Book Title: Panchashak Prakaranam
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Sansthan

View full book text
Previous | Next

Page 335
________________ परिशिष्टम्-७ રૂ૦૦ ઉદયકાળમાં શ્રેષ્ઠ ભોગસામગ્રી પ્રાપ્ત થાય પણ સાધક તેમાં આસક્ત ન બને. 14. વિશુદ્ધભાવથી કરેલ પૂજા આઠે ય કર્મનો ક્ષય કરે. ઉત્કૃષ્ટભાવથી પૂજા કરતા સાધકને શીધ્ર કર્મક્ષય થતાં નાગકેતુકુમારની જેમ તત્કાળ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય. 15. જિનપૂજા કરવાથી આલોક તથા પરલોકમાં સાધકને જિનધર્મની પ્રાપ્તિ સુલભ થાય. દુ:ખસાગરને તરવાની તીવ્ર અભિલાષાવાળા તથા અત્યંત અને એકાંતહિતને ઝંખનારા સાધકે ત્રણેય લોકમાં પૂજય એવા તીર્થકર ભગવાનની ત્રિકાળ પૂજા સ્વદ્રવ્યથી અવશ્ય કરવી જોઈએ. 4/26 પ્રવ: સાધનૈઃ - પ્રાયઃ જિનપૂજામાં ઉત્કૃષ્ટ દ્રવ્યોથી ઉત્તમભાવ આવે છે. આથી વ્યવહારનય ઉત્તમદ્રવ્યોથી કર્મની વિપુલ નિર્જરા થાય એમ માને છે. ક્યારેક ઉત્કૃષ્ટ દ્રવ્ય ન હોય તો પણ સાધકને ઉત્કૃષ્ટ ક્ષયોપશમભાવથી પૂજા કરતા ઉત્તમ ભાવ પ્રાપ્ત થાય છે, તથા ક્યારેક કોઈક ક્લિષ્ટકર્મના ઉદયવાળા જીવને ઉત્તમ દ્રવ્યોથી પૂજા કરતાં પણ ઉત્તમ ભાવ આવતો નથી માટે પ્રાય: ગ્રહણ કર્યું છે. 4/20 પુણ્યના - પૂજા કરતી વખતે શરીરને ન ખંજવાળવું, આદિ શબ્દથી શરીરની ટાપટીપ, માલીશ તથા અંગમર્દન-શરીરને દબાવવું વગેરે ક્રિયાનો ત્યાગ કરવો જોઈએ. 4/20 નિતાનમ્ - ભોગની વૃદ્ધિમાં આસક્ત ક્લિષ્ટપરિણામવાળાને રાગદ્વેષ અને મોહ મૂળમાં છે એવું નિયાણું હોય છે. પરંતુ પ્રણિધાન બોધિની પ્રાર્થના તુલ્ય શુભભાવનું કારણ હોવાથી આગમમાં નિયાણારૂપ દર્શાવેલ નથી, આ વાત પ્રસિદ્ધ છે. આથી જ કહ્યું છે કે “બોધિબીજની પ્રાર્થનારૂપ વચન અસત્યામૃષા ભાષા છે તથા ભક્તિપૂર્વક બોલાયેલી આ ભાષા છે. ખરેખર રાગદ્વેષરહિત વીતરાગ પરમાત્મા સમાધિ કે બોધિ આપતા નથી. 4/33 રૂWત્નસિદ્ધિઃ - આલોકમાં જીવનનિર્વાહ કરવા જે સામગ્રીને ગ્રહણ કરવાથી ચિત્તની સ્વસ્થતા પ્રાપ્ત થાય છે અને તેથી ધર્મસાધના સારી રીતે થાય છે હવે જો જીવનનિર્વાહની જ સામગ્રી પ્રાપ્ત ન થાય તો આદિધાર્મિક સાધકને ચિત્તમાં સંક્લેશ ઉત્પન્ન થવાથી નિરાશા થાય અને તેથી ધર્મસાધના ન કરી શકે. વળી સાધક પ્રાથમિક ભૂમિકામાં હોવાથી વિશિષ્ટસત્ત્વનો સ્વામી ન હોય આથી આપત્તિમાંથી બચાવ થાય તો ધર્મ સાધના થઈ શકે માટે સ્વજનાદિના આગ્રહથી ધર્મસાધના કરવા જીવનનિર્વાહની સામગ્રી મેળવવા ભગવાન પાસે પ્રાર્થના કરે છે.

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355