________________
૧૩૧
વિરાધનાની ક્ષમાપના કર્યા પછી ફરીથી આગળની વિશેષ શુદ્ધિ માટે “તસ્સ ઉત્તરી” સૂત્ર બોલીને આગાર સૂત્ર “અનર્થ બેલીને લેગ– મ્સને કાઉસગ્ગ કરવામાં આવે છે. કાઉસગ્ગ આત્મ વિશુદ્ધિ માટે પાપ જોવા માટે પ્રાયશ્ચિત રૂપ છે. પછી ફરીથી પ્રગટ લેગસ સૂત્ર દ્વારા ૨૪ જિનેશ્વરોની સ્તુતિ કરવામાં આવે છે. આટલી ઈરિયાવહીની વિધિ કહેવામાં આવે છે અને કરવામાં આવે છે. આ વિધિ ન કરનાર સાધુ વિરાધક ભાવમાં મરીને બીજા જન્મમાં કૌશિક ગાત્ર વાળો તાપસ બન્યો અને ત્યાંથી મરીને ચંડકૌશિક નામને સાપ બન્યો. આમ એક ભવને આરાધક, જીવરક્ષક સાધુ, મરીને બીજા ભવમાં જીવ ઘાતક ભયંકર દષ્ટિ વિષવાળે સર્પ બન્યો. બીજી બાજુ આજ ઈરિયાવહીના આરાધક અઈમુત્તા મુનિ ક્ષમાયાચના કરીને કેવળ જ્ઞાન મેળવી ગયા. ઇરિયાવહી કરતાં કેવળ જ્ઞાન :
આઈમુત્તા મુનિ આઠ કે નવ વર્ષની નાની વયમાં ગૌતમ સ્વામીની સાથે ગેચરી નિમિત્તે ઘર બતાવવા ગયા અને ત્યાંથી ભગવાનના સમવસરણ સુધી પહોંચી ગયા. ભગવાનની દેશના સાંભળીને દીક્ષા લઈ લીધી. ચારિત્ર અંગીકાર કરીને સાધુ બન્યા. એકવાર થંડિલથી પાછા વળતા હતા ત્યાં તેમણે કેટલાંક બાળકને પાણીના ખાબોચીયામાં કાગળની હોડીઓ તરાવતા જોયા. બાલ સહજ સ્વભાવથી તેમને પણ મન થઈ ગયું અને એમણે પણ પિતાનાં લાકડાના પાત્રો તરપણી વગેરેને પાણુંમાં મૂકયાં અને તરાવવા લાગ્યા. બીજા બાળકની હોડીઓ તો હવાની લહેરોમાં ડૂબવા લાગી પણ લાકડાની તપણી આગળ વધવા લાગી તે જોઈને તેમને મઝા આવી અને આનંદ થયો.
ત્યાંથી પસાર થઈ રહેલા અન્ય સ્થવિર સાધુઓએ આ જોયું અને વીર પ્રભુને જણાવ્યું.
બાલમુનિને આવતાની સાથે ભગવાને કહ્યું, “વત્સ! જીવ વિરાધનાથી બચવા માટે ઈરિયાવાહિને વિધિ કરી લે.” બાલમુનિએ કિયાને પ્રારંભ કર્યો અને સૂત્ર બોલતાં “પણુગ–દગ-મટ્ટી–”એ શબ્દ આવતાં તેમને ભાન થયું કે અરે! મેં શું કર્યું? હું તે સાધુ થયો છું, દીક્ષા લીધી છે. આ દગ” કાચું પાણી અને નીચે માટી એના ઉપર તરપર્ણની નાવ તરાવી. અરેરે! મેં જીવોની વિરાધના કરી. જીવ હિંસાને ભાગીદાર થયો. બસ આટલી જાગૃતિ આવતાની સાથે એ સરળ આત્માએ પોતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org