________________
ગજસુકુમારની કથા
Ba
અનંત તથા અનુત્તમ, એવું ઉત્તમ કેવલજ્ઞાન અને કેવલદ ન પ્રાપ્ત થયું. ત્યાર બાદ તે સિદ્ધબુદ્ધ અને મુક્ત થયા અને સર્વાં દુ:ખાના અંત તેમણે પ્રાપ્ત કર્યાં. પાસે ઊભેલા દેવાએ તેમના ઉપર દિવ્ય સુગધી જળને વરસાદ વરસાવ્યા, પાંચ વષ્ણુનાં ફૂલ વેર્યાં, વસ્ત્રાને ધ્વજા તરીકે કુરકાવ્યાં, વાજિંત્રાના નાદ સહિત દિવ્ય ગાન ગાયાં; અને એ રીતે ગજસુકુમારના વ્રત-પાલનને વધાવી લીધું.
સવાર થતાં કૃષ્ણ વાસુદેવ સ્નાનાદિ પરવારી, હાથી ઉપર એસી, સિનેકાનાં વૃંદેાથી વીંટળાઈ, અરિષ્ટનેમિનાં દને ચાલ્યા. રસ્તામાં તેમણે એક વૃદ્ધ કમજોર માણસને રસ્તા ઉપરના ઈંટાના મેટા ઢગલામાંથી એક એક ઈંટ ઊંચકીને ઘરમાં લઈ જતા જોયા. તેને જોઈ, તેના ઉપર અનુકંપા લાવી, કૃષ્ણે જાતે એક ઈંટ ઉપાડી તેના ઘરમાં મૂકી આપી. તેમને તેમ કરતા જોઈ, તેમની સાથેના અનેક પુરુષાએ ઘેાડી જ વારમાં આખા ઢગલે તેના ધરમાં ખસેડી આપ્યા. ત્યારબદ કૃષ્ણે અરિષ્ટનેમિ પાસે ગયા, અને તેમને વંદન-નમસ્કારાદિ કર્યા આદ, ગજસુકુમારને ત્યાં ન શ્વેતાં પૂછવા લાગ્યા : ‘ ભગવન્! મારા નાના ભાઈ ગજસુકુમાર અહીં કેમ નથી દેખાતા ?’
·
ત્યારે અરિષ્ટનેમિએ કહ્યું : હું કૃષ્ણ ! ગજસુકુમારે પેાતાનું કામ પૂરું કર્યુ”. ’
કૃષ્ણે પૂછ્યું : ‘ તેમણે પોતાનું કામ કેવી રીતે પૂરું
કર્યું?’
ત્યારે અરિષ્ટનેમિએ ગજસુકુમારના દેહાંતની વાત પહેલેથી માંડીને કહી સંભળાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org