________________
દેવદત્તાની કથા
૭૧ એક વખત દેવદત્તાને રાત્રે જાગતાં જાગતાં વિચાર આવ્યો કે, પુષ્યનંદિ રાજા ભારે માતૃભક્ત છે; તેથી તે મારી સાથે સુખ-વિલાસમાં પૂરતો સમય આપતા નથી, અને માતાની સેવામાં જ દિવસને મેટો ભાગ ગાળે છે. માટે કઈ પણ પ્રકારે અગ્નિ-શસ્ત્ર-વિષ વગેરેમાંથી કોઈનો પણ પ્રયોગ કરી તે શ્રીદેવીનું હું કાસળ કાઢે, તે પછી પુષ્યનંદિ રાજા સાથે નિરાંતે યથેષ્ટ ભોગ ભેગવી શકું.' ત્યારથી માંડીને તે શ્રીદેવીને મારી નાંખવાને લાગ જેતી સાવધાન રહેવા લાગી.
એક વખત શ્રીદેવી મદ્યપાન કરી, એકલાં પથારીમાં ઘસઘસાટ ઊંધતાં હતાં, તે લાગ જોઈ દેવદત્તા ચારે તરફ નજર કરતી રસોડામાં ગઈ. ત્યાંથી એક લોઢાને સળિયે ખિલેલાં કેસૂડાંના ફૂલ જેવો લાલચેળ તપાવી, સાંડસાથી પકડી તે શ્રીદેવી પાસે આવી, અને તેમની ગુદામાં તેને જોરથી બેસી દીધે. શ્રીદેવી પણ એક વિકટ ચીસ પાડી તરત જ મરણ પામ્યાં. શ્રીદેવીની ચીસ સાંભળી તેમની દાસીઓ આજુબાજુથી તરત ત્યાં દોડી આવી; તે તેમણે દેવદત્તાને ત્યાંથી ભાગી નીકળતી જોઈ. તેઓએ શ્રીદેવીની પાસે જઈને જોયું તો શ્રીદેવીને કમોતે મરેલાં જોયાં. તે જોઈ તેઓ “હાય, હાય, ગોઝારી હત્યા” એમ બૂમે પાડતી જ્યાં પુષ્યનંદિ રાજા હતો ત્યાં આવી, અને તેને બધી વાત કહી સંભળાવી.
તે સાંભળી રાજા માનશોકથી આઘાત પામી કુહાડાથી કાપેલા ચંપાના વૃક્ષની પેઠે પેઠે ધસ દઈને જમીન ઉપર તૂટી પડ્યો. થોડા સમયબાદ સ્વસ્થ થઈ તેણે પોતાના દરબારીઓ, પ્રજાજનો વગેરે સાથે મળીને શ્રીદેવીની અંતિમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org