________________
ઉમ્બરદત્તની કથા જૂના કાળમાં પાટલિવંડ નામે નગરમાં સિદ્ધાર્થ નામે રાજા રાજ્ય કરતો હતો. તે નગરમાં સાગરદત્ત નામને સંઘવી તેની સ્ત્રી ગંગદત્તા સાથે રહેતો હતો. તેને ઉંબરદસ્ત નામે પુત્ર હતો.
એક વખત ભગવાન મહાવીર ફરતા ફરતા તે નગરમાં આવી પહોંચ્યા. ભિક્ષાકાળે તેમના પટ્ટશિષ્ય ગૌતમ તે નગરની પૂર્વ બાજુના ભાગમાં ફરતા હતા, તેવામાં તેમણે એક ખસિયેલ કેઢિયા માણસને જોયો. તેને જલોદર, ભગંદર, હરસ, ખાંસી, તેમજ દમના રોગ પણ થયેલા હતા; તેનું શરીર સૂણ ગયું હતું; તેનું મે, હાથ, પગ તેમજ હાથ-પગની આંગળીઓ પણ સૂણી ગઈ હતી; તેનાં કાન અને નાક સડી ગયાં હતાં; તેના શરીરમાંથી રસી અને પરું નીકળ્યા કરતાં હતાં; તેના સેંકડો છેદેમાં કીડા ખદબદતા હતા; તેના કાન અને નાકમાંથી સેરડા નીકળ્યા કરતા હતા; તે વારંવાર પરુ, લેહી અને કીડાઓનાં જૂમખાં એક્યા કરતો હતો; તે વારંવાર વેદનાથી ભરેલી કરુણ તેમજ કર્કશ ચી નાખ્યા કરતો હતો; તેની પાછળ માંખ વગેરેનાં ટોળાં બબણ્યા કરતા હતાં તેના માથામાં અનેક ઘારાં પડી ગયાં હતાં; તેનાં કપડાં ચીંથરેહાલ હતાં; તેના હાથમાં એક ફૂટલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org