Book Title: Panchvastuk Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 230
________________ પ્રતિદિનક્રિયાવસ્તક “પાત્રકધાવના' દ્વાર/ ગાથા ૩૯૦ અન્વયાર્થ: સંતો=અંદર નિરવવશ્વ =નિરવયવ હોતે છતે જ=પાત્રા ભોજનના અંશોથી રહિત હોતે છતે જ, વિવિખે વિકબીજા-ત્રીજા કલ્પમાં પણ ગઠ્ઠો વાબિહાર અવયવં અવયવને=ભોજનના અંશને, પદે દેખે, (તો) તેવા સંતનજો તે જ અંતર્જલ વડે તે પે તે કલ્પથી રન્ન=કરે=બહાર લાગેલા ભોજનના અવયવને સાફ કરે. ગાથાર્થ : પાત્ર અંદરથી ભોજનના અવયવોથી રહિત હોતે છતે જ બીજા-ત્રીજા કલ્યમાં પણ જે બહાર ભોજનના અવયવ દેખાય, તો તે જ અંતર્જલે વડે તે કલ્પથી બહાર લાગેલા ભોજનના અવયવને સાફ કરે. ટીકા : ___ अन्त: मध्ये निरवयव एव पात्र इति गम्यते द्वितीयतृतीयकल्पेऽपि प्रस्तुते बहिर्यदि प्रेक्षेत कथञ्चिदवयवं, ततोऽन्तर्जलेन तेनैव गृहीतेन कुर्यात् तत्कल्पाद् बहिः, न पुनस्तद्भङ्गभयादन्यत्र गृह्णीयादिति गाथार्थः ॥३९०॥ ટીકાર્ય : અંદર=મધ્યમાં, પાત્ર નિરવયવ જ હોતે છતે ભોજનના અંશોથી રહિત જ હોતે છતે, પ્રસ્તુત એવો બીજો-ત્રીજો કલ્પ કરાયે છતે પણ=બીજી-ત્રીજી વખત પાત્ર ધોવાની વિધિ કરાયે છતે પણ, જો કોઈક રીતે બહાર અવયવને પાત્રની બહાર ભોજનના અંશને, જુએ, તો ગ્રહણ કરેલ તે જ અંતર્જલ વડે=પાત્રને અંદરથી ધોવા માટે લીધેલ પાણી વડે જ, તે કલ્પથી=બીજા કે ત્રીજા કલ્પથી, બહાર કરેઃપાત્રને બહારથી ધોવે. પરંતુ તેના ભંગના ભયથી=પાત્ર ભાંગી જવાના ભયથી, અન્યત્ર=બીજા કોઈ ભાજનમાં રહેલ પાણી, ગ્રહણ ન કરે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે સાધુઓ સ્વચ્છ પાણી વડે પાત્રાને ત્રણ વાર ધુવે છે. તે કઈ રીતે ધુવે છે? તે સ્પષ્ટ કરે છે – પાત્રાને અંદર એક વખત ધોયા પછી અંદર કોઈ આહારનો અવયવ રહેલો ન હોય તોપણ બીજીત્રીજી વખત પાત્રાને અંદરથી ધુવે છે; ત્યારે જો પાત્રાની બહારના ભાગમાં કોઈ આહારનો અવયવ લાગેલો દેખાય, તો તે પાત્રાને બીજી-ત્રીજી વાર અંદર જે પાણીથી ધોયું હોય તે જ પાણીથી પાત્રાની બહાર લાગેલા તે આહારના અવયવને સાફ કરે, અને જો પાત્રાની બહાર કોઈ આહારનો અવયવ લાગેલો ન હોય તો પાત્રાને અંદરથી જ ત્રણ વાર ધુવે, પરંતુ અંદરના પાણીથી પાત્રાને બહાર સાફ કરવા માટે યત્ન કરવા જતાં પાત્રુ હાથમાંથી પડશે તો ફૂટી જશે, એ પ્રકારના પાત્રુ ભાંગવાના ભયથી, સાધુ પાત્રાની બહાર લાગેલા અવયવને સાફ કરવા નવું પાણી લે નહીં; કેમ કે તેમ કરવાથી પાણીનો અધિક વ્યય થાય છે, અને સાધુને અત્યંત પરિમિત પાણીથી જ પાત્રા સ્વચ્છ કરવાના હોય છે. આ રીતે પરિમિત પાણીથી જ પાત્રા ધોવાથી અને પાત્રામાં આહારના અંશો ન રહે તે પ્રકારની ઉચિત કાળજી રાખવાથી શાસ્ત્રોક્ત વિધિનું પાલન થાય છે. ૩૯૦. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246