Book Title: Padartha Prakasha Part 01
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 5
________________ પદાર્થ પ્રકાશ ભાગ-૧ ૫ પારણાના તથા હસ્તગિરિમાં પોતે નિર્માણ કરાવેલ આદિનાથ પ્રભુની પ્રતિષ્ઠાના પ્રસંગે ગયેલ, ત્યાં તબીયત અસ્વસ્થ થતાં, આખો દિવસ સેંકડો સાધુ-સાધ્વીઓ તેમને સમાધિ આપવા-શાતા પૂછવા આવતા અને આરાધના કરાવતા. જીવનની છેલ્લી ક્ષણે પણ તેમને સાધુભગવંતનો યોગ મળી ગયો. સહનશીલતા :- આર્ય સંસ્કૃતિમાં નારીનો મુખ્ય ગુણ સહનશીલતા છે. કંઈક સ્ત્રીઓને આ સ્વાભાવિક ગુણ પ્રાપ્ત થયેલો હોય છે. મૂળીબેનને પણ બાળપણથી આ ગુણ સિદ્ધ થયેલો. સંગ્રહણીની ભયંકર બિમારીમાં પતિની રાત દિવસ સેવા કરતા. પણ પતિનો થોડો ઉગ્ર સ્વભાવ તથા લાંબી બિમારીથી થોડી ઉગ્રતા આવી જતી. મૂળીબેન સહર્ષ સહન કરતા. પૂજ્ય ગુરુદેવશ્રી ભાનુવિજયજી મ.સા. (હાલ સ્વ. પૂ. આચાર્યદેવ શ્રી ભુવનભાનુસૂરિ મ.સા.)ના પ્રવચનો સંવત ૨૦૦૬ (શેષકાળમાં), ૨૦૦૭ તથા ૨૦૦૮માં મુંબઈમાં સાંભળીને એવા ભાવિક બન્યા કે ત્યાર પછી ૩૮ વર્ષમાં એમના જીવનમાં કદી પણ ઉગ્રતાનો પ્રસંગ બન્યો નથી. કોઈએ પણ એમને ક્યારેય સામાન્ય ક્રોધમાં પણ જોયા નથી. સાથે સાથે માનમાયા-લોભ પણ એમના અત્યંત પાતળા પડી ગયેલા. વર્ષોથી સચિત્ત ત્યાગ, ઉભય ટંક પ્રતિક્રમણ, સામાયિક, જિનવાણી શ્રવણ, સ્વાધ્યાય, નવકાર જાપ, રાત્રિભોજનત્યાગ વગેરે આરાધનાઓથી જીવન ઓતપ્રોત હતું. છેલ્લી માંદગીમાં પણ ક્યારેય રાત્રે દવા પણ લીધી નથી. ઉલટું ક્યારેક સૂર્યાસ્ત પૂર્વે રાત્રિનો ભ્રમ થતા ભોજનનો કે દવાનો નિષેધ કરતા, સૂર્યાસ્ત થયો નથી, એ બરાબર સમજાવીએ, ને સમજણમાં આવે તો જ ભોજન કરે. આ ઉપરાંત નવપદની ઓળીઓ, ત્રણે ઉપધાન તપ, ૭૮ વર્ષની ઉંમરે અટ્ઠાઈ તપ, અનેકવાર શ્રી સીમંધર સ્વામીના અક્રમ તપો, પર્વતિથિઓએ એકાસણું, આયંબિલ, વર્ધમાન તપની ઓળીઓ વગેરે અનેક

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 104