Book Title: Panchvastuk Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 241
________________ ૨૨૨ પ્રતિદિનક્રિયાવસ્તક “વિચાર” દ્વાર/ ગાથા ૩૯૬-૩૯૦ તુવળી દ્વિતીય-બીજા સાધુ, પુર્વ માસમં આ રીતે અન્યની સાથે બીજા સંઘાટકમાંના એક સાધુ સાથે, વશ્વડું જાય છે=મળત્યાગ માટે સંજ્ઞાભૂમિએ જાય છે. ગાથાર્થ વળી પાત્રાને ત્રણ વાર ધોઈને ગોચરી માટે ગયેલા સંઘાટકવાળા બેમાંથી એક સાધુ બંનેના પણ પાત્રાને ધારણ કરે છે, વળી બીજા સાધુ આ રીતે અન્ય સંઘાટકમાંના એક સાધુ સાથે મળત્યાગ માટે સંજ્ઞાભૂમિએ જાય છે. ટીકા : ____ कल्पयित्वा पात्राणि सङ्घाटकवान् एकः अन्यतरो द्वयोरपि पात्रे धारयति, द्वितीयस्तु सङ्घाटकवान् व्रजति एवमन्यसममिति अन्यसङ्घाटकसत्कसाधुसममिति गाथार्थः ॥३९६॥ ટીકાર્થ: પાત્રોને કલ્પ કરીને-ત્રણ વાર ધોઈને, સંઘાટકવાળા એક=અન્યતર=ગોચરીએ ગયેલા સંઘાટકમાંના બેમાંથી એક સાધુ, બંનેના પણ બે પાત્રને પાત્રક અને માત્રકને, ધારણ કરે છે. વળી સંઘાટકવાળા દ્વિતીય=ગોચરીએ ગયેલા સંઘાટકમાંના બીજા સાધુ, આ રીતે અન્યની સાથે બીજા સંઘાટક સંબંધી સાધુની સાથે, જાય છે=મળત્યાગ કરવા માટે સંજ્ઞાભૂમિએ જાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સાધુ વાપર્યા પછી પાત્રાને ત્રણ વાર ધોવે, અને ત્યારપછી ગોચરી માટે જે બે સાધુ સંઘાટક બનીને ગયા હોય, તે સંઘાટકમાંના બે સાધુમાંથી કોઈપણ એક સાધુ પોતાના અને પોતાના સંઘાટક સાધુના, એમ બંનેના પાત્રાનું ધ્યાન રાખે; કેમ કે પાત્રા કોઈને સાચવવા આપ્યા વગર એમ ને એમ સાધુથી બહાર જવાય નહિ. તેથી મળત્યાગ માટે જનાર સાધુ પોતાના પાત્રા પોતાના સંઘાટક સાધુને સંભાળવા માટે આપે, અને બીજા સંઘાટક સંબંધી એક સાધુ સાથે મળત્યાગ કરવા માટે સંજ્ઞાભૂમિએ જાય. II૩૯દી ગાથા : एक्किक्को संघाडो तिण्हायमणं तु जत्तिअं होइ । दवगहणं एवइअं इमेण विहिणा उ गच्छंति ॥३९७॥ અન્વયાર્થ: Thદો સંવાડો એક એક સંઘાટક તિત્રણ સાધુઓને ગત્ત કાયમUાં જેટલું આચમન રોથાય છે, જીવ ત=એટલું જ વUEદ્રવનું ગ્રહણ કરે છે,) ૩વિUિC=આ જ વિધિથી=આગળની ગાથામાં કહેવાશે એ જ વિધિથી, છતિ=જાય છે=મળત્યાગ માટે સંજ્ઞાભૂમિએ જાય છે. ગાથાર્થ : એક એક સંઘાટક ત્રણ સાધુઓને જેટલું આચમન થાય એટલું જ પાણી ગ્રહણ કરે છે, અને આગળમાં કહેવાશે એ જ વિધિથી મળત્યાગ માટે સંજ્ઞાભૂમિએ જાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246