________________
બૃહસ્પતિદત્તની કથા ઉદયને બૃહસ્પત્તિદત્તને પિતાને પુરોહિત બનાવ્યો. તેને રાજાની પાસે અંતઃપુર સુધી સર્વત્ર જવા-આવવાની છૂટ હતી. એ પ્રમાણે રાજાના અંતઃપુરમાં સમયે-સમયે જતાં આવતાં તે બૃહસ્પતિદત્ત રાજાની રાણી પદ્માવતી સાથે સંબંધમાં આવ્યો, અને તેનામાં આસક્ત બની તેની સાથે.યથેષ્ઠ કામગ ભોગવવા લાગ્યો. એક વખત રાજ અંતઃપુરમાં આવ્યો, ત્યારે તેણે તે બંનેને કામગ ભોગવતાં જોયાં. આથી અત્યંત ગુસ્સે થઈ, તેણે બુહસ્પતિદત્તને પિતાના નોકરો દ્વારા કેદ પકડાવ્યો, અને આમ કમોતે મારી નાખવાને હુકમ આપ્યો.
ગૌતમ – હે ભગવન્! તે પુરોહિત અહીંથી મરીને કયાં જશે?
ભગવાન–હે ગૌતમ! તે પુરોહિત પોતાનું ૬૪ વર્ષનું આયુષ્ય પૂરું કરી, આજે પાછલે પહેરે શૂળીએ ચડી મરણ પામશે, અને રત્નપ્રભાપૃથ્વીમાં નારકી તરીકે ઉત્પન્ન થશે. ત્યાંથી અનેક નિઓમાં ફરતાં ફરતાં અંતે તે હસ્તિનાપુરમાં મૃગ તરીકે જન્મશે. ત્યાં પારધીઓ વડે હણાઈ તે નગરશેઠને ઘેર પુત્ર તરીકે જન્મશે. તે જન્મમાં સાધુસંતોના ઉપદેશથી સાધુ બની, તે તપસંયમાદિ આચરશે અને અંતે સૌધર્મકલ્પમાં ઉત્પન્ન થશે. ત્યાંથી મહાવિદેહક્ષેત્રમાં ઉચ્ચ કુળમાં જન્મ પામી, પરિપૂર્ણ સાધુપણું આચરી, અંતે સિદ્ધ-બુદ્ધ અને મુક્ત થશે, તથા સર્વ દુઃખને અંત લાવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org