Book Title: Panchashak Prakaranam
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Sansthan

View full book text
Previous | Next

Page 354
________________ 319 परिशिष्टम्-७ 6/34 વિહિતના - કર્મનો ક્ષય અને સર્વકર્મના અનુબંધના વ્યવચ્છેદ દ્વારા અપૂર્વકરણ નામનું આઠમું ગુણઠાણુ તથા ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણી સાધકોને પ્રાપ્ત થાય છે. ૨૬/રૂપ તપ - અપૂર્વકરણાદિ ગુણઠાણામાં ભાવની પ્રધાનતા હોવાથી ઘણા કર્મોનો ક્ષય થાય છે. તથા ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણી ખરેખર જે નિકાચિત કર્મનો ક્ષય કહ્યો છે તે વિશિષ્ટ શુભ ભાવ વિના અન્ય કોઇ સ્થાન સંભવતું નથી. માટે તે જ પ્રબળ શુભ ભાવ કર્મનો ક્ષય કરતો હોવાથી કરણરૂપ જાણવો. વિશિષ્ટ શુભભાવ રૂપ હોવાથી જ પ્રાયશ્ચિત્ત દોષવિશુદ્ધિનું ઉત્તમ કારણ છે. વિશિષ્ટ શુભભાવ વિના કરેલું પ્રાયશ્ચિત્ત પણ કર્મક્ષય કરનાર બનતું નથી આથી કલ્યાણની કામના કરનાર સાધકે હંમેશા શુભભાવનો જ આશ્રય કરવો જોઈએ. કારણકે શુભભાવથી યુક્ત જ આચરેલું પ્રાયશ્ચિત્ત અનુષ્ઠાન પણ સ્વફળને સાધનારું બને છે. - 27/34 પ્રતિમમ્ - મધ્યમ જિનના સાધુઓને સાંજનું દૈવસિક અને સવારનું રાઈપ્રતિક્રમણ દરરોજ કરવાનું નથી પણ અતિચાર લાગે તો શીધ્ર પ્રતિક્રમણ કરવાનું છે. મધ્યમ જિનના શાસનમાં સામાયિકાદિસૂત્રો હોય છે. રાત્રિના થયેલ અતિચારોનું રાઈ પ્રતિક્રમણ દ્વારા તથા દિવસે થયેલા અતિચારોની દૈવસિક પ્રતિક્રમણ દ્વારા શુદ્ધિ થાય છે. અનાદિકાળથી આ સ્થાપિત થયેલો વ્યવહાર છે. ૨૭/રૂક માહિN: - ફક્ત એક સ્થાનમાં એક મહિના માટે અવસ્થાન કરવું તેટલું જ નહી, પરંતુ પડિલેહણાદિ આવશ્યકક્રિયાઓ તથા સ્વાધ્યાયાદિ પણ કરવા. ૨૭/રૂદ્દ ન ગનોવિIR: - સાધુઓ એક સ્થાનમાં સ્થિરતા કરે અને વિહાર ન કરે તો જૂદા જૂદા ક્ષેત્રોમાં રહેલા ધર્માર્થી સાધકોને સાધુઓના દર્શન ભક્તિ તથા વિનયપૂર્વક ધર્મશ્રવણ દ્વારા ધર્મપ્રાપ્તિરૂપ મહાન ઉપકાર ન થાય. વિચરણ નહિ કરવાથી વિવિધ દેશોના ધાર્મિક-સામાજિક વ્યવહાર આદિની જાણકારી ન થાય, સમુદાય-ગચ્છનો સુખપૂર્વક નિર્વાહ ન થાય. સ્વ અને પરનો ઉપકાર કરવામાં સમર્થ હોય અને વિહારનું પ્રયોજન ઉપસ્થિત થાય ત્યારે એ જ સ્થાનમાં સ્થિરવાસ કરવો સાધુને સંભવતો નથી. અને નિષ્કારણ સ્થિરવાસ કરવાથી જિનાજ્ઞાનું પાલન થઇ શકતું નથી. ઉપર જણાવેલા દોષો વિહાર નહિ કરવાથી ઉભા થાય છે. માટે સૂત્રોનુસાર માસકલ્પ કરવો એ જ હિતકારી છે. ગોચરીની દુર્લભતાદિ કારણે ક્ષેત્ર પરાવર્તન શક્ય ન હોય ત્યારે તે જ ક્ષેત્રમાં મકાન, શેરીનું પરાવર્તન કરવું તથા શયનભૂમિ આદિ બદલીને ભાવથી માસકલ્પ

Loading...

Page Navigation
1 ... 352 353 354 355