________________ 307 परिशिष्टम्-७ 7. जिनवंदनविधि पञ्चाशकम् 7/2 ગુરૂપદેશાનુસાર - આગમશાસ્ત્રોના ઔદમ્પર્ધાર્થ રહસ્યાર્થને જાણનાર તથા જિનાજ્ઞાનુસાર અનુષ્ઠાનની આરાધનામાં તત્પર એવા આચાર્ય ભગવન્તની સુવિહિત પરંપરાથી પ્રાપ્ત વચનને અનુસારે થતી આરાધના. 7/6 TUરત્ર - પુણ્યાનુબંધી પુણ્ય તથા સમક્તિાદિ ગુણો પોતાનામાં લાવીને જિનભવનને કરાવતો શ્રાવક. 7/22 દ્રષ્ટકૂર્ણનમ્ - અધિક વેતન મળવાથી ખુશ થયેલા કારીગરો પહેલા કરતાં અધિક કામ કરે છે. આ દષ્ટ - આ ભવમાં મળનાર ફળ થયું. પરલોકમાં તે કારીગરોને સમ્યગ્દર્શન ભદ્ર પરિણામ પ્રમુખ ગુણોની પ્રાપ્તિ થાય. આ અદષ્ટ ફળ થયું. ૭/ર સ્વાશય વૃદ્ધિઃ - શોભન આશય - શુભ પરિણામ - કુશલ પરિણામની વૃદ્ધિ - વિવેકગુણની વૃદ્ધિ. ૭/રૂર તથિaોષનિવારણ યતના - જ્યારે વ્યક્તિ ધર્મ પામેલ નથી ત્યારે કદાચ તે ધર્મસ્થાનમાં યતનાપૂર્વક પ્રવૃત્તિ કરે, પરંતુ અન્ય કાળે કે અન્ય ક્ષેત્રમાં સ્વાભિપ્રેત જ - સ્વેચ્છાપૂર્વક વર્તે, પરંતુ ધર્મ પામેલ વ્યક્તિ સર્વ કાળે અને સર્વક્ષેત્રોમાં ધર્મનો પક્ષપાતી હોવાથી યતનાપૂર્વક જ વર્તે. 7/36 વોષનિવારંપત્વેિન નિષમ્ - ઉંચા-નીચા કાંટાઓની શાખાના મર્દનથી બાળકને પીડા થતી હોવા છતાં માતાનો જેમ હિતકારી પરિણામ છે. એ જ પ્રમાણે અધિક દોષોથી પ્રાણીઓનું રક્ષણ કરતા ભગવાનનો પણ હિતકારી પરિણામ છે. 7/37 यथोचितं प्रजानक्षतो भगवतः कथं भवेद्दोषः ? સામાન્યથી સંસારી જીવો આરંભાદિ દોષોમાં પ્રવૃત્તિ કરે છે. પોતાની જાતે જ સંસારી જીવો દોષોને આચરનારા છે તેમાં ભગવાન નિમિત્તભૂત નથી. પોતાની જાતે જ ખરેખર સંસારી પ્રાણીઓ શરીરાદિને જાળવવા દુઃખોને દૂર કરવા ભોજનાદિ વિષયોમાં પ્રવૃત્તિ કરતા હોય છે. મહાજ્ઞાની આદિકુમાર રાજયાવસ્થામાં રાજા તરીકે પોતાના ઔચિત્યને જાણીને કાંઇક ઉપદેશ આપે છે. તે અપેક્ષાએ પ્રાણીઓ ભગવાનનો ઉપકાર માને છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી ભગવાન આદિનાથ ધર્મમાં પ્રવૃત્ત થવાનો અને પાપમાંથી નિવૃત્ત થવાનો જ ઉપદેશ આપે છે. માટે રાજયાવસ્થામાં શ્રી ઋષભ રાજાએ કરેલ શિલ્પાદિવિધાન નિર્દોષ છે.