Book Title: Panchvastuk Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 238
________________ પ્રતિદિનક્રિયાવસ્તક “વિચાર' દ્વાર/ ગાથા ૩૯૪-૩૯૫ ૨૧૯ ભાવાર્થ : કોઈ સાધુને અકાલમાં મળત્યાગ કરવાની શંકા થાય, ત્યારે પૂર્વગાથામાં બતાવ્યું એ પ્રમાણે તે સાધુ વિધિપૂર્વક સંજ્ઞાભૂમિએ જાય, અને પોતાને આવશ્યક હોય તેનાથી વધારે પાણી ગ્રહણ કરે, જેથી સંજ્ઞાભૂમિમાંથી આવતા કે જતા ગૃહસ્થો જોતા હોય તો વધેલા પાણીથી હાથ-પગ ધોઈ શકાય, જેથી શાસનનો ઉડ્ડાહ ન થાય; પરંતુ જો વધારે પાણી ન લીધું હોય તો પાણી નહીં વધવાથી કોઈ ગૃહસ્થ જોતા હોય તોપણ સાધુ હાથ-પગ ધોઈ ન શકે, જેથી તે સાધુને જોઈને કોઈ ગૃહસ્થને થાય કે સાધુઓ અશુદ્ધ ભૂમિમાંથી આવ્યા પછી સ્વચ્છ થતા નથી, તેથી આ લોકોનો ધર્મ અશુચિવાળો છે. વળી જો ગૃહસ્થ ન હોય તો સાધુને પાણીથી હાથ-પગ ધોવાની આવશ્યકતા રહેતી નથી; આમ, સાધુ મળત્યાગ કરવા સંજ્ઞાભૂમિએ જતી વખતે વધારે પાણી લઈને જાય, અને તે પાનક પણ વસ્ત્રથી ઢાંકેલ પાત્રામાં ગ્રહણ કરે; જેથી કોઈ ગૃહસ્થને શંકા ન થાય કે આ સાધુ સંજ્ઞાભૂમિએ જવા નીકળ્યા છે. વળી પાત્રાને ઝોળીથી ઢાંકીને લઈ જવાનું વિશેષ કારણ આગળની ગાથાની ટીકામાં બતાવ્યું છે. અને સંજ્ઞાભૂમિએ જતી વખતે પણ ગુરુને અને અન્ય સાધુઓને પૂછીને જાય, જેથી કોઈને મળત્યાગ માટે સાથે આવવું હોય તો આવી શકે. આ પ્રકારની અકાલસંજ્ઞાની વિધિ છે. વળી કાલસંજ્ઞાવિષયક વિભાગ પૂર્વગાથામાં વૃદ્ધ સંપ્રદાયના વર્ણનમાં બતાવ્યો કે “તસ્થ ના વાસ્તે સી सुत्तपोरिसिं अत्थपोरिसिं च काऊणं कालस्स पडिक्कमित्ता जायाए वेलाए सा काले, अहवा जा जिमियस्स સી ને એ રીતે સૂત્રપોરિસી અને અર્થપોરિસી કરીને કાળનું પ્રતિક્રમણ કર્યા પછી ગોચરીએ જતાં પહેલાં મળત્યાગ માટે જાય, તે અહિંડિતકાલસંજ્ઞા છે; અને જેઓ ગોચરી લાવ્યા પછી વાપર્યા પછી મળત્યાગ માટે જાય, તે હિડિતકાલસંજ્ઞા છે. ૩૯૪ો. અવતરણિકા: उत्कृष्टकालसंज्ञामाह - અવતરણિયાર્થ: ગાથા ૩૯૩માં કાલસંજ્ઞા અને અકાલસંજ્ઞાનું સ્વરૂપ બતાવ્યું, અને ગાથા ૩૯૪માં કાલસંજ્ઞાના હિંડિત અને અહિંડિત, એમ બે ભેદ પાડ્યા. તેમાંથી હિંડિતકાલસંજ્ઞા ઉત્કૃષ્ટ કાલસંજ્ઞા છે, તેથી હવે ઉત્કૃષ્ટ કાલસંજ્ઞાને કહે છે – ગાથા : कप्पेऊणं पाए एकिक्कस्स उ दुवे पडिग्गहिए । दाउं दो दो गच्छे तिण्हट्ठ दवं तु घित्तूणं ॥३९५॥ અન્વયાર્થ: પાણ પેક પાત્રોને કલ્પ કરીનેeગોચરી વાપર્યા પછી પાત્રાને ત્રણ વાર ધોઈને, ક્ષત્રિ એક-એકના જ=પોતાના અને પોતાના સંઘાટકના એમ બંનેના જ, તુવે પડિયા િતાબે-બે પ્રતિગ્રહકને આપીને તો વળી બે-બે સાધુ તિથ્રક્રુ-ત્રણ સાધુઓના અર્થે તવં દ્રવને-પાણીને, ધિતૂui=ગ્રહણ કરીને વચ્ચે જાય છે=મળત્યાગ માટે સંજ્ઞાભૂમિએ જાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246