Book Title: Nyayabindu
Author(s): Dharmakirti, Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 303
________________ ર૬૨ ન્યાયબિંદુ ટિપ્પણ સૂત્ર ૧૨૬ : મનવય અને પ્રતાવા એ બે દૃષ્ટાન્તદોષ ચીંધીને ગ્રંથાર દષ્ટાન્તના વિયુક્ત ઉપગ પર ભાર મૂકે છે. કેવળ દૃષ્ટાંતબળે અનુમાન કરી શકાય નહિ. સાધનો સાથપ્રતિબંધ નક્કી કરવાના સાધન તરીકે જ દષ્ટાન્તને ઉપયોગ થવો જોઈએ. એ પ્રતિબંધ કેમ નક્કી કરવો તે ચર્ચા અને કરાઈ નથી. એ વિષય કાર્યકારણભાવ અને પદાથધર્મોનું પૃથક્કરણ કરનારાં તે તે વિજ્ઞાનેનો છે એમ માની એની વિગતને વિચાર કરવાનું અનુચિત માન્યું જણાય છે. નૈવાવિકોએ આ પ્રતિબંધ નક્કી કરનારી પ્રક્રિયાના ભાગરૂપે જ “સામાન્ય લક્ષણ અલૌકિક સન્નિક ની કલ્પના દ્વારા વ્યક્તિના જ્ઞાન સાથે તેની સમગ્ર જાતિનું જ્ઞાન થવાની હકીકત સમજાવવા પ્રયત્ન કર્યો છે. કોઈ એકાદ દષ્ટાંતમાં બે ધર્મોના સાહચર્યદર્શનથી જ સાહચર્યનિયમ નક્કી કરી ન શકાય. વળી ખરેખર કોઈ સાધનનો કોઈ સાથે સાથે પ્રતિબંધ સિદ્ધ હોય છતાં પરાથનુમાન પ્રજનાર વ્યક્તિ એ પ્રતિબંધ વ્યક્ત રીતે કહ્યા વગર જ પક્ષ દૃષ્ટાંતની જેમ સાધનયુક્ત છે તેથી સાધ્યયુક્ત હોય જ તેમ બતાવવા કોશિશ કરે છે તેથી શ્રોતાને વિધિપૂર્વક સાથનું અનુમાન કરવામાં પૂરતી મદદ મળતી નથી. અનુમાનવાક્યમાં વ્યાપ્તિનું અકથન એ દેવ એટલા માટે છે કે તેને લીધે અનુમાનના આધારો વિષેની વક્તાની અધૂરી સમજણ વ્યક્ત થાય છે. ને તેને લીધે શ્રોતા પણ પૂરતા આધાર વગર અનુમાન કરવાની ટેવનો ભાગ બને છે. અલબત્ત, ધર્મકીતિએ પોતાના ગ્રંથમાં ઉદાહરણથું જે અનુમાને આપ્યાં છે તે બધાંમાં વ્યાપ્ત અવશ્ય આપી હોય તેમ જોવા મળતું નથી. પણ સુજ્ઞ શ્રોતાને ધ્યાનમાં રાખીને તેમ કર્યું છે તેમ માનવું રહ્યું. (વ્યાપ્તિસાધક પ્રક્રિયા અંગે અગાઉ સત્ર ૨૯૮,ની ટિપ્પણમાં પણ થોડો વિચાર કર્યો છે ) અહીં ઉમેરવું જોઈએ કે તાવિક રીતે બૌદ્ધ મતે વ્યાપ્તિ અને તદાધારિત અનુમાન એ ભ્રાન્તજ્ઞાન છે, છતાં વ્યવહ રદષ્ટિએ જ તે બંનેને અત્રે ઉપકારક માનેલાં છે. સૂત્ર ૧ર૭ : ન્યાયપરંપરામાં જે વ્યાપ્યતાસિદ્ધ હેત્વાભાસ ગણાવાયો છે તે અહીં દૃષ્ટાન્તષ તરીકે રજૂ કરાયો છે. દેખીતી રીતે આ દટાતષ નથી પણ વ્યાપ્તિદોષ છે. સૂત્રગત ઉદાહરણમાં કેવળ વિપરીત એવી અવયવ્યાતિ રજૂ કરાઈ છે, દષ્ટાન્તને ઉલેખ નથી. આમ છતાં આને દ્રષ્ટાંતોષ કહેવા પાછળ આશય એ બતાવવાને લાગે છે કે દુષ્ટાન્તને ઉપયોગ સતર્ક રીતે કરવો જોઈએ; એમાંના કયા ધમને કયા અન્ય ધર્મ સાથે નિયત પ્રતિબંધ છે તે નિપુણતાથી નક્કી કરવું જોઈએ. દષ્ટાન્તના બુદ્ધિયુકત પૃથકરણના અભાવે જ વિપરીતાય રજૂ કરવાનું સંભવે. કચેરબાસ્કી નેધે છે કે આમાં આપેલું દૃષ્ટાંતદોષનું ઉદાહરણ કૃતકત્વ અને અનિત્યત્વની લોકપ્રસિદ્ધ વિભાવનાને ધ્યાનમાં રાખીને છે. સૌત્રાન્તિક અને યોગાચાર બૌદ્ધ પરંપરા મુજબ કૃતકત્વ અને અનિત્ય એ સમવ્યાપ્ત હોઈ પરસ્પર પ્રતિબદ્ધ છે. તે દષ્ટિએ આ વિપરીતાન્વય ન ગણાય. પરંતુ અગાઉ કહ્યું છે તેમ ધર્મ કીતિ ગાવિહુને પ્રમાણુશાસ્ત્રની મર્યાદામાં રાખીને, તેમાં બૌદ્ધ તાત્વિક મંતવ્યને સ્વીકારીને ચાલતા નથી. પ્રમાણુશાસ્ત્ર સર્વ મતોને પરીક્સ ગણે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318