________________ परिशिष्टम्-७ 304 1/21 મૂનાવાયા નમાલી માલારા: - એક જ સાધક જ્યારે સામાયિકમાં પ્રવેશ કરે છે ત્યારે નિર્ગમ કરતો નથી. અનેક યોગોમાં પ્રવૃત્તિ કરતો સાધક જયારે અપવાદનું સેવન કરે છે ત્યારે ભાવસામાયિકને બાધા ન પહોંચે તે રીતે ઉદાસીન ભાવમાં પ્રવર્તે છે. કોઈ એક સ્થાનમાં પ્રવૃત્ત થતા તેમાં રાગ હોતો નથી તથા અન્ય સ્થાનમાંથી નિવૃત્ત થતા તેમાં દ્વેષ હોતો નથી. એકસાથે પરસ્પર વિરુદ્ધ ભાવો ઉત્પન્ન કરવા શક્ય ન હોવાથી સામાયિકને બાધા પહોંચતી નથી. તે જ પ્રમાણે નવકારશી પ્રમુખ પચ્ચખાણમાં કરાતા આગારો સર્વવિરતિ-સામાયિકને બાધા પહોંચાડતા નથી. કારણકે નવકારશીપ્રમુખ પચ્ચખ્ખાણો અપ્રમાદને વધારનારા હોવાથી ઇચ્છવા-(આરાધના કરવા) યોગ્ય છે. - 5/24 ચિત્રક્ષયોપશમવિષનિરૂપUામ્ - ભાવ અને ક્રિયાનો અભાવ હોય તો પણ અનેક પ્રકારના હેતુઓથી આગળ ક્રિયાપરિણામ પ્રતિપાતને આશ્રયીને અનેક પ્રકારના સંભવે છે માટે કોઈનું પણ ગ્રહણ કરી શકાય. વિવક્ષિત અન્તર્મુહૂર્ત સમભાવરૂપ સામાયિકનો પરિણામ શાસ્ત્રોક્ત જ હોય છે. અને તે પરિણામ વિચિત્ર ક્ષયોપશમથી અલ્પકાલ માત્ર રહેનારો જ થાય છે. કારણ કે જીવનના અંત સુધી સમભાવના સંપૂર્ણ પાલનનો અભાવ હોવાથી સામાયિકનો પરિણામ જઘન્યકાલ રહેનારો હોય છે, (આવું જ કેટલાક માને છે) આ મતનું ખંડન કર્યું ક્ષયોપશમ વિચિત્ર પ્રકારનો હોવાથી તાત્ત્વિક સામાયિકનો પરિણામ અલ્પકાલીન સંભવે છે. દેશવિરતિ તથા સર્વવિરતિ સામાયિકનું વિધાન શાસ્ત્રમાં કરેલ હોવાથી પ્રતિનિયતકાળ સુધી અવસ્થાન પામનારા સામાયિકનો નિષેધ કરવો શક્ય નથી, અને જો તમે પ્રતિનિયતકાલાવસ્થાથી સામાયિકનો નિષેધ કરશો તો શાસ્ત્રોક્ત વાતનું ખંડન કરવાથી શાસ્ત્રના પ્રમાણનો અભાવ થશે અને ધર્મ-અધર્મની વ્યવસ્થામાં શાસ્ત્રના પ્રામાણ્યનો સ્વીકાર કરાયો છે. તેથી જ કહ્યું છે કે શાસ્ત્ર જ ધર્મ અને અધર્મની વ્યવસ્થામાં નિયામક છે. શાસ્ત્રમાં કહેલ બાબતોનું આચરણ કરવાથી ધર્મ અને તેથી વિરુદ્ધ આચરણ કરવાથી અધર્મ થાય છે. પ/રૂ૪ શેષત્યાર//ત્તોfધવ - તિવિહારના પચ્ચખ્ખાણમાં આશન-ખાદિમસ્વાદિમ એમ ત્રણ આહારનો ત્યાગ કરવામાં આવે છે. સાધુપણાના સ્વીકારથી પ્રાપ્ત થયેલા અપ્રમાદની અપેક્ષાએ તિવિહારનું પચ્ચખ્ખાણ કરવામાં અપ્રમાદ અધિક થાય છે. વળી સૂત્રાનુસાર સાધુઓ પ્રવૃત્તિ કરી રહ્યા છે તથા સર્વજીવો ઉપર ઉપકાર કરવામાં તત્પર હોવાથી તેમને કોઈ દોષ લાગતો નથી. સ્વયં આચરણને આશ્રયીને