________________
૧૨૯૯
આમ આવશ્યક સૂત્રના ચોથા અધ્યયનના ઈરિયાવહીયા સૂત્રમાં ૧૦ પ્રકારની હિંસા આવવા-જવામાં થવાની સંભાવના દર્શાવવામાં આવી છે. એકેન્દ્રિયથી પચેદિય સુધીના છામાં વધારે કે ઓછા પ્રાણની સંખ્યા છે. તેમના તે પ્રાણેને વિયેગ, નાશ કે છેદ, અભિહયા વગેરે દસ પ્રકારની ક્રિયાઓથી થવાને સંભવ છે. વળી આ દસે પ્રકારને મન, વચન અને કાયાના યોગેથી થતા ભેદને વિચાર કરીએ તે. હિંસાના પ્રકારની સંખ્યામાં વળી વધારે થઈ જાય, જેમ કે
(૧) માનસિક અભિઘાત આદિથી હિંસા ૧૦ પ્રકારે (૨) વાચિક અભિઘાતાદિથી હિંસા ૧૦ પ્રકારે
(૩) કાયિક અભિઘાતાદિથી હિંસા ૧૦ પ્રકારે ગમના ગમનની ક્રિયામાં હિંસા :
ગમના ગમન એટલે જવું અને આવવું. આ ગામના ગમનની ક્રિયા રસ્તા ઉપર જતાં આવતાં થાય છે. એને ઈયપથિકિ ક્રિયા પણ કહે છે. ‘ઈર્યા એટલે જવું અને “ઈર્યાપથ એટલે જવા આવવાને માર્ગ તેના ઉપર જતાં આવતાં ભિન્ન ભિન્ન પ્રકારના જીની આગળ ઉપર જણાવ્યું તેમ દસે પ્રકારે હિંસા થાય છે. વિરાધના થાય છે. એમાં એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના સઘળા જીની પ્રાણાતિપાતની ક્રિયાથી દસ પ્રકારે વિરાધના થઈ શકે છે અને એને દોષ લાગે છે. છતાંય મુખ્ય સ્થૂળ રૂપે કયા કયા જીની પ્રાણાતિપાતની ક્રિયાના દોષ લાગે છે, એ નીચેની ગાથામાં બતાવવામાં આવ્યું છે. Tછમ વી-મળે, ચામળે, વોરા, ઉત્તિર ! पणग, दा मट्टी मक्कडा संताणा संकमणे ।।
એટલે કે જતાં આવતાં મારાથી ત્રસકાયના પ્રાણીઓનું અતિકમણ થયું હેય, લીલી વનસ્પતિના પ્રાણ ઉપર આક્રમણ થયું હોય કે ઝાકળનું પાણી, સેવાળ, કાચું પાણી, માટી, કીડીઓનાં દર, કડીયા નાં જાળાં વગેરેનું જેમાં પ્રાણ છે એવા ત્રસ સ્થાવર આદિ પ્રાણીઓનું અતિક્રમણ થયું હોય કે વિશેષરુપથી આક્રમણ થયું હોય અને એવા જેને નાશ થયે હોય એ ભાવને ઈર્યાપથિક ક્રિયામાં ઈરિયાવહી સૂત્રથી પ્રગટ કરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org