________________ 309 परिशिष्टम्-७ સાધુ - સાધુ મૂઢતાનો ત્યાગ કરે. સંમોહથી મુક્ત બનેલા સાધકનો જ કાયોત્સર્ગ વાસ્તવિક રીતે શુદ્ધ ગણાય. 8/28 નં નાશયવિશેષાત્ - પરિણામવિશેષથી સમાનફળ પ્રાપ્ત થાય (કરણકરાવણ અને અનુમોદન પ્રકારવાળા પુણ્ય-પાપ હોય.) આ વિષયમાં વૃક્ષ છેદનાર રથકાર, બલદેવ મુનિ અને હરણનું દૃષ્ટાન્ત જાણવું. પોતે શુભક્રિયામાં પ્રવૃત્તિ કરતા હોય પરંતુ વિશિષ્ટ પુણ્યનો અભાવ તેના કાર્યમાં અવરોધ ઉત્પન્ન કરનારો બને, પુરુષનો કોઈ પણ અપરાધ-દોષ ન હોય, આ પરિસ્થિતિમાં ભાવથી તે સાધકનું અવિકલ-સંપૂર્ણ શુદ્ધ અનુષ્ઠાન જ છે. તેથી પરિણામવિશેષથી હરણની જેમ સમાન ફળ (પાંચમા દેવલોકની પ્રાપ્તિરૂપ) પ્રાપ્ત થાય 2/48 અષા કાશીતની પરમ - લોકોત્તમ સ્વરૂપવાળા સર્વજ્ઞની અવજ્ઞા કરવા વડે મોટી આશાતના થાય. તેથી સર્વ સ્થાનોમાં સૌથી પ્રથમ સર્વજ્ઞનું વચન જ સ્વીકારવું જોઈએ, ત્યાર પછી સર્વજ્ઞ વચનનું અવિરોધી એવું લોકનું વચન સ્વીકારવું. 20/8 દ્રવ્ય રૂમિતિ - વ્રત વગેરે બીજી પ્રતિમાઓમાં પણ પ્રતિમા શબ્દનો આ અર્થ જાણવો. વ્રતધારકની મૂર્તિ (શરીર) - સામાયિક લેનારની મૂર્તિ-શરીર. 20/26 સમય-પોષધપ્રતિમો: પુનરૂપાલાને હેતુઃ - ચારેય પ્રકારના પૌષધમાં સ્વલ્પકાલીન સામાયિક અને પૌષધની દરરોજ અનુષ્ઠાન તરીકે આરાધના કરવાની છે. વ્રતની અંદર રહેલ હોવા છતાં પણ સામાયિક-પૌષધ પ્રતિમાનું પુનઃ ગ્રહણ દીર્ઘકાલીન અવસ્થાન પ્રતિપાદન કરવા અને જીવનના અંત સુધી તેનો સંભવ દર્શાવવા કરેલ છે. અને આ બાબત અવિરુદ્ધ હોવાથી જ કેટલાક પ્રકરણોમાં પ્રતિમાદિની મહાન યોગ્યતા દર્શાવાય છે. સામાયિક-પૌષધ અને સામાયિક-પૌષધ પ્રતિમાનો ભેદ ન માનીએ તો યોગ્યતાવિશેષનું ગ્રહણ ન થાય. ૨૦/૪ર વિના વીઠ્ઠી ચેષ્ઠ યથોહિતી પ્રાયો ભવતિ - પુષ્ટ કારણથી સાધુ સામાચારીના પાલનરૂપ પડિલેહણાદિ બાહ્યક્રિયા ન દેખાતી હોવા છતાં દીક્ષા સંપૂર્ણ જ છે. સામાન્ય રીતે ઉત્સર્ગમાર્ગમાં પડિલેહણાદિક્રિયા નિયત સમયે થતી દેખાય છે. માટે ક્રિયાનો અભાવ હોતે છતે પરિણામ એટલે ભાવવિશેષ કલુષિત થાય છે. અર્થાત્ શુભ પરિણામ નાશ પામે છે. આજ્ઞાનુસાર કરાતી પડિલેહણાદિ ક્રિયા જ તત્ત્વદૃષ્ટિથી પ્રવ્રયાસ્વરૂપ છે. કાર્યનો અભાવ હોય ત્યાં કારણનો અભાવ હોય જ તેવો નિયમ નથી, જેમકે અયોગોલકમાં કાર્યનો એટલે કે ધૂમનો અભાવ છે, પરંતુ ત્યાં અગ્નિરૂપી કારણ ધૂમનું હાજર છે.