Book Title: Panchashak Prakaranam
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Sansthan

View full book text
Previous | Next

Page 350
________________ 315 परिशिष्टम्-७ મેળવવા સાધના ન કરતા હોવાથી તેઓ ભાવપ્રધાન સાધુ કહેવાતા નથી. પરંતુ દ્રવ્યસાધુ કહેવાય છે. પરંતુ ભાવસાધુઓ દ્રવ્યસાધુ ઉપર દ્વેષ કરતા નથી કારણ કે સર્વજીવો પોતાના કર્મના પ્રભાવે જ વિચિત્ર પરિસ્થિતિ પામે છે. બળવાન એવું કર્મ પ્રવૃત્તિ થવા દેતું નથી. વિપ્નો ઉભા કરે છે કહ્યું છે કે - અન્યથા-વિપરીત થયેલા અર્થને શાસ્ત્રપરિકર્મિતમતિ વડે ધીરપુરુષ આ પ્રમાણે વિચારે છે કે “સ્વામી-માલિકની જેમ કર્મ બળવાન છે જે કાર્યને વિપરીત કરે છે.” 24/48 પ્રયમ્ - 14 રાજલોકરૂપ પુરુષની કલ્પના કરો. જેમાં ગળાના આભૂષણના સ્થાને રહેલા દિવ્ય વિમાનો ચૈવેયક તરીકે ઓળખાય છે. 24/60 મત્તામાવતારમ્ - માર્ગસ્થ એવી પોતાની બુદ્ધિ વડે ઇષ્ટફલસાધતાને વિચારીને મુક્તિપદને મેળવવા સાધુઓએ ક્રિયામાં પ્રયત્ન કરવો જોઈએ. જેથી ક્રિયાઓ અતિશયભાવવાળી શ્રેષ્ઠ બને. 26/20 માતોના, મહાન ગ્રહ - દાંડાની પ્રાર્થના કરવી આદિ નવા અભિગ્રહો ધારણ કરવા અને પૂર્વે ગ્રહણ કરેલા નિયમો વિરાધના કર્યા વિના સંપૂર્ણ પાળ્યા છે એવું ગુરુ ભગવંતને કથન કરવું. સામાન્યથી ચાર મહિને આલોચના નહિ લેનાર સાધુ પ્રમાદી હોય, પરંતુ ક્યારેક અનુકૂળ સંયોગો ન મળવાથી આલોચના લેવાઈ ન હોય તેટલા માત્રથી તે સાધુ પ્રમાદી કહી શકાય નહીં પરંતુ અપ્રમત્ત જ કહેવાય. સાધુઓ એવા દેશમાં વિચરતા હોય કે જ્યાં ગીતાર્થની પ્રાપ્તિ થતી ન હોય, આ પરિસ્થિતિમાં આગમમાં જણાવેલ વિધિ અનુસાર આલોચના ગ્રહણ કરવાનો અન્ય સમય પણ હોઈ શકે છે. 26/12 થતમીનસ્થાપિ - યતના કરી રહેલા અત્યન્ત અપ્રમત્ત સાધુને પણ, તે છબસ્થ હોવાથી અપરાધની સંભાવના છે. 26/24 પ્રારી - સાધુને જે પ્રાયશ્ચિત્ત આવ્યું હોય તેને સહાય કરવાની ભાવનાથી પ્રાયશ્ચિત્તનો તપ શરૂ કરાવે તે પ્રકારી કહેવાય. ૫/માવાનુમાનવીન - ભાવ-જીવનો અધ્યવસાય, જીવના અધ્યવસાય સંબંધી અનુમાન. આલોચના કરનારના અભિપ્રાયને સમ્યફ પ્રકારે જણાવનારું પ્રમાણ જેમની પાસે છે તે ભાવાનુમાનવાળા કહેવાય.

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355