Book Title: Panchashak Prakaranam
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Sansthan

View full book text
Previous | Next

Page 336
________________ 301 परिशिष्टम्-७ ૪/રૂ૪ નો વિરુદ્ધાનિ - સર્વ લોકોની નિંદા સ્વચ્છાશયપૂર્વક ધર્મ કરનાર સાધકોની હાંસી-મજાક મશ્કરી કરવી. લોકપૂજનીય એવા મહાપુરુષોની અવજ્ઞા, આશાતનાદિ કરવા. ૪/રૂર ન પરે - સાતમા ગુણઠાણે રહેલા અપ્રમત્તસંયતો પ્રણિધાનરૂપ પ્રાર્થના કરતા નથી કારણ કે પ્રાર્થનાથી તેમને કાંઈ પણ મેળવવાનું નથી. તેઓ સાધ્વાચારનું શ્રેષ્ઠપણે પાલન કરનારા છે તથા કુશલ પરિણામવાળા હોય છે. માટે જ પ્રાર્થનારહિત અવસ્થાને પામેલા છે. ૪/રૂટ થ શો -ધર્માત્ જ્ઞાનયોગના પ્રકર્ષરૂપ કેવલજ્ઞાન દ્વારા શુષ - આ તીર્થકર ધર્મદેશના દ્વારા ધર્મની પ્રાપ્તિ કરાવનારા છે. અથવા તીર્થકરો ધર્મનો ઉપદેશ ભવ્યજીવોને આપે છે માટે ધર્માદેશ કહેવાય. ૪/રૂ ત૬ષ્ટમ્ - નિદાન સાગચિત્તવિષયક સંસારનો અનુબંધ કરાવનાર હોવાથી દુષ્ટ છે માટે તેનાથી તીર્થંકરપણું પ્રાપ્ત થતું નથી. તીર્થકર નામકર્મ તો મહાકલ્યાણના આશ્રયરૂપ છે. 4/46 સૂત્રમખિતે વિધના - નિર્વાણપદને ઇચ્છતા ગૃહસ્થ પ્રમાદ કર્યા વિના શાસ્ત્રાનુસાર જિનપૂજા કરવી. કારણકે છદ્મસ્થ આત્માઓને જિનવચનરૂપ આગમ છોડીને અન્ય કોઈ પ્રમાણ વિદ્યમાન નથી માટે જિનવચનના પાલન માટે વિશેષ પ્રયત્ન કરવો. 4/48 ૩ત્તમથર્મપ્રસિદ્ધિ - જિનપૂજાથી વર્તમાનભવમાં પુણ્યબંધ અને સાધુપણાની પ્રાપ્તિ થાય છે. અને પરલોકમાં દેવ-દેવેન્દ્ર-ચક્રવર્તી-તીર્થકરપદવી પ્રાપ્ત થાય છે. 1/2 વર્ધમાનમ્ - પુણ્યોદય પ્રકર્ષપૂર્વક વધતો હોવાથી પ્રભુનું નામ સાર્થક છે. 1/7 મથેન તં જ્ઞાયિત્વ - જાણકાર ગુરુ અજ્ઞાની સાધકને પચ્ચખાણની સામાન્ય સમજ આપીને કરાવે તો પચ્ચખ્ખાણ શુદ્ધ બને. સાધકે જે વિષયનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તે વિષયની જ વિરતિ ઇચ્છાય છે અને જે વિષયનું જ્ઞાન ન પ્રાપ્ત કર્યું હોય તેની આંશિક પણ વિરતિ થઈ શકતી નથી. માટે સાધકે આયંબિલાદિ જે પચ્ચખાણ કરવાનું હોય તે પચ્ચખાણ કેટલા સમયનું છે? ક્યારે પૂર્ણ થાય? તેમાં કઈ કઈ વસ્તુ ખપે ? કઈ વસ્તુઓ ન ખપે, વગેરે જાણકારી ગુરુ ભગવંત પાસે મેળવવી જોઈએ. જેથી ગ્રહણ કરેલ પચ્ચખ્ખાણ શુદ્ધ થવાથી કર્મની મહાન નિર્જરા કરાવનારું બને.

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355