________________
૧૧૫
દયા ધર્મનું મૂળ છે. હિંસા જ બધાં પાપની જનેતા છે. તે જીવ દયા કે જીવ રક્ષા પ્રથમ ધર્મ છે. પહેલા દયા કે પહેલા જ્ઞાન ?
દયા કેની કરવાની છે? જીવોની, તે પછી દયા ધર્મ શું છે એ સમજીએ તે પહેલાં જીવેના વિષયમાં જાણકારી મેળવીએ! જીવ કોને કહે છે? જીવ કેટલા પ્રકારના છે? કયા ક્યા જીવો કઈ ગતિમાં છે? કઈ કઈ જાતિમાં છે? કઈ મેનિના કયા જીવે છે? આ જાણવાની પહેલાં જરૂર છે. જેની ખબર જ નથી તેની રક્ષા કેવી રીતે કરશે ? એની દયા કેવી રીતે રાખશે ? જે પશુ પક્ષીમાં જીવ છે એમ જ ન માનવામાં આવે તે પછી એની દયા કેવી રીતે રખાય? એની રક્ષા કેવી રીતે થાય ? તેથી દશવૈકાલિક આગમમાં કહેવામાં આવ્યું છે કે ના તો ત્યાં પ્રથમ જ્ઞાન અને પછી દયા જેની દયા કરવી હોય તેના વિષે જાણવું જરૂરી છે.
જે ધમ સંપ્રદામાં કે દશનામાં પશુ પક્ષીમાં જીવ છે એમ જ ન બતાવવામાં આવ્યું હોય તો તે દર્શને પછી જીવની રક્ષાની વાત જ કેવી રીતે કરવાના ? દાખલા તરીકે મુસલમાનમાં બકરી ઈદ ના પર્વદિને મોટા પાયા ઉપર ઘર ઘરમાં બકરાંની કતલ કરવામાં આવે છે. શું આવી આજ્ઞા કુરાને શરીફમાં છે કે પયંગર સાહેબે બકરીએની કતલ કરવાની વાત કરી છે? છતાંય આજ સુધી બકરીઓની કતલ કરવાની પ્રથા ચાલી રહી છે. ખ્રિસ્તી ધર્મમાં માનવ ધર્મને ખૂબ મહત્તવ આપવામાં આવ્યું છે પણ પાછી એવી માન્યતાનું એમાં પ્રતિ. પાદન થાય છે કે પશુ પક્ષી એને મનુષ્યને માટે ઉત્પન્ન કરવામાં આવ્યા છે. પ્રાણીઓમાં જાણે જીવ હેતે જ નથી. તેથી એ ધર્મમાં માંસ વગેરે ખાવાને નિષેધ નથી. બાઈબલમાં તે સ્પષ્ટ જણાવાયું છે. તું કયારેય કોઈને મારીશ નહિ” છતાંય જોઈએ તો કેટલાય મોટા પ્રમાણમાં એ સંપ્રદાયના અનુયાયીઓ હિંસા આચરે છે.
આ બાજુ હિંદુ ધર્મની માન્યતા જોઈએ. જગત ઈશ્વરે બનાવ્યું ન છે એવી માન્યતાવાળે આ ધર્મ છે. એક સ્થળે જણાવે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org