Book Title: Painnay suttai Part 1 Author(s): Punyavijay, Amrutlal Bhojak Publisher: Mahavir Jain VidyalayPage 10
________________ જ્ઞાનભક્તિની અનુમોદના અનાદિ કાળથી મોહ-માયાનાં અનેક આવરણોમાં અટવાયેલા જીવોને આત્મકલ્યાણના માર્ગે વાળવા માટે અનેકાનેક જ્ઞાનિભગવંતોએ, વિવિધ સન્માર્ગદર્શક ઉપદેશો આપીને તથા આત્મકલ્યાણની સાધના માટે તથાવિધ ઉપદેશરૂ૫ ગ્રંથોની રચના કરીને આપણું ઉપર મહાન ઉપકાર કર્યો છે. પ્રસ્તુત ગ્રંથગત વીસ પ્રકીર્ણક સૂત્રગ્રંથો પૈકી મોટા ભાગના ગ્રંથો, ઉપર જણાવ્યા પ્રમાણે આત્મસાધનાના ઉપદેશરૂપ છે. આવા ઉપકારક ગ્રંથના પ્રકાશનનું મહત્વ સમજીને તેના પ્રકાશન ખર્ચ માટે “શેઠ ઝવેરચંદ પ્રતાપચંદ સુપાર્શ્વનાથ જૈન સંઘ ઉપાશ્રય–વાલકેશ્વર, મુંબઈ તરફથી રૂ.૪૫,૦૦૦-૦૦ અંકે પીસ્તાલીસ હજાર રૂપિયા મળેલ છે. જ્ઞાનપ્રકાશન અંગેની આ સહાય-સહકાર બદલ અમે ઉપર્યુક્ત ઉપાશ્રયના વહિવટર્તા મહાનુભાવોનો, તેમની જ્ઞાનભક્તિની અનુમોદનાપૂર્વક, અંતઃકરણથી આભાર માનીએ છીએ. જયંતીલાલ રતનચંદ શાહ રતિલાલ ચીમનલાલ કોઠારી જગજીવન પોપટલાલ શાહ માનદ મંત્રીઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 689