________________
૧૩૪
આટલી નાની કીડી કેટલું લેાહી પીશે? પણ કીડીને તે મઝા આવી ગઈ. ચસચસાઈને લેહીને સ્વાદ લેતી ગઈ. છેવટે રાજાની વેદના વધી ગઈ. આવી સ્થિતિમાં આપણે શું કરીએ? ઝટ દઈને કીડીને ઉખાડી ફેંકી દઈએ પણ પકડતી વખતે તેના શરીરના ટુકડા પણ થઈ જાય અને એના પ્રાણને ઘાત થાય. રાજા કુમારપાળ જીવદયા પ્રતિપાલક પરમહંત હતા, તેમણે ચપ્પ લઈને, જ્યાં કીડી ચેટી હતી તે ચામડીને ભાગ ઉખાડીને જુદો મૂકી દીધું. જેથી કીડી ઈછે ત્યાં સુધી એને ઉપર રહી શકે અને પછી જઈ શકે. રાજાએ વિચાર્યું મારા આટલા મેટા શરીરમાંથી માંસને એક નાને શું લેશે અને ચામડીને ના કટકે નીકળી પડશે. તે શું થઈ જવાનું? પણ છેવટે કડી તે બચી જશે અને તેને આહાર પણ મળી રહેશે. આમ કીડીના પ્રાણની રાજા કુમાર પાળે રક્ષા કરી. વિચારે જીવ રક્ષા માટે તેમના ભાવ કેટલા ઊંચા હશે. ! જીવરક્ષા માટેની દયા ભાવના –
શાસ્ત્રમાં રાજા મેઘરથની વાત આવે છે. કબુતર જેવા નાના પ્રાણી ને બચાવવા માટે સામે ગજવામાં તેમણે પોતાના શરીરમાંથી માંસના ટુકડા કાઢીને મૂકી દીધા. પણ કબુતરનું પલ્લું નીચું જ નમતું રહ્યું. છેવટે રાજાએ બાજ પક્ષીને કહ્યું. “હવે હું આખા જ સામે પલ્લામાં બેસી જાઉં છું. હવે તું કબુતરને છેડી દે અને મારું ભક્ષણ કરી લે.” બાજ તે માયાવી દેવ હતું. દેવ, રાજા, મેઘરથની જીવદયાના ઊંચા ભાવથી મુગ્ધ થઈ ગયા અને તેણે પ્રગટ થઈને રાજાની પ્રશંસા કરી. આજ મેઘરથ રાજા આગળ ઉપર આપણા ૧૬ મા તીર્થંકર શાંતિનાથ ભગવાન બન્યા. વિચારો કે તલવારથી પિતાની સાથળમાંથી માંસના કટકા કાપતા જવા એ શું સામાન્ય વાત હતી? કેટલી પ્રાણી દયા?
એ પણ દાખલે છે કે મુનિ મહારાજને વહેરવામાં કડવી તુંબડી મળી તેમને વિચાર આવ્યો કે જે તેને પરઠી દઈશ તે પણ કીડીઓ તેનું ભક્ષણ કરવા આવશે અને મરી જશે. કીડીઓ તરફની અપાર કરુણાની ભાવનાથી તેમણે તે શાક ખાઈ લીધું અને કીડીઓના પ્રાણ બચાવી લીધા. શાસ્ત્રોમાં જીવ દયાના આવા અનેક પ્રસંગે આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org