Book Title: Panchvastuk Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 234
________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “પાત્રકધાવન” દ્વાર-“વિચાર” દ્વાર / ગાથા ૩૯૨-૩૯૩ ૨૧૫ આકુંચન-પ્રસારણ આગાર અને પારિષ્ઠાપનિકા આગાર; આ આગારો પહેલાં ગ્રહણ કરાયા હતા, તેઓના નિરોધ અર્થે ફરી પણ=ભોજન કરીને પાત્રધાવન કર્યા પછી પણ, પચ્ચકખાણ કરવું જોઈએ. ભાવાર્થ: ગોચરી વાપર્યા પછી પાત્રા ધોવાની વિધિનું વર્ણન ગાથા ૩૯૧માં પૂરું થયું. ત્યારબાદ જે પચ્ચખાણ કરવાનું છે તેને પાત્રપાવનકારની અંર્તગત લઈને ગ્રંથકારશ્રી તેનું સ્વરૂપ બતાવે છે – સાધુએ એકાસણું કર્યું હોય તોપણ અપ્રમાદની વૃદ્ધિ માટે પાત્રા ધોયા પછી સાધુ પચ્ચકખાણ કરે છે અર્થાત્ એકાસણાનું પચ્ચખાણ પૂર્વે કર્યું હોવાથી વાપર્યા પછી પણ આહારત્યાગનું પચ્ચખાણ છે જ, તોપણ ફરી પાણી વાપરવાનું ન હોય તો ચોવિહારનું કે પાણી વાપરવાનું હોય તો તિવિહારનું પચ્ચખાણ લેવાથી સાધુને “હવે મારે આહાર વાપરવાનો નથી,” એવો એક સંકલ્પવિશેષ થાય છે, જે અપ્રમાદભાવની વૃદ્ધિનું કારણ બને છે, માટે સાધુ પચ્ચકખાણ કરે છે. વળી, વાપર્યા બાદ પાત્રા ધોયા પછી બીજી વખત પચ્ચકખાણ લેવાથી ભગવાનની આજ્ઞાનું પાલન થાય છે, જે આત્મા માટે કલ્યાણરૂપ છે, અને વાપર્યા પછી પચ્ચખાણ લેવાનું બીજું પ્રયોજન એ છે કે એકાસણાનું પચ્ચખાણ લેતી વખતે “સાગરિયાગારેણં, આઉટણપસારેણં, ગુરુઅદ્ભુટ્ટાણેણં, પારિઢાવણિયાગારેણં” એમ જે ચાર આગારો રાખેલા હતા, તેનો પણ ફરી પચ્ચકખાણ ગ્રહણ કરવાથી નિરોધ થાય છે. માટે સાધુએ પાત્રા ધોયા પછી પચ્ચકખાણ ગ્રહણ કરવું જોઈએ. li૩૯રા અવતરણિકા: अधुना विचारद्वारमाह - અવતરણિકાઈઃ પાત્રા ધોઈને પચ્ચકખાણ લીધા પછી સાધુ મળત્યાગ અર્થે સંજ્ઞાભૂમિમાં જાય છે, તેથી હવે મૂળદ્વાર ગાથા ૨૩૦માં બતાવેલ આઠમા “વિચારધારાને કહે છે – ગાથા : कालमकाले सण्णा कालो तइयाए सेसगमकालो । पढमा पोरिसि आपुच्छ पाणगमपुष्फि अण्ण दिसिं ॥३९३॥ અન્વચાઈ: - વાર્તાને સઈUT=કાલ-અકાલમાં સંજ્ઞા થાય છે, તફયાણ નો-તૃતીયામાંeત્રીજી પોરિસીમાં, (સંજ્ઞા થાય તે) કાલ છે. સેલમાનોઃશેષ અકાલ છે. ઢિમા પરિસિ=પ્રથમ પોરિસીમાં (સંજ્ઞા થયે છતે બીજા સાધુઓને) માપુ પૂછીને અહિં અન્ય દિશાને વિષે પુષ્ટિપાછાં અપુષ્મિત=ગંધરહિત, પાનક (ગ્રહણ કરવું જોઈએ.) ગાથાર્થ : કાલમાં અને અકાલમાં સંજ્ઞા થાય છે, ત્રીજી પોરિસીમાં સંજ્ઞા થાય તે કાલસંજ્ઞા છે, શેષ અકાલસંજ્ઞા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246