Book Title: Padarth Prakash Part 08 Author(s): Hemchandrasuri Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust View full book textPage 7
________________ (મન સાધ્યું તેણે સઘળું સાધ્યું આનંદઘનજી મહારાજે કુંથુનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું છે - મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એહ વાત નહિ ખોટી; એમ કહે સાધુ તે નવિ માનું, એક હી વાત છે મોટી. હો કુંથ જિન!મનડુકિમ હિનબાજે, હો કુંથ જિન!મનડુકિમહિનબાજે. ૮ મોક્ષે જવાની સાધનાઓમાં સૌથી મહત્ત્વની સાધના છે મનને વશ કરવાની સાધના. મન બહુ ચંચળ છે. તે સતત અશુભ વિચારોમાં આળોટ્યા કરે છે. તેથી આત્મા અશુભ કર્મો બાંધી સંસારમાં રખડે છે. માટે મન ઉપર સતત ચેકીંગ રાખી તેને સદા શુભ વિચારોમાં રમતું રાખવું જોઈએ. એ માટે શાસ્ત્રીય પદાર્થોનું ચિંતન જરૂરી છે. શાસ્ત્રીય પદાર્થોને જાણી, એમને કંઠસ્થ કરી, એમનું પરાવર્તન કરવાથી, એમની ઉપર ચિંતન કરવાથી આત્માને ઘણો લાભ થાય છે. શાસ્ત્રોમાં પદાર્થો બહુ વિસ્તારથી આપેલા છે. તેમને ટૂંકમાં અને સંપૂર્ણપણે સમજી શકાય અને પછી કંઠસ્થ કરી શકાય એ માટે ૪ પ્રકરણ, ૩ ભાષ્ય, ૬ કર્મગ્રંથોના પદાર્થોનું સંકલન કરવાનું શરૂ કર્યું હતું. તે આજ સુધીમાં પદાર્થપ્રકાશ ભાગ ૧ થી ૭ રૂપે પ્રકાશિત થઈ ચુક્યા છે. તે ચતુર્વિધ સંઘમાં બહુ ઉપયોગી નિવડ્યા છે. ચતુર્વિધ સંઘમાં તેમનો ખૂબ લાભ મળે છે. પદાર્થ પ્રકાશ શ્રેણીમાં આજે એક નવું કિરણ ઉમેરાઈ રહ્યું છે અને એ છે પદાર્થપ્રકાશ ભાગ-૮, બૃહત્સંગ્રહણિના પદાર્થસંગ્રહ તથા ગાથાશબ્દાર્થ.” આ આઠમા ભાગમાં બૃહત્સંગ્રહણિના બધા પદાર્થો ટૂંકમાં, સરળ ભાષામાં, સંપૂર્ણપણે આવરી લેવાયા છે. બૃહત્સંગ્રહણિમાં મુખ્યપણે ચાર અધિકારો છે - દેવાધિકાર, નરકાધિકાર, મનુષ્યાધિકાર, તિર્યંચાધિકાર. આમાંથી દેવાધિકારમાં અને નરકાધિકારમાં ૯-૯ તારો છે તથા મનુષ્યાધિકારમાં અને તિર્યંચાધિકારમાંPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 330