઃખદાયી નરકમાં લઈ જનારે છે. નરકમાં લાખો કરોડ વર્ષો સુધી આ પાપની ભારે સા ભેગવવી પડશે.” પિતાએ કહ્યું – “ભગવાનની વાત તો સાંભળવા માટે જ હોય છે. ત્યાં સૌ જાય છે એટલે આપણે ત્યાં જઈને વચ્ચે બેસીએ એટલે કંઈ આપણે કુલાચાર છેડી દેવાય? કુલની પરંપરાનો ત્યાગ કરવો એ જ આ મહાપાપ છે. પુત્ર સુલષ બે – “પિતાજી! જે હું આ પાપ કર્યું અને તેની સજા રૂપે ભયંકર દુઃખ ભેગવું તો તેમાંથી મને કેણ બચાવશે? ત્યારે મારું શું થશે ?” પરંતુ પિતા તે મહાહિંસક વૃત્તિવાળે હતા, અભવી મિથ્યાત્વી જીવ હતો તે આ વાત કેવી રીતે સમજે?
પુત્ર સુલષ કસાઈના ઘરમાં જન્મ્યા હતા પણ પ્રભુની દેશના સાંભળીને પાપને સારી રીતે જાણતો હતો. તેણે હિંસાના કુલાચારની પરંપરાનો ત્યાગ કર્યો, અને સ્વયં નરકમાં જવાથી બચી ગયે. જ્યારે તેનો પિતા સાતમી નરકે ગયે.
આપણે બધા જી પણ હિંસાના ઘોર પાપથી બચીએ એવી શુભ ભાવના સાથે અહીં અત્યારે અટકીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org