________________
૧
૦
૧૦૨ સાપનો ભય માટે કે પાપને ભય માટે ?
એક વૃદ્ધ સજજન રસ્તા ઉપર જઈ રહ્યા હતા. તેમની પાછળથી એક યુવકે બૂમ પાડી -“શેઠજી! –શેઠજી! આપની પાઘડીમાં સાપ છે.” સાપનું નામ સાંભળતાં જ શેઠ ગભરાઈ ગયા અને પાઘડી માથા ઉપરથી ઉતારીને રસ્તા ઉપર ફેંકી દીધી. શેઠ વિચારવા લાગ્યા એમ થયું હશે કે બંટી ઉપરથી પાઘડી લઈને પહેરી તે તે સમયે એમાં સાપનું બચ્ચું રહી ગયું હશે. શેઠ બોલ્યા- “અરે ભાઈ ! તું ગમે તે હોય તને મારા લાખ લાખ વંદન. તારે આભાર તે મને બચાવી લીધે.” એમ કહીને શેઠ યુવાનને પગે પડવા લાગ્યા.
થોડાક દિવસ પછી એવો જ પ્રસંગ પડે કે શેઠ આગળ ચાલતા હતા અને પાછળ પાછળ એ જ યુવાન ચાલતું હતું. તેણે બૂમ પાડી “અરે, એ–શેઠજી ! તમારી થેલીમાં પાપ છે પાપ–અરે, રે ! આ શું શેઠજી ! થેલી ફેકી દો.” શેઠજીએ સાંભળ્યું અને સાંભળતાં જ ચી ઉઠયા. ચારીને માલ, સોનાના દાગીના થેલીમાં છુપાવીને તેના ઉપર થોડાક શાકભાજી મૂકયાં હતાં અને શેઠ જઈ રહ્યા હતા. ચતુર યુવાને ઘણુંબધું કહી નાખ્યું હતું. યુવાન જે પાસે આવ્યું કે શેઠે પગમાંથી જોડે કાઢો અને તેને મારવા દોડયા. યુવાન છે –“શેઠજી ! તે દિવસે સાપ બતાવ્યો ત્યારે મારે પગે પડવા લાગ્યા અને આજે તમને સાપથી ચ મેટું પાપ બતાવી રહ્યો છું ત્યારે મને જૂતાથી મારવા આવે છે! જરા વિચારો તે ખરે કે સાપ મેટ કે પાપ મોટું ? સાપ કરડે તો એક વાર મરવું પડે પણ પાપને કારણ તે જન્મ જન્મ મરવું પડે, રેવું પડે. શેઠજી ! વિચારી જુઓ કેણ મેટું ? સાપ–કે પાપ ?” અઢાર પા૫ સ્થાનની કમની મીમાંસા
આ અઢારેય પાપસ્થાનકોને સૂત્રરૂપે લખવામાં જે ક્રમ જાળવ્યું છે તેના ઉપર જે સારી રીતે વિચાર કરીએ તો તેમાંય રહસ્ય લાગે. સૌથી પહેલાં પ્રાણાતિપાત-હિંસાને ક્રમ રાખવામાં આવે છે. જે અઢારેય પાપોને એક જ પાપમાં સમાવેશ કરે છેાય તે તે ફકત હિંસામાં જ થઈ શકે. હિંસા પોતે જ એક એવું વ્યાપક–પાપસ્થાન છે કે તેનાં માનસિક-વાચિક અને કયિક વગેરે ભેદમાં બાકીનાં સત્તર પાપની ગંધ આવે છે. તેથી બીજા પાપમાં રહેલી માનસિક હિંસાને કારણે તે તે પાપને છેડવાની વાત કરવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org