________________ परिशिष्टम्-७ 302 1/20 પૐ વીરશામિદે - પૂર્વે મુનિઓ ઠંડીમાં શીત પરીષહ સહન કરવા સર્વ વસ્ત્રના ત્યાગનો અભિગ્રહ કરતા. તેમાં “ચોલપટ્ટાગારેણે આગાર હતો. અભિગ્રહધારી તે સાધુઓ કોઈ ગૃહસ્થનું આગમન થાય ત્યારે મર્યાદા જાળવવા ચોલપટ્ટો ધારણ કરતા. આવા વિશિષ્ટ અભિગ્રહો કરવાથી લોકોમાં જૈન શાસનની પ્રશંસા થાય કે “ખરેખર જૈન સાધુઓ આવી કડકડતી ઠંડીમાં વસ્ત્રરહિત ઉત્તમ સાધના કરે છે.” 1/22 માર: - વ્રતોનો સ્વીકાર કર્યા પછી ભંગ કરવો તે મોટું પાપ છે. અને નાના પણ નિયમનું સારી રીતે પાલન ગુણકારી છે. આથી ગુણોની વૃદ્ધિ થાય અને દોષોની અલ્પતા થાય તે રીતે વ્રતોનો સ્વીકાર કરવો. અપવાદની આચરણાનો પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે પણ અપવાદને બદલે ઉત્સર્ગ જ આચરવો તે કદાગ્રહ છે. આવો કદાગ્રહ અનેક જીવોનું અહિત કરનાર હોવાથી અશુભ છે. તથા વિશિષ્ટધર્મકાર્યની સિદ્ધિમાં અવરોધ ઉત્પન્ન કરે છે. ગ્લાનાદિ સાધુઓની વૈયાવચ્ચ ભક્તિ કરી શકાય તે માટે શાસ્ત્રોમાં આગારો-અપવાદો વર્ણવ્યા છે. પચ્ચખાણસૂત્રમાં જરૂરી અપવાદો શાસ્ત્રમાં એટલા માટે જ વર્ણવ્યા છે કે જે અપવાદોને સેવવાથી-આચરવાથી પચ્ચખાણનો ભંગ ન થાય. ખરેખર ગીતાર્થ ભવભીરૂ મહાપુરુષો સર્વ જીવોનું એકાન્ત કલ્યાણ પ્રાપ્ત થાય તે રીતે પ્રવૃત્તિ કરતા હોય છે. જિનશાસનના આગમ શાસ્ત્રના તાત્પર્યાર્થથી રહિત માત્ર ક્રિયાનું આરાધનઆચરણ ગીતાર્થોને સંતોષ પેદા કરતું નથી. માટે સર્વ જીવો ઉપર અનુગ્રહ કરવા પચ્ચખાણમાં આગારો રખાયા છે. 1/28 શ્રોત્સાવધાવપ પરં માત્ - સર્વ સાવદ્યયોગોના ત્યાગરૂપ સામાયિક “જીવનના અંત સુધીની મર્યાદાવાળું સ્વીકારાય છે. ત્યારપછી તો હું સર્વ પ્રકારના ભોગસુખો ભોગવીશ” - એ ભાવનાથી નહિ પરંતુ જીવન પૂર્ણ થયા પછી “મારા સામાયિકનો ભંગ ન થાઓ” એ ભાવનાથી મર્યાદા કરાય છે. કારણકે દેવાદિગતિમાં ગયેલા સાધકને ત્યાં વિરતિનો સંભવ નથી. ખરેખર, પોતાનાથી જેટલા અંશે વ્રતોનું પાલન થઈ શકે તેમ છે તેટલા અંશની જ પ્રતિજ્ઞાના સ્વીકારરૂપ સામાયિક કરવું ઉચિત છે. જે વિષય સંદેહયુક્ત હોય તે વિષયમાં ખરેખર વિદ્વાનો પ્રતિજ્ઞા કરવા ઉપયોગવાળા બનતા નથી. સાધકને જીવનના અંત સુધી સામાયિકની પ્રતિજ્ઞા કરવામાં પોતે સ્વતન્ન હોવાથી કોઈ દોષ લાગતો નથી. પ્રતિજ્ઞાનો સ્વીકાર કરનારને આ પ્રમાણેનો અધ્યવસાય હોય