Book Title: Panchvastuk Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 205
________________ ૧૮૬ પ્રતિદિનક્રિયાવસ્તુક| ‘ભોજન' દ્વાર/ ગાથા ૩૬૪-૩૫ ભાવાર્થ : આહાર વાપરતી વખતે રાગાદિ ન થાય તે માટે મુનિએ અત્યંત પ્રયત્ન કરવો જોઈએ, એ પ્રકારનો ઉપદેશ પૂર્વગાથામાં આપ્યો. હવે એવો માર્ગ બતાવે છે કે જેનાથી સાધુને કોઈપણ નિમિત્તથી રાગાદિ ન ઊઠે, અને તે માર્ગ આ પ્રમાણે – રાગાદિની પ્રતિપક્ષભૂત એવી વૈરાગ્ય આદિરૂપ ભાવનાઓ મુનિ જ્યારે અત્યંત ઉપયોગપૂર્વક ભાવે છે, ત્યારે તે વિશુદ્ધ કોટિની ભાવના આત્મામાં પ્રગટે છે; અને તેવી વિશુદ્ધકોટિની ભાવનાઓથી રાગાદિ દોષોનો ક્ષય થાય છે. અર્થાત્ જીવમાં તેવા પ્રકારના રાગાદિ થઈ શકે તેવા સંસ્કારો નાશ પામે છે, અને સહજ રીતે તે મુનિ ભાવનાઓથી ભાવિત માનસવાળા રહી શકે છે, જેથી તથાવિધ નિમિત્તને પામીને સુંદર ભોજનાદિ વાપરવા છતાં પણ લેશમાત્ર રાગાદિ પરિણામો મુનિને સ્પર્શી શકતા નથી. li૩૬૪ll અવતરણિકા: अकारणे न भोक्तव्यमिति भोजनकारणान्याह - અવતરણિકાર્ય : અકારણમાં ભોજન કરવું જોઈએ નહીં, એથી ભોજનના કારણોને કહે છે – ભાવાર્થ : ગાથા ૩૫૯માં ગ્રહણ અને પ્રક્ષેપ, એમ બે પ્રકારની સામાચારી બતાવી. ત્યારપછી પાત્રામાંથી કઈ રીતે સાધુ કવલ ગ્રહણ કરે અને તે કવલનો મુખમાં પ્રક્ષેપ કરે, તેની વિધિમાં રાગાદિ દોષોને ટાળવાનો ઉપાય બતાવ્યો. હવે કારણ ન હોય તો મુનિએ ભોજન પણ ન કરવું જોઈએ, એથી હવે સાધુને ભોજન કરવાનાં છ કારણો બતાવે છે – ગાથા : वेअण वेआवच्चे इरिअट्ठाए अ संजमट्ठाए । तह पाणवत्तिआए छटुं पुण धम्मचिंताए ॥३६५॥ दारगाहा ॥ અન્વચાર્ગ : વેગ-=વેદના=શુપાવેદનીયના શમન માટે, વેરાવળ્યે વૈયાવૃજ્ય=સાધુઓની વૈયાવચ્ચ કરવા માટે, મિઠ્ઠા =ઈર્યાના અર્થે ઇર્યાસમિતિના પાલન માટે, સંગમઠ્ઠા =અને સંયમના અર્થે=સંયમના પાલન માટે, તદ પાવત્તિમા અને પ્રાણના પ્રત્યયે=જીવનના રક્ષણ માટે, છઠું પુ થHધતા વળી છઠું (કારણ) ધર્મની ચિંતાથી=ધર્મનું ચિંતન કરવા માટે, (સાધુ ભોજન કરે.) ગાથાર્થ : સુધાવેદનીયના શમન માટે, સાધુઓની વૈયાવચ્ચ માટે, ઇર્ષાસમિતિના પાલન માટે અને સંચમના રક્ષણ માટે, અને જીવનના રક્ષણ માટે, વળી છઠ્ઠું કારણ ધર્મનું ચિંતન કરવા માટે સાધુ ભોજન કરે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246