Book Title: Panchashak Prakaranam
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Sansthan

View full book text
Previous | Next

Page 345
________________ 310 परिशिष्टम्-७ 20/46 કર્મક્ષયોપશમાર્ - દીક્ષા સ્વીકારનાર બાળક નાની વયના છે માટે શાસ્ત્રમાં વર્ણવેલ પ્રતિમાઓની પાલન કરવામાં અસમર્થ છે. પ્રતિમાપાલન કર્યા પછી દીક્ષા ગ્રહણ કરનાર સાધકની જેમ બાળકને પ્રશસ્ત વિશિષ્ટ પરિણામના ઉત્કર્ષ દ્વારા અધ્યવસાયની વિશુદ્ધિ પ્રાપ્ત થવાથી દીક્ષા યોગ્ય જાણવી. કારણકે સર્વવિરતિના અધ્યવસાયસ્થાનો દેશવિરતિ ગુણઠાણાના અધ્યવસાય સ્થાન પછી રહેલા છે. 22/3 સભ્ય - પ્રશસ્ત ૨૨/વિતપ્રવૃત્તિપ્રથાનમ્ - ધનાઢયશ્રાવક તથા ગરીબશ્રાવક પોતાની ભૂમિકાનુસાર ઔચિત્યપૂર્વક પ્રવૃત્તિ આચરે. શ્રીમંતશ્રાવક વરઘોડા સહિત ઠાઠમાઠપૂર્વક ઉપાશ્રયે સામાયિક કરવા આવે. 22/20 તથાજ્ઞાનાત્ - માર્ગાનુસારીપણું અને અહિતનો પરિત્યાગ કરવા રૂપ બંને પ્રકારે અવિસંવાદી જ્ઞાન હોય છે. આથી, 22/25 વર્ષUપરિણામે - વિશિષ્ટ કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ અભ્યત્તર પરિણામ. 22/18 નવઘૂસાતાવનિ - (1) કુલવધૂ ઉદાહરણ - જેમ કુલવધૂ વડીલો સાથે મર્યાદાપૂર્વક કુટુમ્બમાં વસે તો શીલરક્ષા, વૈભવ, આધિપત્ય પ્રમુખ અનેક ગુણોની પ્રાપ્તિનું ભાજન-સ્થાન બને. એ જ પ્રમાણે સાધુ પણ ગુરુકુલમાં વસવાથી જ્ઞાનાદી અનેક ગુણોની પ્રાપ્તિનું ભાજન બને. (2) રાજાનુજીવી - જેમ રાજાનો આશ્રય કરીને જીવનારો રાજકુળમાં વસવાથી રાજાને કૃપાપાત્ર બને છે એજ રીતે સાધુ ગુરુકુલવાસના સેવનથી ગુરુનો કૃપાપાત્ર બને છે. (3) કલાચાર્યોપાસક લૌકિક કળાઓ શીખવા માટે કલાચાર્ય પાસે વસે, તો અનેક કલાઓ શીખીને નિષ્ણાત બને છે એ જ પ્રમાણે સાધુને ગુરુકુલસંવાસથી ક્ષમા આદિ સાધુધર્મની સિદ્ધિ થશે. - 22/22 માવાઈ: - ક્ષત્તિ - ક્રોધનો ત્યાગ કરવો. સહન કરવું. માર્દવ - વિનમ્રભાવ. આર્જવ - સ્વચ્છ આશયયુક્ત ભાવ. મુક્તિ - લોભનો ત્યાગ. મળેલ દ્રવ્યોનો પણ સંપૂર્ણ ત્યાગ. તપ - બાહ્ય અનશનાદિ છ પ્રકારનો તથા પ્રાયશ્ચિત્તાદિ છ અભ્યતર પ્રકારનો આગમપ્રસિદ્ધ તપ. સંયમ-મન-વચન-કાયાના સંયમરૂપ ત્રણ પ્રકારે જાણવો. સત્ય - વિસંવાદરહિત મન-વચન અને કાયાની સરળતારૂપ ચાર પ્રકારનું સત્ય હોય. શૌચ - બાહ્ય અને અત્યંતર બે પ્રકારની પવિત્રતા. આકિંચ - શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ. પાંચેય ઇન્દ્રિયોના વિષયોમાં વિરાગભાવ અને સુવર્ણાદિપરિગ્રહના ત્યાગરૂપ અકિંચનભાવ.

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355