Book Title: Paap Punya ane Sanyam
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 191
________________ ૧૫૮ પા૫, પુણય અને સંયમ ધ્યયન કરી, તેના અર્થને નિર્ણત કર્યો હતો; તથા જૈન સિદ્ધાંત ઉપર હાડેહાડ પ્રેમ વ્યાપેલો હોવાથી તે એમ કહેતો કે, “આ સિદ્ધાંત જ અર્થરૂપ કે પરમાર્થરૂપ છે; બાકી બધું અનર્થરૂપ છે' ! આ અરસામાં ભગવાન મહાવીર તે નગરની બહાર આવી પહોંચ્યા અને ગુણશીલક ચિત્યમાં ઊતર્યા. તેમના આવ્યાની વાત ટૂંક સમયમાં આખા નગરમાં ફેલાઈ ગઈ. લોકો વાત કરવા લાગ્યા કે, ભાઈ! એવા સાધુ ભગવંતનું નામ કે ગોત્ર પણ આપણે કાને પડી જાય, તો પણ મોટું ફળ છે, તો પછી તેમની પાસે જઈ, તેમને વંદવાથી અને તેમની સેવા કરવાથી તો કેટલું અધિક પુણ્ય પ્રાપ્ત થાય ? -આર્યપુરુષે કહેલ એક પણ આર્ય અને સુધાર્મિક વચન સાંભળવાથી પણ અતિ લાભ થાય છે, તો તે ઘણે ઉપદેશ સાંભળવાથી થતા લાભની તો વાત જ શી કરવી ?' પરંતુ અજુનકમાળીની બીકથી કઈ નગર બહાર જવાની હિંમત કરી શકયું નહીં. સુદર્શન શેઠના જાણવામાં ભગવાન આવ્યાની વાત આવતાં જ તે તેમનાં દર્શને જવા માટે પોતાનાં માતાપિતાની રજા માગવા ગયે. તેનાં માતા“પિતાએ તેને અનકમાળીની વાત કહી સંભળાવીને નગર - બહાર જઈને ભગવાનનાં દર્શન કરવાનું માંડી વાળવાને ઘણું - સમજાવ્યો, પણ તે તો એકનો બે ન થયું. ત્યારે નામનથી અંતે તેમણે તેને જવાની રજા આપી. સુદર્શન શેઠ નાહી-ધોઈ શુદ્ધ થઈ, કપડાં પહેરી, ઘેરથી નીકળ્યા, અને નગર બહાર નીકળી, જ્યાં ગુણશીલક ચિત્ય હતું તે તરફ આગળ વધવા લાગ્યું. એવામાં પેલા મુદગરપાણિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218