________________
૧૩૮
જ્યાં સુધી મને મારાં કરેલાં પાપ યાદ આવે ત્યાં સુધી હું ચારે પ્રકારનાં આહાર-પાને ત્યાગ કરું. પાણી પણ મેંમાં ન મૂકું.”
આમ મુનિ દ્રઢપ્રહારી ભીષ્મ પ્રતિજ્ઞા કરીને ગોચરી માટે કુશસ્થળ ગામમાં જતા તેમને જોતાં લેક ડંડા મારતા, પત્થર ફેંકતા, ગાળે ભાંડતાં કે આજ એ હત્યારે છે. મારે એને, એનાં પાતર તેડી નાંખે. આમ રોજ તેમને સંતાપવામાં આવતા હતા. મુનિ પિતાનાં પાપની યાદ થતાં ઉપવાસનાં પચ્ચકખાણ કરીને તપની વૃદ્ધિ કરતા હતા. આમ છ મહીના વીતી ગયા. રામ તીવ્ર પશ્ચાતાપ કરતા મુનિ બધા ઉપસર્ગોની વચ્ચે સમતામાં રહેતા અને તપના અગ્નિમાં પોતાનાં કર્મો બાળવા લાગ્યા. કહેવાય છે –
દઢ પ્રહારીએ હત્યા કરી, કર્યા કર્મ અઘોર,
તે પણ તપના પ્રભાવથી કાવ્યાં કર્મ કર આમ જે કર્મ શૂરા હતા, તે ધર્મ શૂરા બની ગયા. બધી શકિત પાપ કમ ખપાવવામાં કામે લાગી ગઈ. આમ છ મહીના વીતી ગયા. મુનિ પિતાના આત્માને સમજાવતા, તારો પોતાને પ્રહાર કેટલો ભયંકર હતા. એક જ પ્રહારમાં તે લે કે તકાળ મૃત્યુ પામતા, ગામલોકોના પ્રહારના તે મારા દઢપ્રહાર સામે હિસાબ જ શે ? આમ આત્માને ખૂબ સમજાવીને ધ્યાનના તીવ્ર અગ્નિમાં સમતાપૂર્વક બધાં પાપકર્મો ખપાવતા. પશ્ચાતાપમાં તેમણે પિતાનાં કર્મો ખપાવી દીધાં અને છેવટે ચાર ઘનઘાતી કર્મોને પણ ખપાવી તેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. તેઓ સર્વજ્ઞ-કેવળી વીતરાગી બની ગયા. અંતમાં મેક્ષે ગયા. ઘેર હિંસાના મહાપાપથી બચીને આત્માને મુકત કરીને શાશ્વત સુખના ધામમાં તેઓ પહોંચી ગયા. પાપ અને પ્રાયશ્ચિતનું અજબ ચક્ર -
પાપ કરીને પ્રાયશ્ચિત કરવું અને પ્રાયશ્ચિત કરીને પાપ કરવું-- એવું અજબનું ચક આપણા જીવનમાં ચાલ્યા કરે છે. સંસારમાં પાપ કરનારા કેટલા ? એમાંથી વળી પશ્ચાતાપ કરનારા કેટલા? એ બહુ જ થોડા હશે. વળી એમાંથીય પશ્ચાતાપ કર્યા પછી ફરીથી પાપ ન કરવાવાળા કેટલા ? ઘણીવાર તો એવું જોવામાં આવે છે કે પા૫પણ ચાલતું રહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org