________________
૧૩૨ કરેલાં પાપોની તીવ્ર આલોચનાને પ્રારંભ કર્યો અને ક્ષેપક શ્રેણી મંડાઈ ગઈ. બસ આ શબ્દ ઉપર તે તેમને કેવળજ્ઞાન થઈ ગયું. ધન્ય છે એ મહાત્માને કે આટલી નાની વયમાં તેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લીધું. ઈરિયાવહીયાનું આમ આટલું બધું મહત્વ છે. પાપ નિવૃત્તિની નાની પણ ક્રિયા કેટલું મોટું ફળ આપી શકે છે ! હિંસાનું લક્ષણ અને વ્યાખ્યા :
- હિંસા શું છે? હિંસા કેમ થાય છે? કોઈ પણ જીવ હિંસા કયારે અને કેવી રીતે કરે છે તે જણાવતાં ઉમાસ્વાતિ ભગવંત તરવાધિગમ સૂત્રમાં લખે છે. “પ્રમત્ત ચાન બાદ પળ હિંસા !” અર્થાત્ પ્રમાદને કારણે કોઈના પ્રાણેને નાશ કરે એ હિંસા છે. પ્રમાદભાવ એ આશ્રવમાગ છે. કર્મોના આગમનનું એ નિમિત્ત છે અને કર્મ બંધનું કારણ છે. મદ વિષય કષાય, નિંદ્રા અને વિકથા એ પાંચ પ્રકારના પ્રમાદ કહેવામાં આવે છે. વિષય કષાયાદિ પ્રમાદેને લીધે જીવ જે પ્રાણી વધ કરે છે તે હિંસા કહેવાય છે. ક્રોધ, માન માયા લોભાદિ કષાયેને સેંકડોવાર હિંસામાં પરિણમતા જોવામાં આવે છે. ક્રોધાદિ ભાવે માં તીવ્ર આતરૌદ્ર ધ્યાનમાં મારા ઉપર વાત આવી જાય છે અને પરિણામે જીવ મારામારી કરે છે. અહીં જીવરક્ષાના પરિણામે નો અભાવ જ પ્રમાદ કહેવાય છે. અથવા તે આત્મા પિતાના મૂળભૂત ગુણેના સ્વસ્વરૂપના ચિંતનમાં સ્થિર ન રહેતાં રાગ-દ્વેષાદિ કષાયની વિકૃતિ અનુસાર કર્મોને આધીન થઈને અન્ય જીવોને ત્રાસ દુઃખ-પીડા વગેરે પહોંચાડે છે અને એ પ્રવૃત્તિ પણ હિંસા કહેવાય છે.
જેનામાં પ્રાણ વ્યપરોપણની ક્રિયા થાય છે તેને હિંસા કહેવામાં આવે છે. આરોપણનો ઉો શબ્દ છે વ્યપરોપણ. અર્થાત્ જેનું આપણ થનું છે. જે સ્થાપિત થયેલું છે તેને હરાવવું. જેનામાં પ્રાણનું આરોપણ થયું છે તેને દૂર કરવું કે તેને નાશ કરે એ હિંસા છે. “પ્રાળ વિાન ચાર” – અર્થાત્ પ્રાણીઓને પ્રાણથી વિયોગ કરવાની પ્રવૃત્તિને હિંસા કહેવામાં આવે છે. એ જ ભાવ બીજી રીતે પણ વ્યક્ત થાય છે. “સુણાધન ચારે હિંસા” એટલે કે પ્રાણીને દુઃખ આપનારાં સાધનની પ્રવૃત્તિ-યિા ઉપગ તે પણ હિંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org