________________
૧૩૭
નહિ; પણ બાળકો માટે માંડ માંડ માંગી ભીખીને સામગ્રી લાવીને ખીર બનાવી હતી. ચરોએ ખીર જોઈ અને ઉપાડી. તે જોઈને બાળકો આકંદ કરી ઉઠયાં અને રેતાં કકળતાં બાપને બોલાવી લાવ્યાં. બાપ બાળકને રડતાં જોઈને લાકડી લઈને ચરોને મારવા દોડ અને ચારેને પીટવા લાગ્યું. દઢપ્રહારીએ જોયું કે પિતાના માણસને બ્રાહ્મણ મારે છે એટલે તેણે તલવારને ઘા કરવા હાથ ઉગામે. એટલામાં ઘરની ગાય વચ્ચે દોડી આવી. દ્રઢપ્રહારીએ તલવારના એક ઝાટકે તેની ગરદન કાપી નાખી. દ્રઢપ્રહારીએ બીજે ઘા બ્રાહ્મણ ઉપર કર્યો અને ઝાડ ઉપરથી ફળ નીચે પડે તેમ બ્રાહ્મણનું મસ્તક ધડ ઉપરથી નીચે પડી ગયું. આ ધમસાણ અને ચીસે સાંભળીને અંદરથી બ્રાહાણી દોડી આવી અને આકંદ કરતાં બેલી–“અરે! પાપી તે આ શું કર્યું” એટલામાં તો ક્રૂર દ્રઢપ્રહારીએ ગર્ભસ્થ બ્રાહ્મણીના પેટ ઉપર ઘા કર્યો. બ્રાહ્મણી તો કપાઈ ગઈ પણ ગર્ભનું બાળક પણ કપાઈ ગયું અને તેના ટુકડા જમીન ઉપર પડયા. લેહીનું જાણે તળાવ ભરાઈ ગયું અને માસૂમ ગર્ભને તરફડતે જોઈને દ્રઢપ્રહારીનું હૃદય પણ કવી ગયું. બીજી બાજુ બે બાળકે કરુણ
સ્વરમાં કકળ કરી રહ્યાં હતાં. બાળકની ચીસે, તરફડતે ગર્ભ લેહીના ખાબોચીયામાં પડેલા બ્રાહ્મણ-બ્રાહ્મણ બધાને જોઈને દ્રઢપ્રહારી જે ફૂર માણસ પણ પીગળી ગયે. વિચારવા લાગ્યું. અરે રે ! હું કે પાપી છું. કહેવાય છે કે બ્રહ્મહત્યાથી માણસ નરકે જાય છે જ્યારે મેં તે બ્રહ્મ હત્યા, ગૌહત્યા અને બાળ હત્યા અને સ્ત્રી હત્યા એમ ચાર ચાર હત્યા કરી છે તે મારી શું ગતિ થશે ? અરે રે. હવે હું કયાં જાઉં ? હવે મને દુગતિમાંથી કેણ બચાવશે ? હાય, કોને શરણે જાઉં ? આમ વિચારતો તે ગામ બહાર આવ્યું. ત્યાં એક સાધુ મહાત્માને જોતાં તેમના પગમાં પડે અને કહેવા લાગે “ભગવાન, તમેજ હવે મારા જેવા પાપી માટે શરણ છે મને તમે બચાવે ! સાધુ મહાત્મા બોલ્યા હું તને કેવી રીતે બચાવું ? ધર્મનું શરણ જ આત્માને અધોગતિમાં જતાં રેકી શકે છે. તું ચારિત્ર ધર્મને સ્વીકાર કરી લે, તીવ્ર તપની આરાધના કર. દ્રઢપ્રહારીએ પોતાનાં પાપ મુનિ સમક્ષ પ્રગટ કર્યા. પિતાની તલવાર-કપડાં આદિ ફેંકી દીધાં અને દીક્ષા લીધી. સાધુ બનતાં તેણે મુનિને કહ્યું “મહારાજ ! મને એવું પચ્ચકખાણ આપે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org