Book Title: Nyayabindu
Author(s): Dharmakirti, Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 284
________________ તૃતીય પરિછેદ : પરાર્થનુમાન ૨૪૩ અહીં પક્ષની આ સમગ્ર ચર્ચાને પરાથનુમાનનાં અવયવોની ચર્ચા સાથે ખાસ સંબંધ નથી. પણ વ્યાપક રૂપે કેવાં મંતવ્યનું અનુમાનથી પ્રતિપાદન કરવું પથ્ય છે તેનું નિરૂપણ સમગ્ર પરાર્થનુમાન સાથે સંકળાયેલું ગણુય. મંતવ્યોનું પ્રતિપાદન લેકની આરાધના માટે જ હોય. બુદ્ધિહીન મંતવ્ય કે શ્રોતાને અનુચિત આઘાત આપનારાં મંતવ્યનું પ્રતિપાદન યોગ્ય નથી. ૫રમાં મંતવ્યનું સંક્રમણ મને વિજ્ઞાનની દષ્ટિએ શક્ય હોય ત્યારે જ પરાનુમાન પ્રયોજાય એ આ ચર્ચાને સાર જણાય છે. શાસ્ત્રકારની પણ કેવી વ્યવહારુ દષ્ટિ હોવી જોઈએ તે વાત અહીં સમજાય છે. અહીં એટલું ઉમેરવું જોઈએ કે ધમકીતિએ મામવિદ્ધની જગાએ મનમાનવિરુદ્ધને સ્થાપીને તેમ જ પ્રતીતિનિરાતમાં પ્રતીતિને (ધર્મોત્તરનું અર્થઘટન સાચું માનીએ તે) નિયત શબ્દના પ્રાગને ઉપપન્ન બનાવનાર સ્વભાવનું ગણીને આખી પક્ષની ચર્ચાને શાસ્ત્ર કે લેકની આમન્યાના ક્ષેત્રમાંથી ઉઠાવીને શુદ્ધ બૌદ્ધિક કક્ષાએ સ્થાપી છે. સૂત્ર પર ઃ આ સૂત્રમાં નિરૂપાયેલે પક્ષાભાસ એ અન્ય ત્રણ પક્ષાભાસ કરતાં વિલક્ષણ છે. અન્ય ત્રણ પ્રકારમાં પક્ષના દૂષણને નિર્ણય પક્ષવાક્યથી અન્ય એવા પ્રમાણ દ્વારા સિદ્ધ બાબત લાવીને મૂક્યા બાદ જ થાય છે, જ્યારે આ પ્રકારમાં પક્ષ એ સ્વપ્રતિપાદક વાક્યના પ્રયોગથી જ દૂષિત થાય છે. અહીં વક્તા જે વાણુને આધાર લઈને પિતાને પક્ષ નિરૂપે છે એ વાણીની જ સાધનતાને અપલાપ કરે છે. આમ અનિવાર્ય એવા સાધનના અપલા ૫ વડે જ સ્વસાધ્યસિદ્ધિની શક્યતાને તેડી પાડે છે; પોતે જ પોતાની આશ્રમરૂપ ડાળને કાપે છે. કોઈ પણ શાસ્ત્રકારો કમ-સે-કમ વદતવ્યાધાત થાય તેવા સિદ્ધાન્તના પ્રતિપાદનથી તે દૂર જ રહેવું જોઈએ એવી વિવાદાતીત છતાં કહેવા જેવી બાબત કહેવા માટે આ પ્રકાર નિરૂપા છે. આ પક્ષાભાસ એ સૌમાં ઊતરતો ગણી શકાય. અહીં ઉદાહત પક્ષમાં અનુમાનની પ્રમાણુતા નિષેધાઈ છે. સ્વાભાવિક રીતે જ, ગ્રંથકારની સામે ચાર્વાક વાદી હોવાનું સ્કુટ થાય છે. અન્ય શાસ્ત્રોની અને વિશેષતઃ આન્ધીક્ષિકીવિદ્યાની પ્રતિક અનુમાન પ્રમાણ પર થયેલી છે. અલબત્ત, પ્રમાણુમૂર્ધન્યતા તે પ્રત્યક્ષમાં જ વસે છે. પરંતુ સામાન્ય મનુષ્ય માટે તત્કાલ પ્રત્યક્ષગ્ય નહિ એવાં વિવિધ પ્રમેયે ચીંધવા માટે જ શાસ્ત્રો ખપનાં હોઈને અને પ્રત્યક્ષની પ્રવૃત્તિ થં ભેલી હોય તેટલા પૂરતું અનુમાન જ શરણરૂપ હોઈ અનુમાનને અપલાપ કરે શક્ય નથી. આ દૃષ્ટિએ ગ્રંથકારે આ પક્ષાભાસનું ઉદાહરણ ધટતાથી પસંદ કર્યું છે. અલબત્ત, અનુમાનના પ્રકાશ્યને વિરોધ તે “વૈષા તળ તિરાનેયા' જેવાં ઉપનિષદ -વચનેમાં પણ અનેક સ્થળે જોવા મળે છે. ખુદ ધર્મકતિ–આદિ બૌદ્ધો પણ અનુમાનને ગ્રાહ્ય વિષય અસત હોવાનું તે સ્વીકારે જ છે. પરંતુ એ મંતવ્યની ચરિતાર્થતા તો પારમાર્થિક સત્યના સાક્ષાત્કારના અંતિમ તબકકે જ સધાય છે. તત્કાલ તે સાંસ્કૃતિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318