Book Title: Panchvastuk Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 227
________________ ૨૦૮ પ્રતિદિનક્રિયાવસ્તુક ભોજન' દ્વાર-પાત્રકધાવન” દ્વાર/ ગાથા ૩૮૦-૩૮૮ ટીકાર્થ : જેના વડે જેટલા પ્રમાણવાળા આહારના ગ્રહણ વડે, પ્રત્યુત્પન્નમાં વર્તમાનમાં, કે અનાગતમાં એષ્યમાં= ભવિષ્યમાં, તેની પુષ્ટતાથી કે સુધાથી=શરીરના પુષ્ટપણાથી કે ભૂખથી, સંયમયોગોની-કુશળવ્યાપારોની પરિહાણિ ન થાય, તેને–તેટલા પ્રમાણવાળા આહારના ગ્રહણને, સાધુનો પ્રમાણવાળા=પ્રમાણથી યુક્ત, આહાર તમે જાણો, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: - સાધુ દીર્ધદષ્ટિથી પોતાના શરીરની ક્ષમતાનો વિચાર કરીને આહાર વાપરે, જેથી પોતે વર્તમાનમાં સંયમના વ્યાપારી સારી રીતે કરી શકે અને ભવિષ્યમાં પણ સંયમના યોગોની હાનિ ન થાય; પરંતુ જો સાધુ કેવલ ઊણોદરી કરવાની વૃત્તિવાળા હોય, તો સુધાને કારણે ક્વચિત્ વર્તમાનમાં સંયમની ક્રિયાઓ પ્રમાદથી થાય, જેથી તે તે ક્રિયાઓથી ઉત્તમ અધ્યવસાયો નિષ્પન્ન થઈ શકે નહિ; તો ક્વચિત્ અતિશય ઊણોદરી કરવાને કારણે કાળક્રમે શરીર અસમર્થ બની જાય, જેથી દઢ પ્રયત્ન દ્વારા પણ ક્રિયાઓમાં પરિણામની વૃદ્ધિ થઈ શકે નહિ. આમ, ઊણોદરી કરવાની વૃત્તિ હોવા છતાં દીર્ઘ પર્યાલોચનના અભાવને કારણે ઊણોદરી જ સંયમના પરિણામની વ્યાઘાતક બની જાય છે. અથવા જો સાધુ શરીરને પુષ્ટ કરવાની વૃત્તિથી આહાર ગ્રહણ કરતા હોય, તો કદાચ તે સાધુ બાહ્ય ક્રિયાઓ સારી રીતે કરી શકતા હોય તોપણ શરીર પ્રત્યેના મમત્વને કારણે તે ક્રિયાઓ તેમને સમ્યગુ પરિણમન પામતી નથી; કેમ કે આહારની વૃદ્ધિ અને શરીર પ્રત્યેની પુષ્ટતાનો ભાવ સંયમના પરિણામની વૃદ્ધિમાં અવરોધક બને છે. આથી શરીરની પુષ્ટિનો આશય પણ ન થાય અને અવિચારક રીતે સુધા સહન કરવાની વૃત્તિ પણ ન થાય, તે રીતે સાધુ આહાર વાપરે, જેથી સંયમના યોગોમાં દઢ યત્ન દ્વારા ઉત્તમ ભાવોની વૃદ્ધિ થઈ શકે; અને આ પ્રકારે વપરાયેલો આહાર સાધુ માટે પ્રમાણોપેત આહાર જાણવો. ૩૮૭ અવતરણિકા: मूलद्वारगाथायां भोजनद्वारमुक्तम्, अधुना पात्रधावनद्वारव्याचिख्यासयाऽऽह - અવતરણિયાર્થ: ગાથા ૨૩૦ રૂપ મૂળદ્વારગાથામાં બતાવેલ છઠું “ભોજનદ્વાર ગાથા ૩૪૩થી ૩૮૭માં કહેવાયું. હવે સાતમા “પાત્રધાવન’દ્વારનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી ગ્રંથકાર કહે છે – ગાથા : अह भुंजिऊण पच्छा जोग्गा होऊण पत्तगे ताहे । जोग्गे धुवंति बाहिं सागरिए नवरमंतो वि ॥३८८॥ અન્વયાર્થ : નિઝા પછી ભોજન કરીને પછી નો હો=યોગ્ય થઈને, તાદે ત્યારપછી નો પત્તોત્ર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246