________________ 303 परिशिष्टम्-७ છે કે “જેટલું આયુષ્ય હોય ત્યાં સુધી મારે સામાયિક પાળવાનું છે.” 1/2 ટીનાનેન - સુભટ ક્રોધાદિકષાયથી કલુષિતચિત્તવાળો, વિષયસુખોને ભોગવવાની ઈચ્છાવાળો, શત્રુને હણવા પ્રયત્ન કરતો, પરોપકારની ઇચ્છા વગરનો, વિનયાદિગુણોથી રહિત, શરીરની ચિંતાથી નિરપેક્ષ પરાક્રમ કરે છે. ભાવસામાયિકને આરાધનારો સાધક સુભટના ગુણથી વિપરીત વિશેષતાવાળો છે. તે મહાન કલ્યાણ પામવાના આશયવાળો, આચરવા યોગ્ય અનુષ્ઠાનવિષયમાં હંમેશા અપ્રમત્તતા વડે રાત્રિ અને દિવસ સમતાની જ સાધના વડે મહાપુરુષોએ આચરેલ માર્ગની આરાધનામાં તત્પર, હંમેશા મોક્ષપદના અભિલાષી, સંસારિક સુખોની અપેક્ષા વગરના પરાક્રમ કરે છે. તે કારણથી ઉત્તમપુરુષના વ્યાપારની અપેક્ષાએ આ હીનદૃષ્ટાન્ત છે. 1/22 - માવાલાનાં ન વિષય: - ભાવસામાયિક અપવાદોનો વિષય બનતું નથી તેવું સૂત્રકારના આશયથી પ્રતીત થાય છે. પરંતુ સામાયિકમાત્ર ઉત્સર્ગ અને અપવાદમૂલક જ હોય છે અને તે ઉત્સર્ગ અને અપવાદ શાસ્ત્રથી જ વિહિત હોય છે તેથી અપવાદનિરપેક્ષ કોઈ પણ સામાયિક હોઈ શકે નહી. પરંતુ સૂત્રમાં તો “અપવીતાનાં 7 વિષય:” આવું કહેલ છે જેનો યથાશ્રુતાર્થ બાધિત થાય છે. તેથી ત્યાં અપવાદ શબ્દનો અર્થ શાસ્ત્રોક્તઅપવાદ –અતિરિક્ત અપવાદ તેવો કરવાથી સંગત થશે. તેથી તેનો અર્થ શાસ્ત્રોક્ત અપવાદ અતિરિક્ત અપવાદનો અવિષય ભાવસામાયિક બને છે તેવો ફલિત અર્થ થાય છે. 5/20 अतिशायिनाभीरस्य सामायिकविधिः, अनतिशायिना तु सर्वेणैव ચોથાશ્રય વિધેયમ્ - કેવળજ્ઞાની વીરપ્રભુએ સામાયિકની પ્રતિજ્ઞાથી અવશ્ય પતન પામનાર ખેડૂતને પણ સામાયિકનું પ્રદાન કર્યું. કારણકે તેણે પૂર્વજન્મમાં અવ્યક્તસામાયિકની સ્પર્શના કરેલ અને તેનાથી વિશિષ્ટકક્ષાના વૈષની નિવૃત્તિ થઈ. કાલાન્તરે-અન્યભવમાં તે ખેડૂત ભાવચારિત્રની પ્રાપ્તિ કરશે. આ ભવમાં આરાધેલ સામાયિક ભાવચારિત્રનું બીજ-સફલ કારણ બનશે. એ પ્રમાણે કેવળજ્ઞાનથી જાણીને વીર પ્રભુએ ખેડૂતને સામાયિક-દાન કર્યું. વિશિષ્ટજ્ઞાની મહાપુરુષોએ કરેલ પ્રવૃત્તિ ક્યારેય કોઈ પણ દોષ ઉત્પન્ન કરતી નથી. અતિશયજ્ઞાનરહિત મહાપુરુષોએ તો પ્રત્યેક સ્થાનમાં યોગ્યતાનો શાસ્ત્રાધારે પરીક્ષા દ્વારા નિર્ણય કરી પ્રવૃત્તિ કરવી. ગમે તેને દીક્ષા આદિ ધર્મનું શીધ્ર દાન ન કરવું. કારણ કે ઉત્તમ પુરુષો જ ચારિત્રધર્મની આરાધનાના યોગ્ય પાત્ર છે. અતિશયજ્ઞાની પુરુષો જ વિશિષ્ટ ફળપ્રાપ્તિને અતિશયજ્ઞાનથી જાણીને શીધ્ર પ્રવૃત્તિ કરવાના સામર્થ્યવાળા હોય છે.