Book Title: Panchvastuk Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 221
________________ ૨૦૨ પ્રતિદિનક્રિયાવસ્તુક, ‘ભોજન' દ્વાર/ ગાથા ૩૮૨ ટીકા : ____ अत्र पुनः विकृत्यधिकारे परिभोगो निर्विकृतिकानामपि खण्डादीनां कारणापेक्षः, कारणं शरीरासंस्तरणं, उत्कृष्टद्रव्याणां रसाद्यपेक्षयैव न त्वविशेषेण विज्ञेयः परिभोग इति, एतदुक्तं भवति"आवण्णनिव्विगइयस्स असहुणो परिभोगो, इंदियजयत्थं निव्विगतियस्स न परिभोगो"त्ति गाथार्थः li૩૮રા * “નિર્વિવતિમાનામપિ'માં ‘'થી એ જણાવવું છે કે સાધુને વિગઈઓનો પરિભોગ તો કારણની અપેક્ષાવાળો છે જ, પરંતુ નિવિગઈઓનો પણ પરિભોગ કારણની અપેક્ષાવાળો છે. * “સાપેક્ષવ''માં ‘રિ' પદથી વર્ણ,ગંધ અને સ્પર્શનું ગ્રહણ કરવાનું છે, અને ખાદ્યપદાર્થમાં રસની પ્રધાનતા હોવાથી “વર્ણાદિની અપેક્ષાએ જ' એમ ન કહેતાં “રસાદિની અપેક્ષાએ જ' એમ કહેલ છે. ટીકાર્ય : વળી અહીં=વિગઈઓના અધિકારમાં, નિર્વિકૃતિક એવી પણ ખાંડ આદિનો પરિભોગ કારણની અપેક્ષાવાળો છે, શરીરનું અસંસ્તરણ કારણ છે=શરીરનું અસમર્થપણું નિર્વિકૃતિક એવા ખાંડ આદિ દ્રવ્યોના પરિભોગનું કારણ છે. વળી રસાદિની અપેક્ષાથી જ ઉત્કૃષ્ટ દ્રવ્યોનો પરિભોગ અવિશેષથી=સાધુને સામાન્યથી, ન જાણવો. તિ' ગાથાસ્પર્શી ટીકાની સમાપ્તિમાં છે. આ કહેવાયેલું થાય છે – આપન નિર્વિકૃતિકનો=પ્રાપ્ત થયેલ નિવિયાતા દ્રવ્યનો, અસહિષ્ણુ સાધુને પરિભોગ છે, ઈદ્રિયોના જય અર્થે નિર્વિકૃતિકનો પરિભોગ નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સાધુઓ સામાન્ય સંયોગોમાં અંત-પ્રાંત-તુચ્છ ભોજન કરે છે, તો પણ કોઈક સાધુનું શરીર કોમળ હોવાને કારણે ઋક્ષ ભોજન વાપરીને સંયમનું પાલન કરવા અસમર્થ હોય તો જેમાં વિગઈનું મૂળ સ્વરૂપ નથી તેવા નિવિગઈવાળા દ્રવ્યોનું તે સાધુ સેવન કરે. અને કોઈ કારણ ન હોય તો સાધુ જેમ વિગઈવાળાં દ્રવ્યો વાપરતા નથી, તેમ નિવિગઈવાળાં દ્રવ્યો પણ વાપરતા નથી. આ રીતે ગાથાના પૂર્વાર્ધથી એ પ્રાપ્ત થયું કે શરીરના અસંતરણને કારણે સાધુ નિવિગઈવાળાં દ્રવ્યોનો પરિભોગ કરે છે. એને જ સ્પષ્ટ કરવા ગાથાના ઉત્તરાર્ધથી કહે છે – રસાદિની અપેક્ષાએ જ ઉત્કૃષ્ટ દ્રવ્યોનો પરિભોગ સાધુ સામાન્યથી કરે નહીં, પરંતુ સંયમના યોગો સેવવા માટે શરીર અસમર્થ બન્યું હોય ત્યારે કારણવિશેષથી જ તેવા નિવિયાતા ઉત્કૃષ્ટ દ્રવ્યોનો પરિભોગ કરે છે. વળી આ ગાથાના તાત્પર્યને સ્પષ્ટ કરતાં કહે છે કે જે સાધુનું શરીર ઋક્ષ આહારને સહન કરી શકે તેમ ન હોય તેવા જ સાધુ નિવિગઈનો પરિભોગ કરે, પરંતુ જેઓનું શરીર ઋક્ષ આહારને સહન કરી શકે તેવું હોય તેવા સાધુઓ તો ઇન્દ્રિયોનો જય કરવા માટે નિવિગઈનો પણ પરિભોગ કરે નહીં; કેમ કે ઇન્દ્રિયોને અનુકૂળ રસાદિવાળાં દ્રવ્યોનો પરિભોગ કરવાથી ઇન્દ્રિયોને અનુકૂળ પદાર્થો પ્રત્યે જીવને સૂક્ષ્મ પણ પક્ષપાત થવાની સંભાવના રહે છે. ll૩૮રા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246