Book Title: Padarth Prakash Part 08
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 6
________________ (પ્રકાશકીય પદાર્થ પ્રકાશ ભાગ ૮ સહર્ષ પ્રકાશિત કરીએ છીએ. આમાં બૃહત્સંગ્રહણિના પદાર્થસંગ્રહ અને મૂળગાથા-શબ્દાર્થનું સંકલન કરાયું છે. આમાં દેવો, નારકીઓ, તિર્યંચો અને મનુષ્યો – આ ચારે ગતિના જીવોના આયુષ્ય, રહેવાના સ્થાનો, શરીરની અવગાહના, ઉપપાત-ચ્યવન સંખ્યા, ઉપપાત-ચ્યવન વિરહકાળ, ગતિ, આગતિ વગેરે પદાર્થોનું વિસ્તારપૂર્વક વર્ણન કરેલ છે. આજ સુધી જીવવિચાર-નવતત્ત્વથી માંડી છઠ્ઠા કર્મગ્રંથ સુધીના પદાર્થો પદાર્થપ્રકાશ ભાગ ૧ થી ૭ માં પ્રકાશિત કરેલ છે, જે અભ્યાસુઓને અત્યંત ઉપયોગી થયા છે. શાસ્ત્રીય પદાર્થોનો સંક્ષેપમાં સંગ્રહ કરી તેની ધારણા કરવી, યાદ કરવા, પરાવર્તન કરવું-આ પ્રથા સ્વ. પૂજય પ્રેમસૂરીશ્વરજી મહારાજે તથા સ્વ. પૂજ્ય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજે પઠન-પાઠન માટે ચાલુ કરેલ. આ પદ્ધતિથી અતિ અલ્પ પરિશ્રમે વધુ જ્ઞાન સંપાદન કરી શકાય છે. બને ગુરુભગવંતો પાસે આ રીતે જ્ઞાન મેળવી તૈયાર કરેલ તેની નોંધ પૂજય ગુરુદેવશ્રી આચાર્ય વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ પાસે વર્ષોથી પડી હતી. અન્ય અભ્યાસુઓને પણ આ ઉપયોગી હોવાથી પૂજયોની પ્રેરણાથી અમે આને પ્રકાશિત કરીએ છીએ. પૂજ્ય ગુરુભગવંતોને તથા અન્ય જ્ઞાનાર્થીઓને આ પ્રકાશન સહાયક બને એ જ શુભ અપેક્ષા છે. - પૂજ્ય ગુરુદેવશ્રીના અમે ખૂબ જ ઋણી છીએ. આ પુસ્તકનું સંપૂર્ણ મેટર પંડિતવર્ય પારસભાઈ ચંપકલાલ શાહ એ તપાસી આપ્યું છે. તે બદલ તેમનો આભાર માનીએ છીએ. પૂજય માતુશ્રી મૂળીબેને સુકૃતોના લાભ માટે સ્થાપેલ ટ્રસ્ટ દ્વારા શ્રુતભક્તિનો પણ વિશેષ લાભ મળતો રહે એ જ શ્રુતાધિષ્ઠાયિકા સરસ્વતી દેવીને પુનઃ પુનઃ પ્રાર્થના. લિ. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટના ટ્રસ્ટીઓ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 330