________________
પાપ, પુણ્ય અને સંયમ શેઠશેઠાણુએ કુળના રિવાજ મુજબ પોતાના પુત્રના જન્મ વખતના સર્વ સંસ્કાર ઠાઠમાઠથી કર્યા. ત્રીજે દિવસે તેને ચંદ્ર-સૂર્ય દર્શન કરાવ્યું, છઠ્ઠી રાત્રે જાગરણવિધિ કર્યો, તથા અગિયાર દિવસ પૂરા થતાં બારમે દિવસે તેનું ગુણ પ્રમાણે ઉજિઝતક નામ પાડ્યું; કારણ કે જન્મતાંવેંત તેને ઉકરડે તજી દેવામાં (ઉજિઝત) આવ્યો હતો. ત્યારબાદ વિવિધ ધા અને આયાઓ દ્વારા કાળજીથી ઉછેરાતો તે ઉજિઝતક સુખે મોટો થવા લાગ્યો.
એક વખત વિજયમિત્ર શેઠ નાવમાં સર્વ પ્રકારને માલ ભરી, લવણસમુદ્ર વીંધતા વેપારે નીકળ્યા. રસ્તામાં નાવ ડૂબતાં શેઠ તેમ જ તેમનો બધો માલ દરિયાને તળિયે જઈને બેઠાં. વિશેઠને દરિયામાં ડૂબી ગયેલ જાણું, જે જે નાના-મોટા શેઠે, અમલદારે કે દરબારીઓ પાસે વિજયશેઠનું લેણું હતું, તે બધું તેઓ દબાવી બેઠા. સુભદ્રા શેઠાણું તે શેઠના મરણના સમાચાર સાંભળી કુહાડાથી કપાયેલી ચંપકલતાની જેમ શાકનાં માર્યા જમીન ઉપર ધસ દઈને
૧. ધવડાવનારી, નવરાવનારી, શણગારનારી, રમાડનારી અને ખાળે રાખનારી. - ૨. નંગ ગણીને વેચી શકાય તેવ, તળીને વેચી શકાય તેવો
માંપીને વેચી શકાય તેવો, અને પારખીને વેચી શકાય તેવો (જે ..કે હીરા, રત્ન ઈ).
૩. મૂળમાં માંડલિક (રાજા), યુવરાજ (ઈશ્વર), તલવરે (રાજાના માનીતાઓ), મડબ (ગામ) ના માલિકે, કૌટુંબિકે, ઇ (તવંગરે), શ્રેષ્ઠી (નગરશેઠે), સાર્થવાહ (સંધપતિઓ) એટલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org